________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૩૫ જાણવાનું સર્વથા બંધ કરીને..એનાથી ભિન્ન સામાન્ય ચિન્માત્રને અંતરમુખ થઈ અનુભવતાં સમ્યકદર્શન થાય છે. આહા! એક જીવ પ્રગટ પ્રકાશમાન થઈ રહ્યો છે.
“તે સિવાય જુદાં જુદાં નવ તત્ત્વો કાંઈ દેખાતાં નથી.” અભેદની દૃષ્ટિમાં બિલકુલ નવના ભેદો દેખાતા નથી. ઘણાં વર્ષો પહેલાની વાત છે–ગુરુદેવ સવારે જંગલ જતા હતા ત્યારે રસ્તામાં કહ્યું “અભેદમાં ભેદ દેખાતો નથી,” તે આ વાત છે. અભેદની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી અને ભેદની દ્રષ્ટિમાં અભેદ દેખાતો નથી. ભેદનો આશ્રય કરે તો-અભેદ દેખાતો નથી, અને અભેદનો આશ્રય કરે તો ભેદ દેખાતો નથી.
આહાહા ! નવ તત્ત્વો દેખાતા નથી, કેમકે એકમાં નવનો અભાવ છે. આ અતિનાસિત અનેકાંત છે. આ નવિભાગની યુક્તિ છે-કે સામાન્યમાં વિશેષની નાસ્તિ છે. ત્રણેકાળ વિશેષનો અભાવ છે.
આ રીતે જીવતત્ત્વનું જાણપણું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહાર દષ્ટિ છે.” આ રીતે એટલે ઉપર કહ્યું તે રીતે...નવ તત્ત્વમાંથી એક શુદ્ધાત્માને જાણે નહીં ત્યાં સુધી... વ્યવહાર દષ્ટિ છે. વ્યવહારદષ્ટિ એટલે પર્યાયદષ્ટિ છે. પર્યાયદષ્ટિ છે એટલે મિથ્યાદષ્ટિ છે.
જુદાં જુદાં નવ તત્ત્વોને માને છે. જીવ પુગલના બંધ પર્યાયરૂપ દષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે;” શબ્દ છે “નવ તત્ત્વોને માને છે' , નવ તત્ત્વોને જાણે છે નહીં. આત્મા આવો પણ છે અને આત્મા આવો પણ છે..આત્મા આવો પણ છે, તેમ આત્માને એકરૂપ માને છે.
પણ જ્યારે શુદ્ધનયથી જીવ-પુગલનું નિજ સ્વરૂપ જુદું-જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય, પાપ આદિ સાત તત્ત્વો કાંઈ પણ વસ્તુ નથી;” શુદ્ધનયથી જીવ-પુદ્ગલનું નિજ સ્વરૂપ એટલે બન્નેના સામાન્યને જોવામાં આવે ત્યારે. એ સામાન્યની દૃષ્ટિમાં નવ તત્ત્વ છે જ નહીં ને!! તેથી તે અવસ્તુ છે એટલે વસ્તુ નથી; વસ્તુ તો એક જ્ઞાયકભાવ છે. ટંકોત્કીર્ણ પરમાત્મા ઉપર દૃષ્ટિ પડતાં-આ જે નવ ભેદો છે તે અવસ્તુ છે–વસ્તુ નથી.
“નિમિત્ત-નૈમિત્તિક ભાવથી થયાં હતાં તે” , નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી તે દેખાતાં હતાં, હવે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છોડીને એકલા જ્ઞાનાનંદ પરમાત્માની જ્યાં દષ્ટિ થઈ ત્યાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ દેખાતો નથી. કારણ કે આત્મામાં નથી.
તે નિમિત્ત-નૈમિત્તિકભાવ જ્યારે મટી ગયો”, એટલે દષ્ટિમાંથી નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છૂટી ગયો, પર્યાયમાં નિમિત્ત-નૈમિત્તિક ભલે રહી જાય...પણ, દષ્ટિના વિષયમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છૂટી જાય છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હંમેશાં પર્યાયની સાથે હોય છે દ્રવ્યની સાથે ન હોય. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ અજીવની પર્યાય અને જીવની પર્યાય વચ્ચે હોય છે. જીવ દ્રવ્યની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ન હોય. અર્થાત્ જીવના સ્વભાવને પર પદાર્થ નિમિત્ત થતું નથી અને જીવનો સ્વભાવ પરને નિમિત્ત થતો નથી. જ્ઞાયકભાવમાં નિમિત્તપણાનો ત્રિકાળ અભાવ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com