________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨
પ્રવચન નં. ૧૧
પ્રવચન નં - ૧૧
તા. ૩-૧૨-૮૯ શ્રી સમયસાર ગાથા - તેર છે. ભૂતાર્થનયથી નવ તત્ત્વને જાણતાં સમ્યકદર્શન થાય છે તે વિષય ચાલે છે. ટીકાનો પહેલો પારો પૂરો થયો હવે બીજો પારો.
બાહ્ય (ધૂળ) દૃષ્ટિથી જોઇએ તો: - જીવ-પુદ્ગલના અનાદિ બંઘ પર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતાં આ નવ તત્ત્વો ભૂતાર્થ છે. સત્યાર્થ છે.”
બાહ્ય સ્થૂળ દષ્ટિ' એટલે મિથ્યાષ્ટિઅજ્ઞાની થઈને જોઈએ તો..; “જીવ પુદ્ગલના અનાદિ બંધ પર્યાય' –જીવ અને પુદ્ગલનાં બંધ પર્યાય એટલે એકમેક. જીવ અને પુદ્ગલ એક છે તેવો એકપણે અનુભવ કરતાં-આ નવે તત્ત્વો ભૂતાર્થને સત્યાર્થ છે. અજ્ઞાનદશામાં એકપણે અનુભવાય છે. આવી એક સ્થિતિ છે.
અને એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપે જઈને અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે.” આહાહા ! પહેલાં એમ લીધું કે-જીવ પુદ્ગલના અનાદિ બંધ પર્યાયની સમીપ એટલે કે પર્યાય દષ્ટિથી જોઈએ તો એકમેક દેખાય છે. ભેદજ્ઞાનનો અભાવ છે ત્યાં સુધી બન્નેનાં પરિણામ એકમેક દેખાય છે. “એકમેકમાં' પર્યાયની સમીપે જઈને જતો 'તો-પર્યાય ઉપર લક્ષ રાખીને જોતો હતો.
હવે કહે છે-જીવદ્રવ્યના સ્વભાવની સમીપે એટલે તેની સન્મુખ થઈને જોવામાં આવે તો, એટલે કે પર્યાયાર્થિક ચક્ષુ બંધ કરીને દ્રવ્યાર્થિક ચક્ષુને ઉઘાડીને જુએ તો નવ તત્ત્વો અભૂતાર્થ છે. (અજ્ઞાનમાં) એકત્ત્વનો-મિથ્યાત્વનો અનુભવ હતો તેથી પર્યાયદષ્ટિ હતી. હવે અહીંયા વિભક્ત કરે છે. સ્વભાવની સમીપ જઈને જોતાં-અનુભવતાં બન્ને ભિન્ન-ભિન્ન છે બન્ને એક નથી. જીવ ભિન્ન છે અને પુગલ ભિન્ન છે. “તેઓ” એટલે કે જીવ અને પુદ્ગલની એકત્વબુદ્ધિ મિથ્યા છે-તેથી તેઓ અસત્યાર્થીને અભૂતાર્થ છે.
જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી.” જીવના એકાકાર સ્વરૂપમાં નવ તત્ત્વો નથી. જુઓ! આત્મા નવ તત્ત્વોથી ભિન્ન છે. જયસેન આચાર્ય ભગવાને સમયસાર ૧૫૫માં લીધું છે તે જ વાત કરે છે. કેમકે અહીંયા એ બેઈઝ (પાયો) છે કે ભૂતાર્થનયે નવતત્વને જાણતાં; એટલે નવ તત્ત્વથી ભિન્ન શુદ્ધાત્માને જાણતાં સમ્યકદર્શન થાય તે નિયમ છે. નવ તત્ત્વના લક્ષે સમ્યક્દર્શન ન થાય.
એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને-અંતર્મુખ થઈને, અતીન્દ્રિયજ્ઞાન વડે, ભગવાન આત્માનો અનુભવ કરતાં તેઓ એટલે કે-નવ તત્ત્વો અભૂતાર્થ છે. નવ તત્ત્વો જીવને પુદગલના સંબંધથી ઉત્પન્ન થયેલા ભાવો છે. તે નૈમિત્તિક ભાવ સ્વભાવમાં નથી. સ્વભાવને કારણે નવ ઉત્પન્ન થતા નથી. એ નવ તો જીવ અને પુદ્ગલના સંબંધથી જુઓ તો નવ દેખાય છે. સ્વભાવની સમીપ જતાં-આત્માના સ્વભાવમાં તેઓ નથી, તેનો આત્મામાં અભાવ છે. નવ તત્ત્વોનો સદ્ભાવ પણ મારામાં તેનો અભાવ એવો મારો સ્વભાવ.બસ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com