________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૧
આત્મજ્યોતિ પરસ્પર માત્ર નિમિત્ત-નૈમિત્તિકપણું છે. તો પણ પરસ્પર કર્તાકર્મ ભાવ નથી.” બે વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવ્યો, પણ આનો આ કર્તા છે અને આનો આ કર્તા છે તેમ કર્તાકર્મ સંબંધ નથી. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પરસ્પર અકર્તાપણું બતાવે છે. આહાહા! જીવના પરિણામને અજીવ કરે અને અજીવના પરિણામને જીવ કરે-તેમ કર્તાકર્મ સંબંધ નથી. તો તો બે દ્રવ્યોની એકતા થઈ જાય.
બે દ્રવ્ય જુદા રહી જાય અને પર્યાય સ્વતંત્ર થયા કરે બસ. પર્યાયનું કારણ પર્યાય અને પર્યાયનું નિમિત્ત કારણ અજીવ બસ. આ ૮૦ નંબરની ગાથા બહુ સરસ છે. બેય વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, કર્તાકર્મ સંબંધ નથી. નહીંતર તો ઈલેક્ટ્રીકથી પંખો ચાલે છે તેમાં બે દ્રવ્યોની ભિન્નતા ક્યાં રહી એકતા થઈ ગઈ તો બે દ્રવ્યો પૃથક ક્યાં રહ્યાં?!
કુંભારથી ઘડો ન થાય. કુંભાર અને ઘડા વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે પણ કર્તાકર્મ સંબંધ નથી. નિમિત્ત-નૈમિત્તિકને કર્તાકર્મ માન્યું તે ભૂલ થઈ ગઈ. આ ભૂલ થવાનું કારણ છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ દેખીને કર્તાકર્મની ભ્રાંતિ થઈ ગઈ કે-અગ્નિથી પાણી ઊનું થયું. પાણીની પર્યાયની ઉષ્ણ થવાની તે વખતની લાયકાત હતી, અગ્નિ તો તેમાં નિમિત્ત હતી. તેને એમ દેખાણું કે-અગ્નિથી પાણી ઉષ્ણ થાય છે-અગ્નિ ન હોય તો પાણી ઊનું ન થાય. તો તેને બે દ્રવ્યની એકતા થઈ ગઈ. જ્યારે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બે દ્રવ્યની ભિન્નતા બતાવે છે. બે દ્રવ્યની ભિન્નતા અને પર્યાયની સ્વતંત્રતા બતાવે છે.
બે દ્રવ્યની ભિન્નતા અને પર્યાયની સ્વતંત્રતા તેનું નામ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તો બે દ્રવ્ય ભિન્ન છે. પર્યાય સત્ છે તે કોઈ કોઈના કારણે નથી.
આને કારણે આ અને આને કારણે આ તો નિમિત્ત-નૈમિત્તિક રહેતું નથી. તો તો કર્તાકર્મ થઈ જાય તો બે દ્રવ્યની એકતા થઈ જાય. એમ તો કોઈ કાળે થતું નથી. નિમિત્તનૈમિત્તિક સંબંધ તો એક સમયનો છે, તે તો છૂટી જાય છે.
સમયસાર તો સમયસાર છે. તેરમી ગાથા જ્યારે લઈએ ત્યારે અલૌકિક અલૌકિક જ આવે. આ શાસ્ત્રનો અને જ્ઞાનનો બન્નેનો અતિશય છે. જ્ઞાન પણ વધારે સ્પષ્ટ થતું જાય છે.
(શ્રોતા – આપે એક વખત કહ્યું હતું કે એમ ન માનશો કે તેરમી ગાથા તો સાંભળી છે. કાળ ફરી ગયો છે, અને કહેનારની પરિણતી પણ ફરી ગઈ છે.)
ઉત્તર - હા, મેં દેવલાલીમાં કહ્યું હતું. આ મેં સાંભળ્યું છે તેવો ભાવ રાખીને સાંભળીશમાં, જો એમ માનીને સાંભળીશ તો આ ગાથામાંથી નવો ભાવ તને નહીં આવે. મેં સાંભળ્યું જ નથી, મેં સ્વાધ્યાય કર્યો જ નથી આ તો પહેલા-વહેલા સાંભળું છું એમ રાખવું.
શ્રોતા – હા, અત્યારે પણ એવું જ લાગે છે. આ તો એકદમ અલૌકિક વાત આવી.
બે દ્રવ્યની ભિન્નતા અને પર્યાયની સ્વતંત્રતા એનું નામ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. બે દ્રવ્યની વચ્ચે કર્તાકર્મ નથી. અને દ્રવ્ય-પર્યાય વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક નથી. બે દ્રવ્યની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com