________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૨૫ જ્ઞાયક જ જણાય છે, જાણનાર જ જણાય છે. બીજું કાંઈ અમને જણાતું નથી.
પ્રશ્ન – જ્ઞાન મને જ જાણે છે? ઉત્તર – કહે–. પ્રશ્ન – જ્ઞાન બીજાને જાણે છે?
ઉત્તર – કહે-ના. જે જ્ઞાન મને પ્રસિદ્ધ કરે તે જ્ઞાનનું નામ ભૂતાર્થનય-શુદ્ધનય છે. જે પરને પ્રસિદ્ધ કરે તેનું નામ શુદ્ધનય નથી. ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. એવી રીતે અંતરદૃષ્ટિથી જોઈએ તો જ્ઞાયકભાવ જીવ છે.
“જીવના વિશેષ કાર્યનો હેતુ અજીવ છે.” એટલે કે વિશેષ કાર્યનો હેતુ હું નથી એવી અલૌકિક વાત છે. શ્રી સમયસારની 100 નંબરની ગાથામાં-નવાં કર્મબંધનું નિમિત્ત કારણ અજ્ઞાનનો અંશ કહ્યો-જ્ઞાયક નહીં. જ્યારે નવાં કર્મ બંધાય છે ત્યારે અજ્ઞાનનો અંશ નિમિત્ત કારણ કહ્યો, એ વખતે જે જ્ઞાયકભાવ છે તે નિમિત્ત કારણ નહીં. એમ અહીંયા કહે છે કેસંવર-નિર્જરાના જે પરિણામ પ્રગટ થાય છે-તેનો હેતુ હું નથી, તેનો હેતુ કર્મ છે-અજીવ છે.
આગળના પારામાં આવી ગયું કે સંવર-નિર્જરા થવા યોગ્ય થાય છે અને તેનો કરનાર અજીવ છે. નિમિત્તપણે પણ તેનો કરનાર હું નથી. એમાં તો મોક્ષમાં તો કર્મના બંધમાં-નિમિત્તનો અભાવ કહ્યો, આંહીયા તો કહે છે–સંવર-નિર્જરામાં હું હેતુ નથી-તેનો હેતુ અજીવ છે. મોક્ષનો હેતુ હું નથી–મારા કારણે મોક્ષ થતો નથી. જો મારા કારણે મોક્ષ થતો હોય તો હું તો અનાદિનો છું, મોક્ષ કેમ ન થયો?
મોક્ષ કેમ થતો નથી? કે હું મોક્ષનું કારણ છું એમ માને છે માટે મોક્ષ થતો નથી. જ્યારે હું કારણ નથી એમ માનશે ત્યારે મોક્ષ થઈ જશે. સમ્યફદર્શન કેમ થતું નથી ? સમ્યકદર્શનનું કારણ હું છું, તેમ માને છે, માટે સમ્યકદર્શન થતું નથી.
કરવાના બે ભેદ છે. (૧) ઉપાદાન (૨) નિમિત્ત. બન્ને એક બાપના બેટા છે. બન્ને કર્તબુદ્ધિ છે. ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બન્નેમાં પર્યાયને પરાધીન બનાવી. તેણે પર્યાયને સ-અહેતુક સ્વતંત્ર ન રહેવા દીધી–માટે તેને સમ્યકુદર્શન પ્રગટ ન થાય.
જીવન વિકારનો હેતુ અજીવ છે હું નથી તેટલા શબ્દોમાં તો માલ ભર્યો છે. એટલે (પર્યાયની) ઉપેક્ષા આવી જાય છે. વસ્તુ જુદી પડી જાય છે-તેનાથી હું જુદો છું. પરિણામને જે હેતુ થાય તે અજીવ હોય, જે હું એનો હેતુ હોઉં તો હું અજીવપણાને પામી જાઉં. આટલો બધો માલ ભર્યો છે. આ શાંતિથી સાંભળવા જેવું છે.
જીવના વિકારના કાર્યનો હેતુ જીવ નથી અને અજીવ છે છતાં જો તું હેતુ માનતો હો તો તું અજીવ થઈ ગયો. કેમકે એના કાર્યનો હેતુ અજીવ જ હોય, જીવ ન જ હોય. આ એકદમ સૂક્ષ્મ વાત છે. જીવના વિકારનો હેતુ અજીવ છે, એટલો વિચાર ખાસ કરવો જોઈએ.
અજીવને હેતુ કેમ લખ્યો? હું હેતુ કેમ નહીં? પરિણામનો હેતુ આત્મા છે તેમ જાણીશ ને માનીશ તો તું અજીવ થઈશ. પરિણામનો હેતુ અજીવ જ હોય આત્મદ્રવ્ય ન હોય. જે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com