________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૨૩
જીવના એકાકાર સ્વરૂપમાં નવ તત્ત્વો નથી. અભેદમાં નવ તત્ત્વના ભેદો દેખાતા જ નથી, તેથી નવ તત્ત્વો અવિધમાન છે. છે જ નહીં. નવ તત્ત્વમાં નવ તત્ત્વ ભલે હો પણ એ મારામાં નથી. એકલા સામાન્ય ચિદાનંદ આત્માને જોઉં છું તો એ જ્ઞાનમાં હું જ જણાઉં છુંબીજું કંઇ જણાતું જ નથી. અભેદ-સામાન્ય ટંકોત્કીર્ણ એક પરમાત્મા જ જણાય છે. આહા..હા! જ્ઞાન એકને જ પ્રસિદ્ધ કરે છે–નવને પ્રસિદ્ધ નથી કરતું-કેમકે જીવના એકાકાર
સ્વરૂપમાં તેઓ નથી.
“તેથી આ નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવજ પ્રકાશમાન છે.” આ નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એટલે શુદ્ઘનયથી એટલે અંતર્મુખ સ્વભાવની સન્મુખ જઈને જોતાં; મૂળગાથાની વાત ફરીથી લ્યે છે-નવ તત્ત્વોને ભૃતાર્થનયથી જાણતાં સમ્યક્દર્શન તે વાત ફરીથી લ્યે છે. જે જ્ઞાનનો પર્યાય માત્ર અભેદને પ્રસિદ્ધ કરે-જ્ઞાયકને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન નિશ્ચયજ્ઞાન છે. જે જ્ઞાન મને પ્રસિદ્ધ કરે તે નિશ્ચયજ્ઞાન છે.
ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. જુદાં જુદાં નવ તત્ત્વો હવે કાંઈ દેખાતાં નથી. એક જ–જીવ જ પ્રકાશમાન થાય છે. આમાં માલ ભર્યો છે. “ સામાન્યને અવલોકતો અને વિશેષને નહીં અવલોકતો”, કેમકે વિશેષ (સામાન્યમાં ) એમાં નથી, એટલે કેઃ સામાન્યની સન્મુખ થઈને જોઉં છું તો એકલો સામાન્ય ચિદાનંદ આત્મા મને જણાય છે, પરિણામ જણાતા નથી...કેમકે પરિણામ આત્મામાં નથી. સામાન્યમાં વિશેષની નાસ્તિ છે-તેથી વિશેષો મને જણાતાં નથી.
ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે-તેનું નામ સમ્યક્દર્શન અને સમ્યજ્ઞાન છે. જે જ્ઞાન મને જાણે તે જ્ઞાન નિશ્ચય. ભૂતાર્થનય મને જ પ્રસિદ્ધ કરે છે–તે નવના ભેદને પ્રસિદ્ધ કરતી નથી. કેમકે નવ તત્ત્વ ૫૨દ્રવ્ય છે, તેની મારામાં નાસ્તિ છે, એવી મારી અસ્તિ છે-તેનો અનુભવ તેનું નામ મસ્તિ છે.
ભૂતાર્થનયથી જોઈએ તો જીવ જ એક પ્રકાશમાન છે-સમ્યક્ એકાંત કર્યું. પહેલાં બાહ્ય-સ્થૂળ દષ્ટિ-મિથ્યાદષ્ટિ હતો અને તે સમ્યક્દષ્ટિ થઈ ગયો. મિથ્યાદષ્ટિ સમ્યક્દષ્ટિ કેમ થાય તેની વાત આમાં લીધી છે.
પહેલાં પારામાં મિથ્યાદષ્ટિ હતો. નવ તત્ત્વ અને જીવનો એકપણે અનુભવ કરતો 'તો ત્યાં સુધી એનું અજ્ઞાન હતું. પણ, હવે...ભેદજ્ઞાન કરીને-અંતરદષ્ટિથી જ્યારે એકલા જીવને જોવામાં આવ્યો ત્યારે...આ જે નવ તત્ત્વો...કે જે-જીવને અજીવના સંબંધથી ઉત્પન્ન થયેલા વ્યવહારીક ભાવો તેનો આત્મામાં અભાવ છે. તેથી એક જીવ જ પ્રકાશમાન છે-તેવો અનુભવ થઈ ગયો.
“ એવી રીતે અંતર્દિષ્ટથી જોઈએ તો:- શાયકભાવ જીવ છે અને જીવના વિકા૨નો હેતુ અજીવ છે.” વિકારનો એટલે વિશેષકાર્યનો હેતુ અજીવ છે. જીવ સામાન્યનો કોઈ હેતુ નથી–તે સત્ અહેતુક છે. જીવના વિકા૨નો એટલે વિશેષ કાર્યોના જે પરિણામ થાય છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com