________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦
પ્રવચન નં. ૭ માર્ગનો નાશ થઈ જશે. વ્યવહારમાર્ગ એટલે સમ્યક્દર્શન-જ્ઞાન ચારિત્રના પરિણામ, નિશ્ચય રત્નત્રયના પરિણામ-તે તીર્થ છે. તે સદ્દભૂત વ્યવહાર છે. ભેદ કર્યો માટે સદભૂત વ્યવહાર થઈ ગયો-તે આત્મા ન રહ્યો.
તીર્થ એટલે વ્યવહારમાર્ગનો નાશ થશે. જેનાથી તરાય તે તીર્થ. નિશ્ચયનય વિના ત્રિકાળી સામાન્ય શુધ્ધાત્મા-જ્ઞાયક ભાવ વિના તત્ત્વનો નાશ થઈ જશે. એટલે પક્ષપાતી ન થવું. બે નયોના વિષયને જ્ઞાન જાણે છે તેમ જાણવું. એક ઉપાદેયરૂપે અને એક યરૂપે. એક ધ્યેયરૂપ અને એક શેયરૂપ. ત્રિકાળી દ્રવ્ય ધ્યેય છે અને નિશ્ચય રત્નત્રયના પરિણામ પ્રગટ થાય ત્યારે તે વ્યવહાર કહેવાય. મોક્ષમાર્ગ પ્રગટયો નથી તો તેને નિશ્ચય પણ નથી અને વ્યવહાર પણ નથી.
મિથ્યાષ્ટિ પાસે નિશ્ચય પણ નથી અને વ્યવહાર પણ નથી. જેને ધ્યેયપૂર્વક જ્ઞયની સંધિ થાય તે જ ઉત્તમ શ્રોતા છે. તે જ પક્ષપાતથી રહિત છે. તે બે નયનું સ્વરૂપ જેવું છે તેવું જાણે છે દ્રવ્યને દ્રવ્યરૂપ અને પર્યાયને પર્યાયરૂપ જાણે છે બસ! એકનો આશ્રય અને એનું જ્ઞાન થાય છે. તેર ગાથામાં પણ તીર્થની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થનયથી કહેવામાં આવે છે. બારમી ગાથામાં પણ તીર્થનો અર્થ શુદ્ધ રત્નત્રય લીધો.
હવે ટીકામાંથી લઈએ. “તીર્થની પ્રવૃત્તિ અર્થે”, તીર્થ કોને કહેવાય કે જેનાથી તરાય તેને તીર્થ કહેવામાં આવે છે. તીર્થ એટલે મોક્ષનો માર્ગ. નિશ્ચય રત્નત્રયના પરિણામ તેને તીર્થ કહેવામાં આવે છે. જેનાથી તરાય તે તીર્થ અને તીર્થનું ફળ મોક્ષ; તેમાં સંવર, નિર્જરા ને મોક્ષ ત્રણ તત્ત્વ આવ્યા. હવે જે સંવર, નિર્જરા ને મોક્ષ પ્રગટ થાય છે તેની પહેલા એ અજીવના સંબંધે પુણ-પાપ, આસ્રવ, બંધ સિદ્ધ થાય છે, અને તેના અભાવથી સંવર, નિર્જરા મોક્ષ થાય છે માટે નવ તત્ત્વો વ્યવહારનયથી આવી ગયા. નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી બનેલા આ નવ તત્ત્વો તે વ્યવહારનયનો વિષય થઈ ગયો-અભૂતાર્થનયનો વિષય થઈ ગયો. કેમકે જીવને અજીવ તે બેનો સંબંધ રાખ્યો ને તે વાત આમાં જ છે. કોઈ એકથી નવની ઉત્પત્તિ ના થાય. નવની ઉત્પત્તિમાં બે કારણ જોઈએ.
જીવને અજીવ બે કારણ છે. જીવ એટલે જીવની પર્યાય પરંતુ ત્રિકાળી દ્રવ્ય નહીં. અજીવ એટલે અજીવની કર્મની પર્યાય નિમિત્તરૂપે. આ બેના સંબંધથી નવ તત્ત્વો ઉભા થાય છે તે વ્યવહારનયનો વિષય છે–તે જણાવા યોગ્ય છે.
તીર્થની પ્રવૃત્તિ અર્થે આ નવ તત્ત્વો અભૂતાર્થનયથી કહેવામાં આવે છે.” નવે તત્ત્વોને અભૂતાર્થનમાં નાખ્યા. નવે તત્ત્વોને અભૂતાર્થનમાં કેમ નાખ્યા? કે તેઓ નિમિત્તનૈમિત્તિક સંબંધથી થયા છે. તેમાં ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન ન લેવું. જ્યાં નિમિત્ત-નૈમિત્તિક કહ્યો ત્યાં વ્યવહાર ઉભો થઈ ગયો-તે અભૂતાર્થનયનો વિષય છે.
આ નવે તત્ત્વોમાં આપણે નિશ્ચય અને વ્યવહાર ઉતારવાનું છે. નિશ્ચય અને વ્યવહાર એ (બન્ને) પોતે જ કહે છે. એકલા જીવથી નવ તત્ત્વો ઊભા ન થાય, તે જીવને અજીવના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com