________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૨૭ અને તેનું નિમિત્ત કારણ-હેતુ અજીવ છે. ઉપાદાન કારણ પરિણામ અને નિમિત્ત કારણ અજીવ છે. આ વાત આપણે ૧૭૪–૧૭૫ કળશમાં લીધી હતી “અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ” તે ઉપાદાન કારણ છે !
ઘડાનું ઉપાદાન કારણ કોણ? માટી, કે-ના. ઘડાનું ઉપાદાન કારણ માટી? કહે-ના. તો ઉપાદાન કારણ કોણ? અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ, તેની વ્યક્તિ તે ઉપાદાન કારણ છે ઘડામાં નિમિત્ત કારણ કોણ? કહે-કુંભાર. નિમિત્ત કારણ ત્યાં કુંભારને લીધો છે. નિમિત્ત કારણ ત્યાં માટીને લીધી નથી. ઉપાદાન કારણે માટી નહીં અને નિમિત્ત કારણ પણ માટી નહીં.
તેમ અહીંયા સંવર-નિર્જરાનો ઉપાદાન કારણ હું નહીં અને નિમિત્ત કારણ પણ હું નહીં. આત્માને તો જુદો જ રાખો. વિશેષ કાર્યનો કર્તા અજીવ નથી લખ્યું. વિશેષ કાર્યનો કર્તા પરિણામ છે. આમાં તો બહુ સરસ માલ ભર્યો છે આહા..હા ! આત્માને અકર્તા ને અકારણ રાખ્યો. નિમિત્ત કારણ બીજું બતાવી નિમિત્તનું જ્ઞાન કરાવ્યું કેમકે નૈમિત્તિક છે તે નિમિત્તના સંબંધથી થાય છે. આત્માના સંબંધથી નવ ભેદ ઉત્પન્ન ન થાય. જો આત્માના સંબંધથી નવ ભેદ ઉત્પન્ન થઈ જાય તો નવ આત્માનો સ્વભાવ થઈ જાય. નવે પરિણામ સ્વભાવ ક્યાં છે? મોક્ષની પર્યાય પણ વિભાવ છે. તે વિશેષભાવ-નૈમિત્તિક છે પણ સ્વાભાવિક નથી. પરમપરિણામિકભાવ-જ્ઞાયકભાવ સ્વાભાવિક છે.
અજીવ (જીવના પરિણામનો) કર્તા નથી પણ નિમિત્તકર્તા છે. ઉપાદાન કર્તા પર્યાયની તસમયની યોગ્યતા તેનાં પકારકથી થાય છે-નિમિત્ત કારણ અજીવ છે. જૈનદર્શન ચોખું બહુ છે. આત્મા જોયા કરે છે બસ. જે જ્ઞાન મને જાણે છે તે જ્ઞાન પરિણામને જાણે છે, પરિણામને કરે નહીં બસ.
આત્મામાં કરવાની શક્તિ જ નથી. કરવાની શક્તિનો જ અભાવ છે. કારણ થવાની શક્તિનો અભાવ છે. આત્મામાં કારણ થવાની શક્તિનો અભાવ છે. આત્મામાં કારણ થવાની શક્તિનો અભાવ છે. આત્મા કારણ ક્યાંથી થાય? કારણ બીજુ છે. એક કાર્યમાં બે કારણ ન હોય. કાર્ય થવામાં કારણ એક જ હોય-એટલે નિમિત્તકારણ એક જ હોય.
“જીવના વિકારનો હેતુ અજીવ છે.” છે વ્યવહારની વાત..પણ, તેમાંથી કેટલું સ્પષ્ટીકરણ નીકળ્યું. કોઈ દિવસ આવું સ્પષ્ટીકરણ થયું નથી. તેરમી ગાથા એટલે શું? સમ્યકદર્શનની ગાથા. પુદ્ગલ કરનાર છે એમ નહીં, થવા યોગ્ય થાય છે તેમાં નિમિત્ત થાય છે. પુદ્ગલની સાથે વ્યાપ્ય વ્યાપક કહ્યું તે તો દૃષ્ટિની અપેક્ષાથી કહ્યું છે. જ્યારે અહીં તો જ્ઞાન અપેક્ષાએ વાત છે. વિષય ફરી જાય અને તમે પકડ કરો તો ન ચાલે. અહીંયા આપણે અજીવ ને નિમિત્ત કારણ સિદ્ધ કરવું છે-જો અજીવને ઉપાદાન કારણ સિદ્ધ કરો તો મેળ નહીં ખાય.
અહીં તો પરિણામનું જ્ઞાન કરાવવું છે. પરિણામ થાય છે પરિણામ થાય તો સાધક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com