________________
૧૧૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૧૦ સ્વીકાર છે. કારણ કે હુજુ મોક્ષ નથી થયો ને!! થોડો પર્યાયમાં અટકે છે એટલે પર્યાયમાં અટકે છે. રાગ થાય છે તેનું નામ ભાવબંધ છે. ભાવબંધનું કારણ જૂનાં કર્મ છે. ભાવબંધથી હવે નવું કર્મ બંધાતું નથી.
ભાવબંધ પણ નિર્જરા માટે છે-રાગ નિર્જરવા માટે આવે છે. રાગ જવા માટે આવે છે. રાગ હવે કરજ (કર્જ) કરવા માટે આવતો નથી. રાગ થયો તેમાં જૂનાં કર્મનો ઉદય નિમિત્ત છે. ભાવ આસ્રવ તે આગંતુકભાવ છે અને આસવમાં અટકવું તે ભાવબંધ છે. પણ હવે તેને એકતાબુદ્ધિનો બંધ નથી. અસ્થિરતાનો બંધ છે. બંધ થયો તો છે-તે બંધ તત્ત્વ છે. હું તેનો કરનાર નથી હું તો જાણનાર છું. પર્યાયની યોગ્યતાથી બંધ થવા યોગ્ય થાય છે. હવે તે જ્ઞાતા થઈ ગયો-નાટકને જુએ છે. બંધને કરતો તો નથી પણ તેનું કારણ નથી તેથી નિર્જરી જાય છે. સમયસાર ૩૨૦ ગાથા સંવર, નિર્જરા, બંધ, મોક્ષને કેવળ જાણે છે. જાણતો થકો નિર્ભર છે. જાણે છે માટે નિર્જરે છે. તેનો સ્વામી નથી કારણકે-એકતાબુદ્ધિ તૂટી ગઈ છે. હવે તેને અસ્થિરતાનો (અલ્પ ) ભાવબંધ છે.
“અને મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર એ બને મોક્ષ છે;” મોક્ષ થવા યોગ્ય થાય છે. આત્મા મોક્ષનોય કરનાર નથી. મને ઉતાવળ નથી કે ક્યારે મારો મોક્ષ થશે. મોક્ષ થવા યોગ્ય થાય છે પછી મોક્ષ ક્યારે થશે તેવી જ્ઞાનીને અભિલાષા નથી. કેમકે મારો મોક્ષ થતો જ નથી, હું તો મોક્ષ સ્વરૂપ છું.” પર્યાયમાં મોક્ષ થવા કાળે થશે તેનો સમય ફરશે નહીં. જો સમય ફરે તો હું ઉતાવળ કરું ને !? મારા પુરુષાર્થથી મોક્ષ નજીક આવતો હોય તો હું ઉતાવળ કરું ને?! પુરુષાર્થ જાણવામાં છે-કરવામાં નથી.
આહા! શ્રીમદ્જીએ વાંદરાને કહ્યું ને!? ઉતાવળ કરીશ નહીં, તારે હુજુ મોક્ષ થવાને વાર છે. દિવ્યધ્વનિમાં આવ્યું ને કે મરિચિનો જીવ છે તે મહાવીરની ભૂમિકામાં આવશે ત્યારે મોક્ષ થશે. હવે (મહાવીરના જીવે) આ જાણ્યું પછી ઉતાવળ શું કરે ચોવીસમાં તીર્થકર. પર્યાયને વધારવાનો, ઘટાડવાનો, પૂર્ણ કરવાનો, ફેરવવાનો આત્માનો અધિકાર જ નથી. આત્મા તો જ્ઞાન સ્વરૂપ જ છે. તેથી તે માત્ર જાણે જ-કંઈ કરે નહીં. માત્ર જાણવાનો જ સ્વભાવ છે.
જેમ ચક્ષુ માત્ર દેખે તેમ જ્ઞાન માત્ર જાણે કે આ થવા યોગ્ય થાય છે બસ. જેનો મોક્ષ થવાનો કાળ આવે છે તેને-અકર્તાની દૃષ્ટિ પ્રગટ થઈ જાય છે. તેને દ્રવ્ય સ્વભાવની જ દૃષ્ટિ પ્રગટ થઈ જાય છે. હું તો અકર્તા છું. હું પર્યાયના મોક્ષનો કરવાવાળો નથી. કાળેય નહીં ફરે, ભાવેય નહીં ફરે અને નિમિત્તે નહીં ફરે. જે દ્રવ્ય, જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે, જે નિમિત્તથી, જે ગામમાં, જ્યાંથી મોક્ષ થવાનો હશે ત્યાંથી મોક્ષ થશે. જ્યાંથી થવાનો હશે ત્યાંથી થશે ક્ષેત્રની સાથે મારે કંઈ જ નિસ્બત નથી.
મોક્ષ થવાનો હશે ત્યારે થશે; –થવા યોગ્ય થશે તેમ અમે જાણીએ છીએ-તે નિશ્ચય છે. હું મોક્ષને કરું છું અને મારા કરવાથી મોક્ષ થયો તેમ નથી. તો પછી મોક્ષનો પુરુષાર્થ કરવો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com