________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪
પ્રવચન નં. ૧૧ ઉત્પાદ-વ્યય તેનો હેતુ જીવ નથી અજીવ છે. પરિણામ જે પ્રગટ થાય છે. ઉત્પાદ-વ્યય તેનો હેતુ એટલે નિમિત્ત કારણ હું નથી. (કાર્યનું) ઉપાદાન કારણ તો હું નથી પણ હું નિમિત્તકારણે નથી. તેનું નિમિત્તકારણ અજીવ છે. આહા! ઉપાદાન તો હું નથી, પણ નિમિત્તે નથી-એવો જુદો ને જુદો રહ્યા કરું છું તે હું છું.
જીવના વિશેષ કાર્યનો હેતુ-કારણ કોણ છે? જીવના પરિણામનું ઉપાદાન કારણ તો પરિણામ છે પણ નિમિત્ત કારણ કોણ છે? (નિમિત્ત કારણ) અજીવ છે-હું નહીં. નિમિત્તનૈમિત્તિક ભાવથી જ્ઞાયકભાવ જુદો જ રહે છે-કાયમ માટે જુદો જ રહે છે, એકમેક થતો નથી.
શાસ્ત્રમાં એમ આવે છે ને કે-આ નવ તત્ત્વ કર્મકૃત છે. તે કર્મજનિત ઉપાધિ છે. તે નિમિત્તના સંબંધથી થાય છે તેનું નિમિત્ત પુદ્ગલ છે તો આ બધા પુદ્ગલના પરિણામ છે, મારા પરિણામ નથી. તે પરિણામનો કર્તા તો હું નથી પણ તેનો હેતુએ નથી. તેનો હેતુનિમિત્તકારણ અજીવ છે. તેનું ઉપાદાન કારણ હું નહીં અને અજીવ પણ નહીં. નિમિત્તકારણ હું નહીં, નિમિત્ત કારણ માત્ર અજીવ જ છે. કેમકે ઉપાદાન થવા યોગ્ય થાય છે–તે પર્યાયનું સત્ લેવું છે તે અપેક્ષાએ.
આ સોનેરી વાત છે કે-હું તો એક જ્ઞાયકભાવ છું, હું કોઈનો હેતુ બનતો નથી. જેમ અકર્તા છે તેમ અકારણ છે તેવો એક શાકભાવ છે. નવના ભેદનો અકર્તા છે ને અકારણ છે. તો પ્રશ્ન થાય કે નવના ભેદનો કર્તા કોણ છે? પરિણામનો કર્તા પરિણામ છે અને તેનું નિમિત્ત કારણ અજીવ છે. અજીવના પરિણામને અને જીવના પરિણામને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. જીવન અને અજીવને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી. આગળ કહે છે–પોતે અને પર જેમનાં કારણ છે.
દિગમ્બર સંતોના વચન માત્રથી જ્ઞાયક આત્મા જુદો ને જુદો દેખાય છે. દિગમ્બર સંતોના વચનો રામબાણ છે, હૃદયને છેદી ભેદીને અંદરમાં સોંસરવા ઉતરી જાય છે. જેમ સેવાળને દૂર કરીએ તો સ્વચ્છ પાણી મળે તેમ. ગાથાએ ગાથાએ લીટીએ-લીટીએ ભેદજ્ઞાન જ છે. ભેદજ્ઞાનથી અભેદની અનુભૂતિ થાય છે. ભેદજ્ઞાન વિના અભેદની અનુભૂતિ થતી નથી. ભેદજ્ઞાનનો અર્થ જ અભેદની અનુભૂતિ તેનું નામ ભેદજ્ઞાન છે. અરૂપી આત્મા કે જે અતીન્દ્રિયજ્ઞાનથી અનુભવી શકાય તેવો અરૂપી અમૂર્તિક આત્મા–તેને શબ્દમાં રજૂ કરે છે. આચાર્યદેવની શક્તિ કેવડી ? તેમના અનુભવને તો આપણા પ્રણામ છે, પણ એ જિનવાણીને પણ પ્રણામ છે. આપના વચનના યોગે મારા સ્વરૂપનો મને ભાસ થાય છે-હું આવો જ છું.
અંતરદૃષ્ટિથી જોતાં એક જીવ જ પ્રકાશમાન છે-નવ તત્ત્વો કંઈ દેખાતા નથી. અભેદમાં ભેદ નથી માટે દેખાતો નથી. તેથી એ નવતત્ત્વો અવિદ્યમાન છે. નવ તત્ત્વો છે જ નહીં ને ! જેટલું દેખાય છે તેટલી જ અસ્તિ છે. જેટલું દેખાતું નથી તેની અસ્તિ નથી. ભૂતાર્થનયથી જેટલું દેખાય છે તેટલું જ મારું સ્વરૂપ છે. જે નથી તે કેમ દેખાય?!
ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. એક વાક્યમાં બધું જ સમાવી દીધું છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com