________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૨૭૫
રાગને ન કરે એવી શક્તિઓ છે આત્મામાં...રાગને કરે એવી (એકપણ) શક્તિ નથી.
ત્યારે કોણ કરે છે? પરિણામ, પરિણામને કરે છે, થવાયોગ્ય થાય છે, આત્મા કર્તા છે નહીં “અરે ! થવાયોગ્ય થાય છે ને જાણનાર જણાય છે મહામંત્ર છે.” આહા! હા ! એ અષ્ટાન્ડિકા પર્વ હતું આપણું....આઠ દિ'ની અષ્ટાન્ડિકા હોય ને! આહા...હા!
(શ્રોતા ) દશલક્ષણી થઈ જશે. (ઉત્તર) હવે દશલક્ષણી આવશે, (શ્રોતા ) એ તો આવશે, પણ આજે અને કાલે થઈને દશ દિવસ થઈ જશે.
આહાહા! ઊંડાણથી...જો અભ્યાસ કરે...સાંભળવાના ભાવ કરતાં પણ વિચારવાની વધારે કિંમત છે આમાં (-મનન થવું જોઈએ.) “કર વિચાર તો....પામ”, “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન પરમ જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું...કર વિચારતો..પામ” વિચારનો વિષય (-ધ્યેય) આપ્યો..કે તારો આત્મા તો શુદ્ધ-બુદ્ધ-ચૈતન્યન છે, રાગી તો તું થયો નથી, આહાહા ! (કેટલાક બોલે છે ને!) અજ્ઞાની જીવ રાગી થયો છે જીવ...રાગી થયો નથી, પર્યાયમાં રાગ આવ્યો છે, એ પર્યાયનો રાગ..પણ એક સમય પૂરતો છે. વિભાવ, કાયમ ટકતો નથી ને આત્માનો સ્વભાવ કોઈ દિ' છૂટતો નથી.
આહાહા ! “કર્મ-પર્યાય સાથે મળેલી જ છે અને મળી થકી તે રાગાદિ વિભાવપરિણામો સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપે સ્વયં પરિણમે છે, એ એક સમય પૂરતો પરિણમે છે”, ખરેખર તો એ દ્રવ્યની સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપે નથી. પર્યાયમાં ઉદયભાવ છે, ઉદયભાવ ને અને રાગને-પર્યાયને વ્યાપ્ય-વ્યાપક સંબંધ (એટલે કે) કર્તા-કર્મ સંબંધ છે. ત્રિકાળી દ્રવ્ય કર્તા અને રાગ એનું કર્મ, એમ છે નહીં. પર્યાયની સાથે ઉદયભાવનું તન્મયપણું છે. પર્યાયની સાથે ઉપશમનું તન્મયપણું, ક્ષયોપશમ ને ક્ષાયિકનું તન્મયપણું પર્યાયની સાથે છે. દ્રવ્યની સાથે તન્મય થતું નથી. એ મોક્ષની પર્યાયનું ક્ષાયિકભાવનું તન્મયપણું..પર્યાયમાં છે, એ ક્ષાયિકભાવ, પારિણામિક (ભાવમાં) આવતો નથી. -એ (આત્મ) દ્રવ્ય તો પરિણામિક ભાવે જ તન્મય છે. અને પર્યાય, ચાર ભાવે તન્મય છે. આહાહા! અલૌકિક વાત બહાર આવી ગઈ છે !
(એની જ) પાછળ પડી જવા જેવું છે. વન વે ટ્રાફીક છે આમાં..એકલો નફાનો વેપાર....આહા! નુકસાન કરીએ નહીં, સેલટેક્સ લાગે નહીં...ઈન્કમટેક્સ લાગે નહીંને ભાયું” ભાગ માગે નહીં, આહા...હા! કરવાનું હુતું કાંઈ...અને કરી રહ્યો છે કાંઈ...પૂર્વે ભાવના ભાવી 'તી કે મનુષ્ય પર્યાય મળે તોહું આત્મ-સાધના કરીશ, સમજી ગ્યા? પણ વચન લઈને આવ્યો પણ વચનનું પાલન કરતો નથી...આહાહા ! ન કરવાનું કરે છે અને કરવાનું ભૂલી જાય છે. કાલે..આયુષ્ય પૂરું થઈ જશે...આહાહા ! સો વરસે પૂરું તો એ કાલે જ પૂરું થયું કદ્વાય.
(કહે છે) “તે રાગાદિ વિભાવ પરિણામો સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપે સ્વયં પરિણમે છે, તે પરિણમન જોવામાં આવે” –રાગને જોવામાં આવે, જીવનું સ્વરૂપ ન જોવામાં આવે-આહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com