________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬
પ્રવચન નં. ૧૨ આહા...હા! નિમિત્તકર્તાપણું જીવદ્રવ્યના સ્વભાવમાં નથી. અને જીવના જ્ઞાનમાં પણ નિમિત્તપણું નથી. હું જ્ઞાયકભાવ નિમિત્ત નથી એમ, જે જ્ઞાન મને જાણે છે–એ જ્ઞાન પરમાં નિમિત્ત થતું નથી. આહા! ઉલ્ટી દશા થઈ ગઈ–પરયો જ્ઞાનમાં નિમિત્ત થઈ જાય છે. અજ્ઞાનીનો અજ્ઞાન અંશે કર્મના બંધમાં નિમિત્ત થાય છે...પણ અજ્ઞાનીનો જ્ઞાયક ભાવ કદી નિમિત્ત થતો નથી. અને જ્ઞાયકભાવ ઉપર દષ્ટિ ગઈ જ્ઞાનીની તે જ્ઞાનીનો જ્ઞાયકભાવ તથા જ્ઞાયકના લક્ષે થયેલો શુદ્ધોપયોગ પણ કર્મબંધમાં નિમિત્ત નથી.
ત્યારે જીવ-પુદ્ગલ જુદાં-જુદાં હોવાથી બીજી કોઈ વસ્તુ (પદાર્થ) સિદ્ધ થઈ શકતી નથી.” આ બાજુ જીવ દેખાય છે અને સામી બાજુએ પુદ્ગલ દેખાય છે બસ. વચ્ચેના બીજા કોઈભાવ દેખાતાં નથી. “વસ્તુ તો દ્રવ્ય છે અને દ્રવ્યનો નિજભાવ દ્રવ્યની સાથે જ રહે છે.” પરમપરિણામિક ભાવ તે વસ્તુ છે. નવ તત્ત્વોને અવસ્તુ કહી. નવ તત્ત્વો-વિશેષ કાર્યોને
જ્યારે અવસ્તુ કહીએ ત્યારે સામાન્ય શુદ્ધાત્માને વસ્તુ કહેવાય. વસ્તુ તો દ્રવ્ય છે અને દ્રવ્યનો નિજભાવ એટલે પરમપરિણામિકભાવ, દ્રવ્યની સાથે એટલે આત્માના સ્વભાવની સાથે જ રહે છે. દ્રવ્ય સ્વભાવનો કોઈ દિવસ અભાવ ન થાય.
તથા નિમિત્ત-નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે. લ્યો! સ્વભાવનો અભાવ ન થાય. નિમિત્ત-નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે. “માટે શુદ્ધનયથી જીવને જાણવાથી જ સમ્યક્રદર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદાં જુદાં નવ પદાર્થોને જાણે, અને શુદ્ધનયથી આત્માને જાણે નહીં ત્યાં સુધી પર્યાયબુદ્ધિ છે.”
આ ભાવાર્થ બહુ સારો છે. નિમિત્ત-નૈમિત્તિકપણું મટી ગયું એટલે દષ્ટિમાંથી છૂટી ગયું. પરપદાર્થના પરિણમનમાં જીવ નિમિત્ત નથી. જ્ઞાયકભાવ નિમિત્ત નથી એટલે હું નિમિત્ત નથીએમ જ્યાં દષ્ટિ થઈ ત્યાં આત્માનો અનુભવ થાય છે. હવે જે અનુભવ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ તે પણ નિમિત્ત થતી નથી ઉછું તેના જ્ઞાનમાં સામેના પદાર્થો જ્ઞયરૂપ નિમિત્ત થાય છે.
- સાધકને અજ્ઞાની ટળી ગયું છે, જ્ઞાન પ્રગટ થયું છે. તેથી તેના જ્ઞાનમાં કર્મો અને રાગાદિભાવો શેયપણે નિમિત્ત થાય છે. પણ આ જ્ઞાયક આશ્રિત જે નિર્મળ જ્ઞાનનું પરિણમન થયું તે પણ નિમિત્ત થતું નથી. નિમિત્ત કર્તા કદાચિત્ અજ્ઞાન હતું, તે અજ્ઞાન ટળી ગયું અને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છૂટી ગયો. હવે જ્ઞાતા-જ્ઞયનો નવો સંબંધ પ્રગટ થયો.
પ્રશ્ન - નિમિત્ત-નૈમિત્તિક ભાવ મટી ગયો એટલે એની દષ્ટિ છૂટી ગઈ?
ઉત્તર - દષ્ટિમાંથી નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો અભાવ થઈ ગયો. હવે અસ્થિરતારૂપ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ રહ્યો તો રહ્યો! તેનો તે સ્વામી નથી. તેની જાણનાર છે. પરિણામમાં પર નિમિત્ત થાય છે. પરમાં પર નિમિત્ત થાય છે (પરિણામ પણ પર છે.) તેમાં અજીવ નિમિત્ત થાય છે. પરભાવમાં જૂનાંકર્મો નિમિત્ત થાય છે-હું નિમિત્ત થતો નથી. મારામાં તે નિમિત્ત થતા નથી. પરિણામ થાય છે–તેને હું નિમિત્ત થતો નથી. અને તે મને નિમિત્ત થતા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com