________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૧૨૯ અને ભદ્રબાહુ સ્વામીની ભૂમિ છે.
વળી પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ –એ જેમનાં લક્ષણ છે એવા તે કેવળ જીવના વિકારો છે.” કેવળ (Only) ઓનલી-ફક્ત-માત્ર તે જીવના પરિણામો છે તે અજીવના પરિણામ નથી. જેને દષ્ટિ અપેક્ષાએ પુદગલના પરિણામ કહે છે તેને જ્ઞાન અપેક્ષાએ જીવના પરિણામ કહે છે. છતાં તે પરિણામથી જ્ઞાયક ભિન્ન છે. તે ધ્યાન રાખવાનું છે.
તેને જીવના પરિણામ કહો પણ તે જીવ નથી. જીવનું વિશેષ કાર્ય છે તે જીવ નથી. જીવના વિકારો થાય ત્યારે જીવ તેનાથી જુદો જ રહે છે. એવા તો કેવળ જીવના વિકારો છે. કેમકે ક્ષણિક ઉપાદાન સિદ્ધ કરવું છે. (નવ તત્ત્વો) પુદ્ગલના પરિણામ નથી-જીવના પરિણામ છે, છતાં જીવ તેનાથી જુદો છે. એ પરિણામો જીવના કારણે થતાં નથી.
આમાં તો વિશાળ દૃષ્ટિથી અધ્યયન કરતાં દોષ ન લાગે. કોઈ પક્ષમાં ચડી જાય.... પુદ્ગલનાં પરિણામ, પુદ્ગલનાં પરિણામ. અહીંયા ચોખ્ખો પાઠ છે કે-“એવા તો કેવળ જીવના વિકારો છે.” એટલે પુદગલના વિકારો નથી. મારું વજન અત્યારે આ વાત ઉપર છે કે-તે સામાન્યનું વિશેષ છે, પુદ્ગલનું વિશેષ નથી પુદ્ગલ નિમિત્ત છે છતાં તે પુગલનું વિશેષ નથી. આ તો પક્ષપાત છોડીને જે ગાથામાં જે રીતે જે ભાવ હોય તે રીતે અધ્યયન કરવાની મજા આવે છે.
જીવના પરિણામમાં અન્ય (બીજો) નિમિત્ત હોય. અને તે જો પુદ્ગલના પરિણામ હોય તો પુદ્ગલ નિમિત્ત ન હોય. જો તેને પુદ્ગલનાં પરિણામ કહો તો-પુગલ ઉપાદાન થઈ ગયું, નિમિત્ત ક્યાં રહ્યું? એવું સ્વરૂપ નથી. કેવળ જીવના વિકારો પાઠ છે ને?! તે પુદ્ગલના પરિણામ નથી. પુદ્ગલ તો નિમિત્ત કારણ છે. પુદ્ગલ ઉપાદાન કારણ નથી.
આહાહા! સ્પર્શ, રસ, ગંધ, વર્ણનું ઉપાદાન કારણ પુદ્ગલ છે. નવ તત્ત્વનું ક્ષણિક ઉપાદાન કારણ તસમયની યોગ્યતા છે. નિમિત્ત કારણ અજીવ છે ત્યારે નિમિત્ત-નૈમિત્તિક બને. બે દ્રવ્યના પરિણામ વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. આચાર્ય ભગવાને ચોખ્ખું લખ્યું છે. એક ક્ષણિક ઉપાદાન અને એક ત્રિકાળી ઉપાદાન. ત્રિકાળી ઉપાદાનને જુદું રાખ્યું છે, અને ક્ષણિક ઉપાદાનનું અને નિમિત્તનું જ્ઞાન કરાવે છે. તે કેવળ જીવના વિકારો છે–ભેળસેળ કરીશ માં. તે પુગલના પરિણામ નથી. આહા..હા! વિશેષ કાર્યોમાં પુણ્ય, પાપ, આસ્રવ, બંધ પણ આવી ગયા, તો તેનું શું કરવું? તો કહે છે-તે જીવના વિભાવ પરિણામ છે; તે પુદ્ગલના પરિણામ નથી. તે જીવ નથી પણ જીવના પરિણામ છે-તેનો હેતુ અજીવ છે અને જીવ તેનાથી જુદો છે. જીવ સ્વાધીન રહ્યો, પરિણામને સ્વાધીન રાખ્યાં, અને નિમિત્તનું જ્ઞાન કરાવી દીધું.
પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ જેમનાં લક્ષણ છે એવા તો કેવળ જીવના વિશેષ કાર્યો છે. આને તો જીવના પરિણામ કહ્યાં, પણ હવે હેતુ બતાવે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com