________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૨૧ જેમ-જેમ આત્મા વિજ્ઞાનઘન થતો જાય છે તેમ-તેમ આસ્રવોથી નિર્વતતો જાય છે. આ અનુભવ પછીની પ્રક્રિયાની વાત છે. એકવાર અભેદ તો થયો પણ પર્યાય પૂરી અભેદ થઈ નથી. પૂરી અભેદ થાય તો કેવળજ્ઞાન થઈ જાય. પૂરી અભેદ થાય તો આઠ કર્મનો અભાવ થઈ જાય. સમ્યક્દર્શન પછી વારંવાર શુદ્ધોપયોગપૂર્વક અભેદ થાય છે-તેમ ત્યાં સ્વય જ કર્મ ખરીને સમાપ્ત થઈ જાય છે.
દષ્ટિના વિષયપૂર્વક અભેદ થાય છે તે સમ્યક છે. દષ્ટિના વિષયનો પક્ષ છે તે સમ્યક નથી. અભેદનો પક્ષ છે તે અભેદ નથી. ઉત્પાધ્યાયધુવયુક્તસત્ તે અભેદ છે તે એક સત્તા છે તે પક્ષ છે. તે પ્રમાણનો પક્ષ છે. અહીં પક્ષની વાત નથી જ્ઞાનની વાત છે. નવું અભેદ થાય છે તે વાત છે. દષ્ટિનો વિષય તો અનાદિ અનંત અભેદ છે. જ્ઞાનના વિષયમાં અભેદ થવું તે પુરુષાર્થ છે.
નિશ્ચય જ્ઞાનની પર્યાય કેમ પ્રગટ થાય? કે-વ્યવહારનો નિષેધ કરી નાખ ને કે હું પરને જાણતો જ નથી. પછી જોઈ લે અભેદ થાય છે કે નહીં. આ કાંઈ અમથો (નકામો) ધડાકો નથી કર્યો કે-જ્ઞાન પરને જાણતું જ નથી. આ ધડાકો અભેદ થવા માટે છે. મને પર જણાય છે તેમાં પર્યાય અભેદ નહીં થાય. પર જણાય છે તેમાં તો દ્રવ્ય પર્યાયનો ભેદ રહ્યો. જ્યારે દ્રવ્ય જ જણાય છે ત્યારે જ પર્યાય અભેદ થાય છે.
આ નેપકીનનું જ્ઞાન મને થાય છે તો જ્ઞાન જ નેપકીન થઈ ગયું. જે જેનું હોય તે તેજ હોય–તો ખલાસ થઈ ગયું જ્ઞાન ક્યાં રહ્યું?! જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે ત્યારે જ્ઞાન અને જ્ઞાયકનો ભેદ વિલય પામીને અભેદ અનુભૂતિ થાય છે ત્યારે આનંદ આવે છે. જ્ઞાયક જણાય છે તેનો સ્વીકાર કરવો જોઈએ કે મને જણાય જ છે. જાણનારો જ જણાય છે તેવો ભાવ તેને અંદરમાંથી આવવો જોઈએ ને !? અંદરમાંથી ક્યારે આવે? કે-પરને જાણવાનો નિષેધ કરે ત્યારે જ. આ મેઈન ચીજ છે.
જાણનારો જણાય છે તેમ કહો ને? પર જણાતું નથી તે કહેવાની શું જરૂર છે? પર જણાય એ તને શલ્ય છે તે શલ્ય કાઢવા માટે નિષેધ કરીએ છીએ. આ શલ્ય છે તેથી નિશ્ચય જ્ઞાન પ્રગટ થતું નથી. માટે વ્યવહારનો નિષેધ તે નિશ્ચયની પ્રાપ્તિનો ઉપાય છે લે! કેમકે એને શલ્ય છે હું પરને જાણું છું એ શલ્ય નીકળવું મુશ્કેલ છે.
પરને જાણવાનું શલ્ય જ્યાં સુધી રહે ત્યાં સુધી પર્યાય દ્રવ્યથી અભેદ થતી નથી. જ્યાં સુધી ભેદ છે ત્યાં સુધી ત્યાં મિથ્યાત્વ ઉભું થશે લે! ધ્યેયપૂર્વક જ્ઞય થાશે તે વાત યાદ રાખવા જેવી છે ભૂલવા જેવી નથી. આ વજનદાર અને મુદાની વાત છે. પરને જાણવાના નિષેધ વિના અંતર્મુખ થવાતું જ નથી. તે વિના કોઈ અંતર્મુખ થશે જ નહીં. ઈ...શલ્ય મોટું છે પર્યાય જ્યાં સુધી અભેદ નહીં થાય તો મિથ્યાત્વનો ક્ષય નહીં થાય. જેમ જેમ વિશેષ અભેદ થતો જાય છે તેમ તેમ સર્વ કર્મનો ક્ષય થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com