________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪
પ્રવચન નં. ૧૨
કહેવાય. પરિણામને ઉપાદાન પણ કહેવાય અને નૈમિત્તિક પણ કહેવાય.
હવે પર્યાયને તમે નિમિત્તની અપેક્ષાથી કહો તો નૈમિત્તિક છે. નિમિત્તથી નિરપેક્ષ જુઓ તો ક્ષણિક ઉપાદાન છે, તે ત્રિકાળી ઉપાદાનથી ભિન્ન છે. અને નૈમિત્તિકભાવ પણ ત્રિકાળી ઉપાદાનથી ભિન્ન છે. કેમકે આ નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. એટલે કે નવ તત્ત્વોને ન જોતાં, નવને જાણવાનું બંધ થાય છે ત્યારે, પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ થાય છે–ત્યારે એક જીવ જ પ્રકાશમાન છે. એ...સામાન્ય ચિન્માત્ર ભગવાન આત્મા જ દષ્ટિમાં આવે છે-અનુભવમાં આવે છે. આ જુદાં-જુદાં નવ તત્ત્વો દષ્ટિમાં દેખાતાં નથી. તે અવિદ્યમાન છે.
એમ તે, એકપણે પ્રકાશતો, શુદ્ધનયપણે અનુભવાય છે.” “એમ તે” એટલે શુદ્ધાત્માને એકપણે પ્રકાશતો અને નવપણે નહીં પ્રકાશતો. “શુદ્ધનયપણે અનુભવાય છે' એટલે શુદ્ધનયનો વિષયભૂત જે શુદ્ધાત્મા છે તે હું એક છું–તેમ અંતરદૃષ્ટિથી અનુભવમાં આવે છે.
“અને જે આ અનુભૂતિ તે આત્મખ્યાતિ (આત્માની ઓળખાણ ) જ છે”, એટલે કે-આત્મખ્યાતિ તે સમ્યકદર્શન જ છે. અનુભૂતિ તે આત્મખ્યાતિ છે. “ને આત્મખ્યાતિ તે સમ્યક્રદર્શન જ છે. આ રીતે સર્વ કથન નિર્દોષ છે-બાધા રહિત છે.”
નવ તત્ત્વમાંથી એકને જુદો તારવી લે. શુદ્ધાત્માને ઓળખી લે! નવ તત્ત્વથી ભિન્ન છે તેવા જ્ઞાયકની શ્રદ્ધા, નવ તત્ત્વથી ભિન્ન છે તેવા શાયકનું જ્ઞાન, અને નવ તત્ત્વથી ભિન્ન જ્ઞાયકની એકાગ્રતા તે ચારિત્ર એ જ મોક્ષમાર્ગની દશા છે. ત્યારે આવી દશા એકને આશ્રય પ્રગટ થાય છે. અને નવનું લક્ષ છોડે છે. હવે નિજભાવને છોડે નહીં અને પરભાવને ગ્રહે નહીં. ક્ષણિક ઉપાદાનને તે ગ્રહતો નથી. નિમિત્ત સાપેક્ષથી જુઓ તો નૈમિત્તિકરૂપ નવના ભેદો તેને એક સમયમાત્ર ગ્રહણ કરતો નથી.
પરભાવને ગ્રહણ ક્યારે કરે? કે પોતાના અસ્મલિત સ્વભાવને છોડ તો ગ્રહણ કરે ને?! પણ સ્વભાવ તો છૂટતો નથી તેથી નૈમિત્તિકભાવનું ગ્રહણ એક સમયમાત્ર પણ કરતો નથી. નૈમિત્તિક ભાવ તે આત્મા છે તેમ શ્રદ્ધા જ્ઞાનમાં આવતું નથી. હવે એક શુદ્ધાત્મા જ શ્રદ્ધા જ્ઞાનમાં બિરાજમાન છે.
ભાવાર્થ- “આ નવ તત્ત્વોમાં” આ નવ તત્ત્વોની મધ્યમાં રહેલો આત્મા છે. આ નવ તત્ત્વોમાં “શુદ્ધનયથી જોઈએ તો ” –જોતાં, એટલે નવને ન જોતાં એક અંતરમુખ સામાન્ય સ્વભાવને જોઈએ તો વિશેષને ન જોઈએ તો-નવ પ્રકારના વિકાર-વિશેષભાવ તેને ન જોઈએ તો! “જીવ જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે.” સામાન્ય ચિત્માત્ર પરમાત્મા–શુદ્ધાત્મા જ દેખાય છે.
આહા..હા! અંતરદૃષ્ટિથી જોનારને નિર્વિકલ્પ ધ્યાનમાં નવના ભેદો બિલકુલ દેખાતા નથી. નવના ભેદો દેખાય છે ત્યાં સુધી આત્માનો અનુભવ થતો નથી. અનુભવ થતો નથી માટે સમ્યકદર્શન થતું નથી. નવના ભેદોને દષ્ટિમાંથી–લક્ષમાંથી છોડીને, એટલે કે એને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com