________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધાત અને
૨૭૪
પ્રવચન નં. ૨૪ એમાં સૂર્ય દેખાતો નથી..તિરોભૂત થાય છે, હોવા છતાં દેખાતો નથી, કવલિત થાય છે એવો શબ્દ છે, કવલિતું થાય છે. એટલે આચ્છાદિત....
હવે દષ્ટાંત આપે છે. “ભાવાર્થ આમ છે કે જીવવસ્તુ અનાદિકાળથી..ધાતુ અને પાષાણના સંયોગની પેઠે (કર્મ-પર્યાય સાથે મળેલી જ ચાલી આવે છે.) * ધાતુ એટલે સોનું. ખાણમાંથી નીકળે છે ત્યારે એની સાથે સંયોગ સંબંધ છે પથ્થરનો પથ્થરની અંદર એની (સોનાની) રજકણો પથ્થરમાં સાથે રહેલી હોય છે. આહાહા ! એક પાષાણ અંધપાષાણને કહેવાય કે જેમાં સોનાની રજકણ ન હોય, અને બીજા પાષાણને એમાં સોનું હોય (તેથી સુવર્ણ પાષાણ કહેવાય) તેમાંથી સોનું નીકળે-હોય એમાંથી મળે, તો “ધાતુ પાષાણના સંયોગની પેઠે” -તાદાભ્ય થતા નથી, પથ્થરને સોનું એક થતા નથી. જો (તાદાભ્ય થાય-એકરૂપ થાય ) તો તો સોનું નીકળી જ ન શકે, સંયોગસંબંધ જુદો ને તાદાભ્ય સંબંધ જુદો છે–સોનું અને સોનાની પીળાશ એને તાદામ્ય સંબંધ કહેવાય, ( સોનામાંથી) પીળાશ કોઈદિ' એમાંથી છૂટી પડે નહીં અને પથ્થરનો સંગ છે એ તો સની શોધે ત્યારે જદો પડી જાય છે અને સંયોગસંબંધ કહેવાય છે. “એ સંયોગની પેઠે. કર્મપર્યાય સાથે મળેલી જ ચાલી આવે છે.” આત્મજ્યોતિ, આહાહા ! રાગ ઉપર દષ્ટિ છે. ભાવકર્મ ને આત્મા જાણે એક જ છે, એમ એકમેક એને દેખાય છે. ભેદજ્ઞાન વડ (બન્ને) ભિન્ન, ભિન્ન દેખાય છે. ભેદજ્ઞાન કરે તો..આત્મજ્યોતિ રાગથી ભિન્ન છે સદાય સદાય ભિન્ન છે એવું એકસમયમાં જ્ઞાન થાય..તો ભૂતકાળમાં પણ ભિન્ન હતી એવું પ્રતિક્રમણ ' થાય... તમાનમાં ય ભિન્ન છે એમ ભાસ ( જ્ઞાન ) થાય એને “ આલોચના' કહેવામાં આવે છે અને ભાવિકાળે-કોઈ કાળે પણ રાગથી, આત્મા એકમેક થવાનો નથી એને “પ્રત્યાખ્યાન” કહેવામાં આવે છે.
આહાહા ! વર્તમાન ભેદજ્ઞાન થયું તો ત્રણેકાળનું ભેદજ્ઞાન થઈ ગયું. –મારી ભ્રાન્તિ હતી રાગને હું એક છું, એકતાની ભ્રાન્તિ આજે ગઈ (એકતા બુદ્ધિ ટળી) ભૂતકાળની ભ્રાન્તિ આજે ગઈ અને વર્તમાનની ભ્રાન્તિ પણ આજે (અત્યારે) ગઈ ભાવિ-કોઈ કાળે પણ રાગને આત્મા એકમેક થવાનો નથી, એવી પ્રતીતિ એને જ્ઞાનમાં આવી જાય છે.
(કહે છે કે, “ધાતુ અને પાષાણના સંયોગની પેઠે કર્મ-પર્યાયની સાથે મળેલી જ આવી છે” (તેમાં) નિમિત્તરૂપ જડકર્મ છે (કાર્મણવર્ગણા) ને ક્ષણિક અશુદ્ધ ઉપાદાનરૂપ પર્યાયમાં રાગ છે એથી એકમેક મળેલી દેખાય છે, સોનું અને માટી (પાષાણ ) એકમેક દેખાય છે. “અને મળી થકી તે રાગાદિ વિભાવ-પરિણામો સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપે સ્વયં પરિણમે છે.” -હું કરું છું એમ પ્રતિભાસે છે, ભાસે છે ઈ એનું અજ્ઞાન છે. એનો જે પ્રતિભાસ છે તે સાચો લાગે છે-રાગને હું કરું છું એમ માને ત્યારે (જ) અજ્ઞાની થાય, અજ્ઞાની છે માટે રાગને કરે છે-મિથ્યાત્વને કરે છે એમ છે નહીં. ભગવાન આત્મામાં (અનંત શક્તિઓમાં) કોઈ એવી એક પણ શક્તિ નથી કે રાગને કરે, આહા..! આ ( સ ) ગુરુનાં વચન છે. ગુરુદેવના આ વચનો છે. આહાહા! ભગવાન આત્મામાં એવી કોઈ શક્તિ નથી. –ઉપરમ સ્વરૂપ છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com