________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૩૩
પ્રવચન નં - ૧૨
તા. ૪-૧૨-૮૯ શ્રી સમયસાર ગાથા તેરની ટીકા ચાલે છે. ભૂતાર્થનયથી નવને જાણતાં સમ્યક્રદર્શન થાય છે-એ નિયમની ગાથા છે.
“જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને”, જે સામાન્ય એકરૂપ ત્રિકાળી સ્વભાવ છે તેને પરિણતિ છોડી દે છે–ત્યારે નવ તત્ત્વના ભેદો ઉત્પન્ન થાય છે. “પોતે અને પર જેમનાં કારણ છે એવાં એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતા ભૂતાર્થ છે.” પોતે એટલે જીવના વિકારો-વિશેષ કાર્યો, અને પર એટલે વિકારનો હેતુ અજીવ-જેમનાં કારણ છે. પોતે પોતાનું ઉપાદાન કારણ છે અને પર એટલે અજીવ તેનું નિમિત્ત કારણ છે.
અને સર્વ કાળે અસ્મલિત” ત્રણેકાળ અસ્મલિત છે. આત્મા પોતાના નિજભાવને છોડે નહીં અને નૈમિત્તિકભાવમાં નિમિત્ત પણ ન થાય, અને ઉપાદાન કારણ પણ ન થાય. એવાં નૈમિત્તિક ભાવને બિલકુલ ગ્રહણ કરતો નથી. કેમકે એ પોતાના સ્વભાવને છોડે તો તેને ગ્રહણ કરે, પણ પોતાના સ્વભાવનો કોઈપણ કાળે ત્યાગ કરતો નથી. સ્વભાવના ત્યાગ વિના નૈમિત્તિકનું ગ્રહણ થઈ શકતું જ નથી. પરમ પારિણામિક શુદ્ધ ચેતનાસ્વભાવ જે છે એને એક-સમયમાત્ર પણ તે છોડતો નથી, માટે નૈમિત્તિક ભાવને ગ્રહણ કરતો નથી. એટલે કે તેનું ઉપાદાન કારણ કે નિમિત્ત કારણ ભગવાન આત્મા થતો નથી.
“સર્વ કાળે અસ્મલિત” કોઈપણ કાળે આત્મા પોતાના નિજ ભાવને છોડતો નથી. એવાં એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપે જઈને અનુભવ કરતાં એટલે પર્યાયનું લક્ષ છોડીને, પર્યાયને જાણવાનું બંધ કરીને, આત્માને જોતાં ભગવાન આત્મા પરિણામ માત્રથી તદ્દન ભિન્ન છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી તદ્દન ભિન્ન છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ આત્માના
સ્વભાવને લાગુ પડતો નથી. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જીવનાં વિશેષ કાર્યોમાં હોય છે. જીવમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ત્રણકાળમાં એક સમયમાત્ર પણ હોતો નથી. કેમકે તે પોતાના સ્વભાવને છોડતો નથી અને પરિણામને ગ્રહતો નથી માટે.
સર્વકાળે અસ્મલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપે એટલે પરમપરિણામિક સ્વભાવભાવ નિષ્ક્રિય પરમાત્મા તેની નજદીક જઈને-અંતર્મુખ થઈને અનુભવ કરવામાં આવતાં તેઓ અભૂતાર્થ અને અસત્યાર્થ છે. તેઓ એટલે નવ તત્ત્વોના નૈમિત્તિક ભેદોઆત્માના સ્વભાવમાં દેખાતા નથી અભેદમાં ભેદ દેખાતો નથી. માટે ભેદને અભૂતાર્થઅસત્યાર્થને અવિદ્યમાન જ કહેવો જોઈએ.
તેથી આ નવે તત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે” હવે ટોટલ મારે છે. તેથી આ નવ તત્ત્વોમાં એટલે નવે પર્યાયોમાં એટલે ક્ષણિક ઉપાદાનમાં-કે જેને નિમિત્ત સાપેક્ષથી નૈમિત્તિક કહેવામાં આવે છે અને ઉપાદાનની અપેક્ષાએ ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે છે. તેને ક્ષણિક ઉપાદાન પણ કહેવાય અને નિમિત્તની સાપેક્ષતાથી નૈમિત્તિક પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com