________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૧૩૭ નથી. એટલે અજીવનું નિમિત્તપણું પરિણામની સાથે છે, મારી સાથે નથી.
(શ્રોતા – હું નિમિત્ત પણ નથી અને નૈમિત્તિક પણ નથી.) (ઉત્તર) હું નિમિત્ત પણ નહીં, નૈમિત્તિક પણ નહીં; હું તો જ્ઞાતા છું. હું નિમિત્ત નથી ત્યાં તો સમ્યકદર્શન થઈ જાય છે. એટલે હું કર્તા નથી–હું જ્ઞાતા છું.
સ્વભાવ દષ્ટિથી જોતાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ દેખાતો જ નથી. એ તો પર્યાયદષ્ટિથી દેખાય છે-વ્યવહારનયથી દેખાય છે. જે સ્વભાવ અસ્મલિત છે તેમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ
ક્યાં છે? “નાસ્તિ સર્વોડપિ સંબંધઃ ” હું કોઈ કાર્યનું નિમિત્ત નથી તેમાં એકતાબુદ્ધિ તૂટી જાય છે. હું નિમિત્ત છું તો પરિણામની સાથે એકતાબુદ્ધિ થાય છે-ભેદજ્ઞાન થતું નથી. હું નિમિત્ત નથી તો દ્રવ્યદૃષ્ટિ સિદ્ધ થઈ જાય છે.
આ ભજિયાંના કટકા થયા તેમાં ચમચો, હાથ નિમિત્ત કહો ! પણ (બાઈનો) જ્ઞાયકભાવ નિમિત્ત નથી. વિભાવ નિમિત્ત હોય, પણ સ્વભાવ નિમિત્ત ન હોય અને સ્વાભાવિક જ્ઞાન પણ નિમિત્ત ન હોય. કર્મ બંધાય છે તેમાં જ્ઞાયક નિમિત્ત નહીં અને જ્ઞાયક આશ્રિત જ્ઞાન થયું તે પણ નિમિત્ત નથી. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છૂટયો એટલે જ્ઞાતા થઈ ગયો. માન્યતામાં નિમિત્ત બન્યો 'તો તે માન્યતા છૂટી ગઈ બસ.
આ ભદ્રબાહુ સ્વામીની ગુફા છે. આ બે હજાર વર્ષ પહેલાના પગલાં છે. વચ્ચે મોટા પગલાં છે ને ચારેબાજુ કમળ છે. ભદ્રબાહુ સ્વામી શ્રુતકેવળી અહીં ધ્યાનમાં બેઠા હશે. આ જગ્યા ઉપર સ્વાધ્યાય કરવાનો આપણને સુઅવસર મળ્યો.
શ્રોતા - પરિણામ ઉપર લક્ષ છે તેથી પરિણામથી ભિન્ન છું તેમ તેને ખ્યાલમાં આવતું નથી. ઉત્તર - જ્યાં સુધી પરિણામ ઉપર લક્ષ રહે છે ત્યાં સુધી પરિણામમાં અહંબુદ્ધિ થઈ જાય છે. પરિણામથી જુદો આત્મા દેખાય તો પરિણામનું લક્ષ છૂટી જાય, અને પરિણામનું જ્ઞાન થાય. જ્યારે પરિણામનું લક્ષ છૂટે છે ત્યારે અનુભવ થાય છે. અનુભવ થયા પછી પરિણામનું જ્ઞાન થાય છે–થવા યોગ્ય થાય છે બસ.
(શ્રોતા) પર્યાયથી એકત્વબુદ્ધિ છૂટે તો તેને થવા યોગ્ય થાય છે તેવું જ્ઞાન થાય છે.
(ઉત્તર) એકત્વ બુદ્ધિ છૂટે ક્યારે? કે-પરિણામમાત્રથી હું ભિન્ન છું. હું અકારકને અવેદક છે. આહા. હા! હું પરિણામનો કર્તા તો નથી પરંતુ હું પરિણામનો જ્ઞાતા પણ નથી. હું તો જ્ઞાયકનો જ્ઞાતા છું.
અજ્ઞાનના બે જ પ્રકાર છે-ત્રીજો પ્રકાર છે જ નહીં. કાં તો જીવ કર્તા બુદ્ધિમાં અટકે છે; કાં તો પરિણામને જાણવામાં રોકાઈ જાય છે–તે પણ કર્તા જ છે. બીજો ભેદ આપણે ન કરીએ તો તે કર્તા જ છે. એ પરિણામનો જાણનાર ક્યાં છે? પરિણામને જાણીને તો કર્તાબુદ્ધિ કરે છે–તો પછી જાણનાર ક્યાં રહ્યો?
જે જ્ઞાન મને જાણે તે જ્ઞાનમાં કર્તા બુદ્ધિ છૂટી જાય છે. જે જ્ઞાન મને જાણે તે વખતે તે જ્ઞાન પરિણામને જાણતું નથી. આહા ! જ્યારે અભેદ થઈને મને જાણે ત્યારે પરિણામને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com