________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨)
પ્રવચન નં. ૧૦
જ્ઞાનની પર્યાયને તમે સર્વથા ભિન્ન રાખશો તેને તમે પડખે ચડવા જ નહીં ધો... તેને અડવા નહીં દ્યો તો અનુભવ નહીં થાય. પર્યાય પોતે આત્મા થઈને આત્માને જાણે છે. પર્યાય હવે પર્યાય રહેતી નથી. જેમ માટલામાં માટી વ્યાપે છે તે હવે માટલું નથી તે માટી જ છે.
જૈન દર્શનમાં તમે આ દષ્ટિ અપેક્ષાનું કથન અને આ જ્ઞાન અપેક્ષાનું કથન તેમ જુદા પાડીને જાણો તો જ સમજાશે. નહીંતર જો ખીચડો કરશો કે-આમાં આમ ને, આમાં આમ તો નહીં સમજાય. જ્ઞાનમાં ક્લીઅર (સ્પષ્ટ) જોઈએ. જાણી શકાય પણ કહેવાય નહીં એવી વાત છે. | તીર્થકર સાચા છે તે મૌન થઈ જાય છે તે મને બહુ ગમે છે. પછી દિવ્યધ્વનિ જોરદાર છૂટે છે. તેમાં દિવ્યધ્વનિ સાંભળીને બે મિત્રો બહાર નીકળ્યા; એક કહે-દ્રવ્યને પર્યાય અડતી નથી. બીજો કહે-દ્રવ્યને પર્યાય અનન્ય થાય ત્યારે અનુભવ થાય. બન્નેનો થયો ઝગડો. પેલો કહે મેં દિવ્યધ્વનિમાં સાંભળ્યું છે. બીજો કહે–મેં દિવ્યધ્વનિમાં સાંભળ્યું છે. હમણાં આપણે શ્રુતકેવળી પાસે જવું નથી. કારણ કે આવતીકાલે ઓમ ધ્વનિ છૂટશે ત્યારે આપણે બન્ને પ્રશ્ન કરશું. બન્નેમાંથી કોણ સાચું છે તે જવાબ આવી જશે.
બીજે દિવસે બન્નેએ એક સાથે પ્રશ્ન કર્યો, ઓમ ધ્વનિમાં જવાબ આવ્યો કે-કથંચિત્ તમે બન્ને સાચા છો. મધ્યસ્થ થઈ જાઓ. હાથ મિલાવો તો બન્નેને અનુભવ થશે. એમ દષ્ટિ અને જ્ઞાન હાથ મિલાવે ત્યારે અનુભવ થાય. આ વિષય બહુ ગંભીર છે. જાણવામાં બધું આવે, કહેવામાં બધું ન આવે. “કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જ્ઞાનીઓ ઈશારાથી વાત કરે છે.
અનાદિથી અનાદિ મિથ્યાદષ્ટિ જીવને દ્રવ્ય-પર્યાયનો ભેદ રહી ગયો છે. તેણે ઉપયોગ અને જ્ઞાયકને જુદા રાખ્યા છે તેથી મિથ્યાત્વ ઉત્પન્ન થયા કરે છે. અભેદ થઈ જાય તો મિથ્યાત્વનો ક્ષય થઈ જાય. દષ્ટિ અપેક્ષાએ સર્વથા ભિન્ન હોવા છતાં-જ્ઞાન અપેક્ષાએ અનન્યા થાય છે. આ ધ્યેયપૂર્વક જ્ઞય થાય છે–તે વિષયની આ ચર્ચા ચાલે છે. સમયસાર ૬ઠ્ઠી ગાથામાં બીજા પારામાં કર્તાકર્મનું અનન્યપણું કહ્યું છે ને!? પણ જ્યાં સુધી ભેદ રહેશે ત્યાં સુધી પુદ્ગલમાં મિથ્યાત્વનો રસ બંધાશે.
જ્યારે અહીં જ્ઞાન અને શાયકનો ભેદ રહેતો નથી-એવો ભેદ દેખાતો નથી, એટલે કે એક અભેદ ય જ્ઞાયક જ ભાસે છે; જ્ઞય પણ આત્મા અને જ્ઞાયક પણ આત્મા. શયજ્ઞાયકની અભેદતા તે આવે છે ૨૭૧ કળશમાં. (જ્યારે જ્ઞય જ્ઞાયકની અભેદતા દેખાય છે ) ત્યારે ત્યાં સ્વયમેવ મિથ્યાત્વનો વ્યય થઈ જાય છે. ત્યાં હોં (દ્રવ્યકર્મમાં) અહીં તો (પરિણામમાં) હવે મિથ્યાત્વ હતું જ નહીં. ત્યાં મિથ્યાત્વ આદિ એવા શબ્દ વાપર્યા. (એટલે મિથ્યાત્વ, અવિરત, કષાયને યોગ.) આ આખું કેવળજ્ઞાન થાય ત્યાં સુધી લઈ લીધું. જેમજેમ જ્ઞાન જ્ઞાયકથી અભેદ થતું જાય છે, તેમ તેમ ત્યાં કર્મ સ્વયં જ ખરી-નિર્જરીને સમાપ્ત થઈ જાય છે-એટલે કે આઠ કર્મોનો અભાવ થઈ જાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com