________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર
પ્રવચન નં. ૧૧ પર્યાય વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક છે.
અહીં તો નવ તત્ત્વની સાથે દ્રવ્યનો કર્તાકર્મ સંબંધ ઉડાડ્યો. જ્ઞાયકભાવ દ્રવ્ય તો નવ તત્ત્વથી ભિન્ન છે. શુદ્ધનયથી જોઈએ તો એક શુદ્ધાત્મા જ પ્રકાશમાન દેખાય છે, પર્યાય કંઈ દેખાતી નથી. દ્રવ્ય પર્યાયની વચ્ચે કર્તાકર્મ નથી તો કર્તાકર્મ કોની સાથે રાખ્યું !? પર્યાયનું કર્તા કર્મ પર્યાયમાં છે. અહીંયા દ્રવ્યને અકર્તા રાખ્યું. અહીંયા દ્રવ્યને અકર્તા કહો ત્યારે જ શુદ્ધનયનો વિષય સિદ્ધ થાય છે બેન! દ્રવ્યને પર્યાયનો કર્તા કહેશો, દ્રવ્ય-પર્યાય વચ્ચે વ્યાયવ્યાપક કહેશો તો શુદ્ધનયનો વિષય સિદ્ધ નહીં થાય.
ભૂતાર્થનયથી જીવને જાણવો. ભૂતાર્થનયથી જીવને જાણે ત્યારે પર્યાયનો અકર્તા જાણવો. ત્યારે જ ભૂતાર્થનયથી જીવ જાણ્યો કહેવાય. એટલે અહીં પર્યાયનો ઉપાદાન કર્તા એ નથી અને નિમિત્તકર્તાએ નથી. બે વાત કરી. પર્યાયમાં નિમિત્ત થતો નથી તો પછી કર્તા કેવી રીતે થાય? તો પર્યાયનો કર્તા પર્યાય છે અને નિમિત્ત કર્તા અજીવ છે. આમાં ભાવો બ્રહ્માંડનાં ભર્યા છે. એક લીટીમાં તો કલાક ચાલ્યો જાય.
અહીં પર્યાયોને સ્થાપે છે અને હમણાં પર્યાયોને ઉથાપી દેશે. એક દ્રવ્યના પર્યાયોપણે જોવામાં આવે તો ભૂતાર્થ-સત્યાર્થ છે.
અને સર્વ કાળે અસ્મલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપે જઈને અનુભવ કરવામાં આવતાં તેઓ અભૂતાર્થ છે.” નવ તત્ત્વથી આત્મા ભિન્ન છે. તે જ વાત ખરી છે. ખરી વાત એટલી જ છે કે નવ તત્ત્વથી ભિન્ન જ્ઞાયકભાવ તેનું શ્રદ્ધાન, જ્ઞાન ને આચરણ કર બસ, જુઓ પર્યાયનું જ્ઞાન કરાવ્યું પણ તે છોડવા માટે કરાવ્યું. પર્યાયનું જ્ઞાન કેવું કરાવ્યું કે-પર્યાય મારાથી ભિન્ન છે એવું.
જે સર્વ કાળે અસ્મલિત છે, જેમાં કદી સ્કૂલના થતી નથી. એ...પારિણામિકભાવ કદી છૂટતો નથી. કોઈ કાળે દ્રવ્યથી જુદો ન પડે. ત્રણે કાળ અસ્મલિત છે. કોઈ કાળે સ્કૂલના ન થાય. એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતાં તેઓ એટલે નવા તત્ત્વો અભૂતાર્થ છે. આત્માના નિજ સ્વભાવમાં તેઓ નથી. તેથી આ નવેય તત્ત્વમાં ભૂતાર્થનાથી એક જીવ જ પ્રકાશમાન છે.
ઉપર આવ્યું હતું ને કે-નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. અહીં નવ તત્ત્વોમાં બહુવચનમાં, નવમાં નવ જીવ નથી. નવમાં એક જ જીવ પ્રકાશમાન છે. નવમાં એક જીવ જુદો છે. કેમકે “એકપણે પ્રકાશતો, શુદ્ધનયપણે અનુભવાય છે.”
આમ સ્પષ્ટ જુદુ જુદુ કરીને, લીટીએ..લીટીમાં થોભી, શબ્દોમાં થોભી વાંચતો જાય, વિચાર કરતો જાય...અંદર ઉતરતો જાય..રસપીતો જાય અને પછી આગળ વધે તો આમ બધું સ્પષ્ટ છે. જરાક ધ્યાન દઈને સ્વાધ્યાય કરે તો કોઈને પૂછવું ન પડે એવું આમાં લખ્યું છે. છતાં પણ ક્યાંય એવું લાગે તો-ગુરુદેવના પ્રવચનો છે, તે વાંચી લેવા, જેથી વધારે સ્પષ્ટ થઈ જાય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com