________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૩૦
પ્રવચન નં. ૧૧
–એટલે અજીવના પરિણામ કહે છે. કહે છે-જે નામ જીવના પરિણામનું છે તેજ નામ અજીવના પરિણામનું છે. બન્ને સરખા જ હોય, બન્ને એક નામી જ હોય બે નામી ન હોય. જેવું નૈમિત્તિકનું નામ છે તેવું જ નિમિત્તનું નામ છે. તેમાં ક્યાંય શાયકનું નામ તો આવે જ નહીં.
પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ વિકાર હેતુઓ કેવળ અજીવ છે.” ઉ૫૨ એમ હતું કે-વિકારનો હેતુ, જ્યારે અહીંયા વિકાર હેતુઓ કહ્યું. કોઈ એમ કહે કે-નિમિત્ત કારણ બે છે. એક જીવપણ નિમિત્ત કારણ અને એક અજીવ પણ નિમિત્ત કારણ !? તો કહે–ના, નિમિત્ત કારણ બે ન હોય. નિમિત્ત કારણ એક જ હોય. એક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. નિમિત્તકા૨ણ કેવળ અજીવ છે અને જીવ તેમાં કારણ નથી. ‘ કેવળ ’ શબ્દ મૂકીને; નવ તત્ત્વ ઉપાદાન અને તેનું નિમિત્ત કા૨ણ કેવળ અજીવ જ છે. જીવ પણ નિમિત્ત કારણ અને અજીવ પણ નિમિત્ત કારણ તેમ નથી. જીવના નિમિત્ત કારણનો નિષેધ કરવા ‘કેવળ ' શબ્દ મૂક્યો. ધ્યાન રાખજે, પરિણામનો હેતુ કેવળ અજીવ જ છે-જીવ નથી. નિમિત્ત કારણ એક જ રાખ્યું. વિકારનો હેતુ કેવળ અજીવ છે. ફક્ત અજીવ માત્ર જ નિમિત્ત છે–જીવ નહીં.
66
66
આવાં આ નવ તત્ત્વો, જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને ૫૨ જેમનાં કા૨ણ છે એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતાં ભૂતાર્થ છે.” સામાન્ય સ્વભાવને છોડીને, પારિણામિક સ્વભાવને છોડીને, પોતે એટલે જીવની પર્યાય અને ૫૨ એટલે અજીવની પર્યાય જેમનાં કારણ છે. પોતે એટલે જીવનાં પરિણામ, અને ૫૨ એટલે અજીવના પરિણામ, એ જેમનાં કારણ છે-એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતાં ભૃતાર્થ છે. જીવના પરિણામ જીવના છે અને અજીવના પરિણામ અજીવના છે. એમાં એક દ્રવ્યના પર્યાયોપણે (જીવ દ્રવ્યના પર્યાયો અને અજીવદ્રવ્યના પર્યાયોપણે.)
અહીંયા જીવના પરિણામ પુણ્ય, પાપ, આસ્રવ, સંવ, નિર્જરા, બંધ, મોક્ષ. ત્યાં પુદ્દગલમાં–અજીવના પરિણામો પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ મોક્ષ. તે બે દ્રવ્યના પરિણામ છે. બન્ને સ્વતંત્રપણે જુદા-જુદા છે. એક નિમિત્ત છે બીજું નૈમિત્તિક છે. બે દ્રવ્યના પરિણામો અલગ અલગ છે. જુઓ! તો જ નિમિત્ત-નૈમિત્તિક સિદ્ધ થાય. બન્નેનો ખીચડો કરે તો તો એક થઈ જાય. એક દ્રવ્યના પર્યાયોપણે તે બુવચન છે.
તેઓ એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતાં એટલે જ્ઞાન કરવામાં આવતાં–અહીંવેદન નહીં. જ્ઞાન કરવામાં આવતાં તેઓ ભૂતાર્થ છે. આ જીવના પરિણામ છે અને પેલા પુદ્દગલના પરિણામ છે. પોતે અને ૫૨ જેમના કા૨ણ છે, આખો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ લીધો. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પણ સ્વતંત્ર છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પણ પરસ્પર અકર્તાપણું બતાવે છે.
સમયસાર-ગાથા-૮૦ જુઓ! નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પરાધીનતા બતાવતું નથી. બે વચ્ચે કર્તાકર્મ સંબંધ બતાવતું નથી. “જો કે જીવના પરિણામને અને પુદ્દગલના પરિણામને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com