________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮
પ્રવચન નં. ૭ દષ્ટિમાં તેને આવશે નહી. પર્યાય સત્ છે તેમ જાણવા જાય ત્યાં અકર્તા દ્રવ્યમાં આવી જાય છે, કર્તાબુદ્ધિ જતા-જ્ઞાતા થઈ જાય છે. કર્તાબુદ્ધિ છૂટે તો ક્યાં જાય ? જ્ઞાતા જ થાય.
કબુદ્ધિ જાય તો જ્ઞાતા જ થાય, અને જ્ઞાતા થાય તો કર્તા બુદ્ધિ જાય. આ બાજુથી લ્યો કે...આ બાજુથી લ્યો બન્ને એક જ વાત છે. હું કરું..“હું કરું એજ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે.” આ બધો વહીવટ જાણે મારાથી ચાલે છે. મીઠાલાલ પેલેસે મારાથી ચાલે છે..એ તો ક્યાંય ગયું પ્રમાણની બહાર જતાં રહ્યા તમે. પર્યાય સત્ છે એતો પ્રમાણેનો એક અંશ છે-તેનો હું અકર્તા છે. હાથ-પગને તો હુલાવી શકતો જ નથી એ તો દૂર રહો પણ પોતાનામાં ઉત્પન્ન થતાં પરિણામને જાણે પણ કરે નહીં. જાણે પણ કરે નહીં આ હા હા !
(૧) આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ જાણવું છે. (૨) આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું તે છે...પહેલામાં જાણવું કોમન રાખ્યું હતું. બીજામાં આત્માને જાણે તો સમ્યકદર્શન થાય. આત્માને આત્માપણે–જાણે જાણનારપણે તો પરિણામને હું કરું છું તે અજ્ઞાન જ ઉભું ન થાય-જ્ઞાની થઈ જાય બસ.
આપણે ઘણી વખત વાત થતી કે – કોઇ કોઇ પોઇન્ટ એવાં હોય છે કે છ મહિને વર્ષે, બે વર્ષે, તેનો ઉકેલ આવી જ જાય છે. આજથી પાંત્રીસ વર્ષ પહેલાં ૨૦૧૦ની સાલમાં સોનગઢના સંતને મેં જ્યારે ગુરુદેવને ધારાવાહીક અપનાવ્યા ત્યાર પછી આ ગાથાનો મેં સ્વાધ્યાય કર્યો તો કે નવને ભૂતાર્થનયે કેવી રીતે જાણવા? કેમકે નવ છે તે તો વ્યવહારનયનો વિષય છે તેને ભૂતાર્થનયે કેવી રીતે જાણવું?!
નવના ભેદો છે તે પર્યાય છે-તે દ્રવ્ય નથી. તે વ્યવહારનયનો વિષય તો છે પણ તેને ભૂતાર્થનમે કેવી રીતે જાણવું? કહે–પર્યાયનો કર્તા પર્યાય છે એમ જાણવું તે ભૂતાર્થ થઇ ગયું. અને વ્યવહાર શું? ભેદજ્ઞાનનો અભાવ હોય ત્યારે આત્મા રાગાદિનો કર્તા થાય છે-વિશેષ અપેક્ષાઓ. આ વ્યવહારે આવ્યું કે પુણ્ય-પાપ, આસ્રવ, બંધ (છે.) ભેદજ્ઞાનના અભાવમાં સંવર, નિર્જરાને મોક્ષનો કર્તા થાય છે. આ જે છે તે વ્યવહાર થયો. આ વ્યવહાર (સાચો લાગશે તો) કર્તબુદ્ધિ થશે. અકર્તામાં આવશે તો કર્તાનો વ્યવહાર થશે પણ કર્તબુદ્ધિ નહી થાય. તે સંવર, નિર્જરા, મોક્ષનો ઉપચારથી કર્તા થશે. કર્તાબુદ્ધિ છૂટયા પછી, અકર્તામાં આવતાં કર્તાનો વ્યવહાર આવશે. અકર્તાને છોડશે તો કર્તાબુદ્ધિ થશે તો સંવર નિર્જરા ને મોક્ષ પ્રગટ નહી થાય પરંતુ મિથ્યાત્વ ઉભું થશે. આત્માનો જ્ઞાન સ્વભાવ છે. આત્મા જાણનાર. જાણનાર..જાણનાર જાણનાર છે, કરનાર નથી. પરમ દિવસે રાત્રે ધૂન ચઢી હતી ને ! કરનાર નથી જાણનાર છે બસ.
જુઓ! હવે વ્યવહારની વાત આવશે. હવે સમય અને પરસમયની સ્થાપના કરશે. સ્વસમય અને પરસમયની સ્થાપ્ના કરતાં તેને વ્યવહાર સ્થાપવો છે ને? એટલે એકલા જીવથી નવ તત્ત્વોની ઉત્પત્તિ થતી નથી અને એકલા અજીવથી નવ તત્ત્વોની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com