________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૧૯ કે નહીં? કરવું તેનું નામ પુરુષાર્થ નથી. થવા યોગ્ય થાય છે એમ જે જાણે છે તેનું નામ પુરુષાર્થ છે, તો જ્ઞાનમાં રહી ગયો; જ્ઞાનની બહાર ન ગયો. દ્રવ્યમાં રહેતો રહેતો પર્યાયને ભિન્નપણે જાણે છે.
મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર,’ કર્મના અભાવથી મોક્ષ થાય છે આત્માથી થતો નથી. મોક્ષનો કરનાર કોણ છે ? મોક્ષનો ઉપાદાન કારણ આત્મા ખરો કે નહીં ?'
ત્મા ખરો કે નહીં ?! મોક્ષનું નિમિત્ત કારણ આત્મા ખરો કે નહીં ? (ઉત્તર) કહે-ના. ઉપાદાન બે ન હોય. કરનાર ઉપાદાન એક જ હોય, બે ઉપાદાન ન હોય. ઉપાદાનપણે પર્યાય પર્યાયને પણ કરે અને તેને ત્રિકાળી પણ કરે, એમ ન હોય. એક કાર્યમાં બે કારણ ન હોય-બે ઉપાદાન ન હોય. ઉપાદાન એક ક્ષણિક ઉપાદાન જ હોય.
પ્રશ્ન – ત્રિકાળી અને ક્ષણિક એમ બે મળીને મોક્ષ થાય ને?!
ઉત્તર – કહે-ના, એક ક્ષણિક ઉપાદાનથી જ કાર્ય થાય છે. ક્ષણિક ઉપાદાનથી કાર્ય થાય છે એટલે આત્મા કર્તા બનતો નથી–એટલે અકર્તાપણું સિદ્ધ થાય છે. મોક્ષને કરતો નથી માટે અકર્તા છે. અકર્તા છે માટે જ્ઞાતા છે. જ્ઞાતા છે માટે મોક્ષની પર્યાય થવા યોગ્ય થાય છે તેમ જણાય છે. હું કરું છું તેમ જાણવામાં આવતું નથી. કેવળજ્ઞાન થવા યોગ્ય થાય છે. જ્યારે થવાનું હશે ત્યારે થશે. -તેમ જ્ઞાનીએ અત્યારે જાણી લીધું છે-એટલે તેને આકુળતા નથી.
પ્રશ્ન - ઉપાદાન એક જ છે બે નથી ?
ઉત્તર – ઉપાદાન બે હોવા છતાં કાર્ય માટે એક જ ક્ષણિક ઉપાદાન છે. કાર્ય માટે એક ઉપાદાન છે માટે આત્મા અકર્તા છે–નિષ્ક્રિય છે. ઉપાદાન બે પણ કાર્ય માટે ક્ષણિક ઉપાદાન એક જ છે. જાણવા માટે બે ઉપાદાન છે.
આત્મા ઉપાદાન કર્તા એટલા માટે નથી કેમકે પર્યાય સ્વયં ઉપાદાન કર્તા છે. નિમિત્તા કર્તા આત્મા) એટલા માટે નથી કે કર્મનો ઉદય તેમાં નિમિત્ત છે. તેથી બે નિમિત્ત ન હોય. ઉપાદાન પણ એક જ અને નિમિત્ત પણ એક જ હોય. ત્રિકાળી આત્મા કાર્યમાં નિમિત્ત પણ નથી અને ઉપાદાન પણ નથી. બે નિમિત્ત નથી; નિમિત્ત એક છે. આત્મા જાણનાર છે-તે નિમિત્ત કર્તા ક્યાં છે? તે નિમિત્તકર્તા હોય તો નિત્યકર્તાપણાનો દોષ આવે. પરંતુ આત્મા નિમિત્ત કર્યા છે જ નહીં, બીજો નિમિત્ત કર્યા છે તે મને ખ્યાલમાં છે. પછી હું શું કામ નિમિત્ત થાઉં.
સમયસાર તો સમયસાર છે. આખી જિંદગી સમયસારનું અધ્યયન કરે તો પણ જિંદગી ઓછી પડે તેટલો માલ સમયસારમાં ભર્યો છે. અધ્યયનમાં સમય ઓછો પડે તેટલો માલ છે.
દષ્ટિ અપેક્ષાએ પર્યાયને સર્વથા ભિન્ન કહો તે તો બરાબર છે, પણ હવે જ્ઞાન અપેક્ષાએ વાત કરીએ છીએ. જો જ્ઞાન અપેક્ષાએ સર્વથા ભિન્ન કહેશો તો અનુભવ નહીં થાય. જ્ઞાનમાં સર્વથા પર જણાતું નથી એમ કહેશો તો બાધા નહીં આવે-તેમાં દોષ નહીં આવે. જ્યારે (સર્વથા ભિન્ન) માં તો દોષ આવશે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com