________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૭૯
ઉત્પત્તિ થતી નથી. જીવ અને અજીવ બન્નેના નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી નવ ઉત્પન્ન થાય છે-તે વ્યવહાર છે. સ્વસમય અને પરસમય બન્ને વ્યવહાર છે.
શ્રી સમયસાર બારગાથામાં આચાર્યદેવ........કળશનો આધાર આપે છે. જો તું જિનમતને પ્રવર્તાવવા એટલે કે તને સમ્યક્દર્શન-જ્ઞાન પ્રગટ થઈ ચૂકયું છે....જ્ઞાની છો તો વ્યવહાર અને નિશ્ચય તે બન્ને નયોને ન છોડો' બે નયો છે અને તે બે નયોના વિષય પણ છે તેને જાણવાનું છોડીશ નહીં.
હવે તેનો દોષ બતાવે છે કે-જો નિશ્ચયનો પક્ષપાતી થઈ અને આત્માને એકાંતે નિષ્ક્રિય, શુદ્ધ, અભેદ, અને સર્વથા અકર્તા, સર્વથા અભોક્તા એમ એકાંતના પક્ષમાં જો રહીશ તો એ નિશ્ચયનયનો પક્ષ છે-તે પક્ષપાત રહિત થઈ મધ્યસ્થ નથી થયો. અને જો પક્ષપાતી થઈ વ્યવહારને છોડીશ એટલે નિશ્ચય રત્નત્રયના પરિણામનું શું કામ છે! આત્મા તો અપરિણામી છે. નિશ્ચય રત્નત્રયના પરિણામને અહીં વ્યવહારનય કહેવું છે. નહીંતર રત્નત્રયરૂપ ધર્મતીર્થનો અભાવ થશે. જેનાથી તરાય તે તીર્થ. કોનાથી તરાય ? સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રાણી મોક્ષમાર્ગઃ તે નિશ્ચય રત્નત્રય તરવાનું સાધન છે. વ્યવહાર રત્નત્રય એ તો બંધનું સાધન છે, મોક્ષનું સાધન નથી.
જેનાથી તરાય તે તીર્થ. તો...તરાય તો રત્નત્રયથી તરાય છે, તે વ્યવહાર છે. તે વ્યવહા૨ને છોડીશ એટલે કે-પર્યાય છે જ નહીં, તેને ઉડાડીશ કે પર્યાય છે જ નહીં તો તેને અહીંયા પક્ષપાતી લખ્યો છે. નિશ્ચયનો પક્ષપાતી પર્યાયને ઉડાડે છે. તો પછી ધર્મ તીર્થનો અભાવ થશે.
હવે કહે છે અને જો વ્યવહારનો પક્ષપાતી થઈ, વ્યવહારનો જ્ઞાતા નહીં પણ પક્ષપાતી થઈશ કે-આ પર્યાય છે તે જ આત્મા છે, પર્યાય જેટલો જ આત્મા છે, એટલી પર્યાયને જ આત્મા માનીશ અને ત્રિકાળી દ્રવ્ય સામાન્યને લક્ષમાંથી છોડી દઈશ અને સ્વીકાર નહીં કર તો...શુદ્ધ તત્ત્વ સ્વરૂપનો અનુભવ નહીં થાય. કેમકે તેણે અનુભવના વિષયને ઉડાડયો અને અનુભવને આત્મા માન્યો, અને અનુભવનો જે વિષય છે તેને ઉડાડી દીધો.
તેથી તેમાં વ્યવહાર-નિશ્ચયને બરોબર જેમ છે તેમ જાણી...પછી યથા યોગ્યપણે તેને અંગીકાર કરવા. આશ્રય માટે દ્રવ્યને અને જાણવા માટે પર્યાયને.
યથા યોગ્ય પણે અંગીકાર કરવા એટલે શું? દ્રવ્યને ઉપાદેયપણે જાણવું અને પર્યાયને શેયપણે જાણવી. બે નયને જાણવાં તેને બે નયને અંગીકાર કર્યા કહેવામાં આવે છે. દ્રવ્યને દ્રવ્યરૂપ, પર્યાયને પર્યાયરૂપ અંગીકાર કરવા. પક્ષપાતી ન થવું તે ઉત્તમ શ્રોતાનું લક્ષણ છે.
શ્રી સમયસારની બારમી ગાથાની અમૃતચંદ્ર આચાર્યની ટીકામાં આ આધાર લીધો છે. તેનો ખરેખરો અર્થ પુરુષાર્થ સિદ્ધિમાં નાખ્યો છે.
આચાર્ય કહે છે કે–ભવિ જીવો જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય તે બન્ને નયોને ન છોડો. કારણ કે વ્યવહારનય વિના તો તીર્થ એટલે વ્યવહાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com