________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૧૭
કેવી રીતે કરે ? તો તેનો કરનાર કોઈ છે!? હા, જૂનાંકર્મ ખરે છે તે તેનો કરનાર છે. માટે તો નિર્જરા નૈમિત્તિક છે. હું જો (નિર્જરાનો) કરનાર હોઉં તો આ નિર્જરા નૈમિત્તિક ન કહેવાય; તો તો મારો સ્વભાવ થઈ જાય. ઓલું (જૂનાં કર્મ ) કરનાર છે માટે નૈમિત્તિક છે. બહુ માર્મિક વાત છે.
જો હું ક૨ના૨ હોઉં તો કર્તાબુદ્ધિ થઈ જાય, તો તો નિર્જરા રહેતી નથી. થવા યોગ્ય થાય છે તે શબ્દ કાઢી નાખવો પડે. શુદ્ધિની વૃદ્ધિ થાય છે તેમ હું જાણું છું-હું કરું છું તેમ જણાતું નથી.
(નિર્જરાની ) પર્યાય છે તે સ્વાભાવિક પર્યાય છે કે તે નૈમિત્તિક છે?! તે નૈમિત્તિક પર્યાય છે તો હું નિમિત્ત નથી. મને નિમિત્ત કહેશોમાં. જો હું નિર્જરાનું નિમિત્ત થાઉં તો બંધનું પણ હું નિમિત્ત થઈ ગયો. નિર્જરામાં પણ કર્મ નિમિત્ત અને બંધમાં પણ કર્મ નિમિત્ત છે. હું નિમિત્ત નથી. નિમિત્તપણું રહેવા દેજો. હું તો તેનાથી અલગ ને અલગ છું. હું તો જાણનાર છું. થવા યોગ્ય થાય છે તેમ હું જાણું છું.
આહા...હા ! નિમિત્ત-નૈમિત્તિક બન્નેને જાણું છું-કરતો નથી. મને કોઈનો પક્ષ નથી. માત્ર જાણનાર છું. બે નયોના વિષયને કેવળ જાણું છું. નિશ્ચયનયથી મારે સ્વસ્વામી સંબંધ છૂટી ગયો છે. વ્યવહારથી ભલે કહે.
પ્રશ્ન - · શુદ્ધિની વૃદ્ધિ નૈમિત્તિક છે, સ્વાભાવિક નથી ?
ઉત્તર - સ્વાભાવિક હોવા છતાં સ્વાભાવિક નથી. હું તેનો કરવાવાળો નથી. તેનો કરવાવાળો જુદો છે. કર્મના (ઉપશમ-ક્ષયને) કારણે તે પર્યાય સાપેક્ષ છે. નૈમિત્તિક છે. આત્માને કારણે નિર્જરા થતી નથી. નિર્જરાને કારણે નિર્જરા થાય છે. નિર્જરા થાય છે તેનું કારણ હું નથી. હું કર્તા પણ નથી ને કારણ પણ નથી-હું તો જ્ઞાતા છું.
જ્ઞાતા છે તે-ઉપાદાન કર્તા પણ ન થાય અને નિમિત્તકર્તા પણ ન થાય. જ્ઞાતા માત્ર જાણે-કેવળ જાણનાર છે. “જાનું મેં જાનનહારા, દેખું મેં દેખનહારા.” આ ઉપજે વિણસે છે
તેની સાથે મારે કાંઈ પ્રયોજન નથી.
“પ્રભુ મેં શાયકરૂપ કેવલ જાણનહારા રે.” માત્ર જાણનાર તમે મને ક્યાંય પર્યાયમાં ન ભેળવશો-મને દૂર રાખજો. મને જાણતાં-જાણતાં થવા યોગ્ય થાય છે તેને જાણું છું. ન થવા યોગ્ય થાય છે તેમ પણ ન બને અને થવા યોગ્ય થયા જ કરે. મોક્ષ સુધીની દશા આમ થવા યોગ્ય થયા કરે છે. પર્યાય થવા યોગ્ય થાય છે તેમાં હું હસ્તક્ષેપ જ ન કરું. ઉત્પાદ્-વ્યય-ધ્રુવ ત્રણેય સત્ છે. મારી દરકાર રાખ્યા સિવાય નિર્જરા સ્વયં પ્રગટ થાય છે. મારાથી તો નિર્જરા ન થાય...પણ, હું તેને જાણું તે પણ વ્યવહાર છે. તો પછી કરવાની વાત તો નીકળી જ ગઈત્યારે તો જ્ઞાની થાય છે. એવું સ્વરૂપ છે.
66 બંધાવા યોગ્ય અને બંધન ક૨ના૨-એ બન્ને બંધ છે.” નૈમિત્તિક અને નિમિત્ત તે બન્નેથી હું તો જુદો ને જુદો છું. જ્ઞાની થયા પછી દશામાં થોડો ભાવબંધ થાય છે–તેનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com