________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬
પ્રવચન નં. ૭ તો એ નવને ભૂતાર્થનયથી કેમ જાણવા? કહે છે – ત્રિકાળી દ્રવ્ય છે એ ત્રિકાળી ઉપાદાન છે અને પર્યાય છે તે ક્ષણિક ઉપાદાન છે. બે ઉપાદાન વચ્ચે કર્તાકર્મ સંબંધ ન હોય અને બે ઉપાદાન વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ન હોય. કેમકે અહીંયા નિમિત્તપણે કર્મ પ્રકૃતિને કહી છે. અહીં નિમિત્ત તરીકે કર્મને સ્થાપવું છે. તો બે સત્ (નિરપેક્ષપણે) સિદ્ધ થાય છે. ત્રિકાળીને અકર્તાપણે જો અને પર્યાયનો કર્તા પર્યાય છે એમ જો ! પર્યાયનો કર્તા દ્રવ્ય છે એમ ન જો. દ્રવ્યથી પર્યાય થાય છે તેમ ન જો !
પર્યાયથી પર્યાય થાય છે તે ક્યાં કહ્યું છે? તેમણે કહ્યું કે “થવા યોગ્ય અને કરનાર” એક લીટીમાં બધું ભરી દીધું..એનો વિસ્તાર પછી કરશે. થવા યોગ્ય થાય છે તેનો કરનાર તું કેવી રીતે છો? જો આત્મા (પરિણામનો) એનો કર્તા હોય તો ત્રિકાળી દ્રવ્ય ભૂતાર્થ ન રહ્યું, અને આત્મા પર્યાયને કરે તો પર્યાય સત્ ન રહી–તે ઉપાદાન ન રહ્યું તે પરાધીન થઈ ગઈ.. તો તે પણ વ્યવહારનયનો-અભૂતાર્થનયનો વિષય થઈ ગયો. ભૂતાર્થનયનો વિષય ન રહ્યો. પર્યાય પર્યાયથી થાય છે એ ન રહ્યું. પરિણામ શક્તિથી પરિણામ થાય છે દ્રવ્યની શક્તિથી પરિણામ થતા જ નથી–કેમકે પરિણામના ષકારક પરિણામમાં રહેલા છે. પર્યાયનો કર્તા પર્યાય છે, દ્રવ્ય છે જ નહીં. દ્રવ્યને કર્તા કહેવો તે અભૂતાર્થનય-વ્યવહારનય થઈ ગયો.
ત્રિકાળી દ્રવ્ય સત્ છે અને પર્યાય પણ ક્ષણિક સત્ છે. ઉપાદાન એટલે સ્વશક્તિ. દ્રવ્યને ત્રિકાળી ઉપાદાન કહેવાય અને પર્યાયને ક્ષણિક ઉપાદાન કહેવાય. પોતાની સ્વશક્તિ તેમાં એક દ્રવ્ય શક્તિ અને એક પરિણામ શક્તિ. દ્રવ્યશક્તિ નિષ્ક્રિય છે. અને પરિણામ શક્તિ સક્રિય છે. દ્રવ્ય પર્યાયથી નિરપેક્ષ છે માટે દ્રવ્ય ભૂતાર્થ છે, પર્યાય દ્રવ્યથી નિરપેક્ષ છે. માટે પર્યાય ભૂતાર્થ છે. સાપેક્ષ કહો તો વ્યવહાર થઈ ગયો. અત્યારે વ્યવહારની વાત નથી. દ્રવ્યને પર્યાય અડતી નથી, આલિંગન કરતી નથી એ (વાત છે.) પચ્ચીસ વર્ષથી ડીપોઝીટ હતું – ઘણી વખત આ ગાથાનો સ્વાધ્યાય કર્યો છે પરંતુ આવો ભાવ આ વખતે આવ્યો.
બે સત્ છે તેથી કોઈને કારણે કોઈ નથી. દ્રવ્યને કારણે પર્યાય નથી અને પર્યાયને કારણે દ્રવ્ય નથી – બે સત્ અલગ-અલગ છે. ત્રિકાળી દ્રવ્ય પણ પોતાથી છે અને ક્ષણિક સત્ પણ પોતાથી છે. બે સત્ વચ્ચે કર્તાકર્મ કે આધાર-આધેય કાંઈ નથી. ( જો સંબંધ સ્થાપે તો) વ્યવહાર થઈ જાય છે. કર્તા-કર્મ કહો તો વ્યવહાર થઈ ગયો (આત્મા) અકર્તા ન રહ્યો. પર્યાયનો કર્તા પર્યાય છે. દ્રવ્ય પર્યાયનો કર્તા નથી. પર્યાયથી દ્રવ્ય રહિત છે અને દ્રવ્યથી પર્યાય રહિત છે. બન્નેનો એકબીજામાં અભાવ છે. બન્ને નિરપેક્ષ છે-નિરપેક્ષ હોવાથી નિશ્ચય છે. નિશ્ચય કહો કે ભૂતાર્થ કહો. પહેલી લીટીનો આટલો અર્થ થયો.
આ જીવાદિ નવતત્ત્વો ભૂતાર્થનયથી જાણે સમ્યક્દર્શન છે. તેમ (જાણવાના) ફળમાં સમ્યકદર્શન આવ્યું. (આત્મા) અકર્તા (રહ્યો) માટે સમ્યકદર્શન જ આવવું જોઈએ ને! પર્યાયનો કર્તા દ્રવ્ય છે તો સમ્યદર્શન ન થાય. આનાથી આ અને આનાથી આ (માને) તો સમ્યકદર્શન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com