________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ ન થાય-કબુદ્ધિ થાય. તેને કર્તાનો વ્યવહારેય ન આવે. જેને અકર્તાનો નિશ્ચય હોય તેને કર્તાનો વ્યવહાર લાગુ પડે. જેની દષ્ટિમાં અકર્તા નથી આવતો તેને કર્તાનો વ્યવહાર ન હોય પણ કર્તાબુદ્ધિ-એકત્વબુદ્ધિ થાય.
આત્મા જ્ઞાન સ્વભાવી છે તેમ પ્રથમ નિર્ણય કર. શ્રુતજ્ઞાન દ્વારા સૌ પ્રથમ એમ નક્કી કર કે-હું જ્ઞાનસ્વભાવી આત્મા છું. જ્ઞાન સ્વભાવી આત્મા છું તેમ કહ્યું તેમાં જાણવું રહી ગયું અને કરવું નીકળી ગયું. શું રહી ગયું અને શું નીકળી ગયું? હું જ્ઞાન સ્વભાવી છે તેમ જાણવું રહી ગયું અને કરવું નીકળી ગયું-એ વચનનું વાચ્ય છે.
હું જ્ઞાન સ્વભાવી આત્મા છું એટલે હું જાણનાર છું, હું કરનાર નથી. ડોકટર સાહેબ! આપે આજ સુધી કંઈ કર્યુ? આજ સુધી જાણ્યું, પરંતુ કર્તા માન્યો તે અજ્ઞાન-અભિમાન હતું. (શ્રોતા-બિલકુલ સાચી વાત છે અત્યાર સુધી આવું કોઈએ સમજાવ્યું નથી.) સાચી વાત છેકોઈએ સમજાવ્યું નથી. દિગમ્બર શાસ્ત્રોમાં બધું છે પણ સમજાવનાર કોઈ નથી. એક પુરૂષ પાક્યો આત્મા અકર્તા છે તે પરાકાષ્ટા કહી. આ એનો જ વિસ્તાર છે.
સૌ પ્રથમ શ્રુતજ્ઞાન દ્વારા હું જ્ઞાન સ્વભાવી આત્મા છું તેવો નિર્ણય કર. હું તો જાણનાર છું..હું તો જાણનાર છું...હું તો જાણનાર છું. કવળ જાણનારદ્રવ્યથી–ગુણથી ને પર્યાયથી પણ જાણનાર છે. ત્રણેયમાં હું જાઉં છું તો કરનાર મને ક્યાંય દેખાતું નથી–કારણ કે કરવું આત્મામાં છે નહીં, આત્મા જ્ઞાનમય છે.
(શ્રોતાઃ ભૂતાર્થ કહે છે કે આત્મા નિરપેક્ષ અર્જા છે માટે સમ્યકદર્શન થાય છે.) કારણકે અકર્તા વિના તો સમ્યકદર્શન થાય નહીં ને? અકર્તા તો સમ્યક્દર્શનનું મૂળ છે. જે પર્યાય સ્વયં થાય છે તેને કર્તાની અપેક્ષા નથી. દ્રવ્ય કહે કે હું પર્યાયને કરું; પર્યાય કહે છેતારી અપેક્ષા વિના હું થાઉં છું બોલ મારા પકારકથી થાઉં છું. તું મને કોણ કરનાર? પર્યાય સામી થાય છે હોં? પર્યાય નાની (એક સમયની) હોવા છતાં સિંહનું બચ્યું છે. તે સત્ છે ને? હવે દ્રવ્ય પર્યાય ને કહે છે-શાબાસ તે તારું અસલી સ્વરૂપ બતાવ્યું છે તે મને મંજૂર છે. સમ્યકજ્ઞાની કહે છે કે-તારું એ જ સ્વરૂપ છે. તારો કર્તા કોઈ નથી, તું ક્ષણિક ઉપાદાન છો. ગુરુદેવ કહે છે-પર્યાય સત્ અહેતુક છે. સત્ હોય તેને કોણ કરે?
પરિણામ શક્તિથી પરિણામ થાય છે તેવો પાઠ છે. દ્રવ્યની શક્તિથી પરિણામ થાય જ નહીં. જે દ્રવ્યથી થાય તો તો પરિણામ એક સરખા થવા જોઈએ. તો પછી તેમાં પણ (જુદાજુદા) નવતત્ત્વો જ ન બને. હવે આ નવતત્ત્વો કેવી રીતે બને છે તેમાં પણ રહસ્ય છે. વ્યવહારનયથી જોવામાં આવે તો આ નવતત્ત્વો છે તેની સિદ્ધિ પણ કોઇ અપૂર્વ આવશે.
આ ગાથામાં એકદમ ગૂઢ ભાષામાં વાત કરી છે. અગિયારમી ગાથામાં ખુલ્લી વાત કરી છે. જ્યારે આમાં (તેર ગાથામાં) ગૂઢ વાત કરી છે. નવતત્ત્વને ભૂતાર્થનયથી જાણોએટલે કે નિરપેક્ષ જાણો. નવતત્ત્વને નિરપેક્ષ જાણતાં નિરપેક્ષ તત્ત્વ તેની દષ્ટિમાં આવી જશે. સમ્યકદર્શન થઈ જશે. જો નવ તત્ત્વને નિરપેક્ષ નહીં જાણે તો દ્રવ્ય નિરપેક્ષપણે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com