________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૬
પ્રવચન નં. ૧૧ અંદરથી (સ્વભાવથી) એકદમ નિરાળો છે તેને નિરાળો જ રાખવો-તેની સાથે કોઈને જોડશો નહીં. જીવને કર્તાપણે કે કારણપણે ન જોડવો.
આ ભગવાન આત્મા જ્ઞાતા દ્રવ્ય છે તે (પરિણામનો) હેતુ કેમ થાય?! ઉત્પાવ્યયનો હેતુ ધ્રુવ નથી. નવ તત્ત્વ પ્રગટ થાય છે તેનો હેતુ અજીવ છે, જીવ નહીં. અને જો હું હેતુ થાઉં તેમ માનું તો તેની દષ્ટિમાં જીવ નહીં આવે. તેની દૃષ્ટિમાં જીવ ઓઝલ (અદશ્ય) થઈ ગયો.
નિયમસાર-પરમાર્થ પ્રતિક્રમણમાં કર્તા નથી, કારણ નથી તે બે શબ્દો છે. આત્મા કર્તા એ નથી કારણેય નથી. પરિણામનો કર્તા અજીવ છે એમ નથી લખ્યું. કર્તા તો પરિણામ પોતે જ છે. એમાં મર્મ છે. વધારે સૂક્ષ્મ વાત છે. કોઈ વખતે (દષ્ટિ અપેક્ષાએ) પરિણામનો કર્તા પુદગલ છે (કર્મકૃત છે) તેમ કહે. અહીંયા કહે છે પુદ્ગલ એનો કર્તા નથી એનો હેતુ અજીવ છે. –કેમકે પરિણામ થવા યોગ્ય થાય છે એટલે પરિણામ અજીવને આધીન નથી અને જીવને આધીનેય નથી. અજીવને આધીન કહો તો તે કર્તા થઈ જાય. અને (પર્યાયને) જીવને આધીન કહો તો મોક્ષ થઈ જવો જોઈએ, પણ મોક્ષ તો થતો નથી. જીવ તો જ્ઞાતા છે.
વિકારનો કર્તા અજીવ નથી લખ્યો-કારણકે વિશેષકાર્ય સંવર-નિર્જરા ને મોક્ષ તેનો કર્તા પરિણામ છે. પરિણામનો કર્તા પરિણામ છે-તે ક્ષણિક ઉપાદાન છે, અને તેનો હેતુ અજીવ એ નિમિત્તકારણ છે. અને ટીકામાં નવે બોલમાં થવા યોગ્ય અને કરનાર લીધું. “કરનાર' એટલે નિમિત્તકર્તા એમ લેવું છે. ઉપાદાનપણે જો કરે તો બે દ્રવ્યની એકતા થઈ જાય અને તો તો પુદ્ગલ જે પરિણામ કરે તે કર્યા જ કરે બીજા પરિણામ પણ ન કરી શકે એમ નથી.
પરિણામ સ્વાધીન છે–પરાધીન નથી. અજીવને આધીન પરિણામ નથી. જો પરિણામનો કર્તા અજીવને માનો તો પરિણામ અજીવને આધીન થઈ જાય, અને બીજું પરિણામ એક સરખા થવા જોઈએ. આસ્રવ થાય તો થયા જ કરે, તેનો (અભાવ) થઈને સંવર કોઈ દિવસ ન થાય. માટે (અજીવ ) આસવનો નિમિત્ત કર્તા છે-ઉપાદાનકર્તા નથી. અજીવને સંવરનો નિમિત્તકર્તા કહો-ઉપાદાન કર્તા નહીં. મોક્ષનો ઉપાદાન કર્તા તો મોક્ષની પર્યાય છે-નિમિત્તકર્તા કર્મનો અભાવ છે.
જીવના વિકારનો હેતુ અજીવ છે-એટલે કે હું કર્તા નથી, હું હેતુ નથી–તેનો નિષેધ આવી ગયો. બીજું અજીવ છે તે નિમિત્ત કર્યા છે, ઉપાદાન કર્તા નથી. ઉપાદાન કર્તાપણે અને નિમિત્ત કર્તાપણે પોતાનો નિષેધ કર્યો. પરિણામ સ્વતંત્ર રહ્યા; એનો કરનાર પરિણામ રહ્યો અને તેનો હેતુ નિમિત્ત કારણ અજીવ છે. અહીં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ લેવો છે, અહીં કર્તાકર્મ સંબંધ લેવો નથી. બે દ્રવ્યોના પરિણામની વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય, જો કર્તાકર્મ સંબંધ હોય તો પરિણામ પરાધીન થઈ ગયા-પરિણામ સ-અહેતુક ન રહ્યાં. પરિણામ થવા યોગ્ય થાય છે. જ્ઞાયક પણ અકર્તા છે અને અજીવ પણ અકર્તા છે. પરિણામનો કર્તા પરિણામ છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com