________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪
પ્રવચન નં. ૧૦ બે બ્રહ્મચારી ભાવલિંગી સંત હતા. તેમને ખબર છે કે મુનિરાજે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી છે. હું લગ્ન કરવાનું કહીશ તો તેમની પ્રતિજ્ઞાનો ભંગ થશે. છતાં આવી વાત શા માટે કરે છે? ભલે પ્રતિજ્ઞા તૂટી જાય પણ સમ્યકદર્શન ન જવું જોઈએ. સમ્યક્દર્શનની આટલી કિંમત છે. કારણ કે સમ્યફદર્શન હશે તો મોક્ષ તો થશે જ. પ્રતિજ્ઞા તૂટશે તો પાછો પ્રતિજ્ઞા લઈને ભાવલિંગી સંત થઈ જશે. કુંદકુંદભગવાન પોતે બાળબ્રહ્મચારી તેઓ મૂલાચારમાં લખે છે. તેનો અર્થ-જગતને સમ્યકદર્શનની શું કિંમત છે તે બતાવવું છે પરંતુ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાનો ભંગ નથી કરાવવો. તમને આત્માનો અનુભવ તો થયો નથી–તમારી એવી ઉપાદાનની શક્તિ નથી; હવે જો તમે મિથ્યાદષ્ટિના પરિચયમાં જશો તો મરી જશો-તેને બચાવવા માટે કહે છે.
આસ્રવ થવા યોગ્ય અને આસવ કરનાર” તે પણ આમાં સરખું લઈ લેવું. (૧) ભાવ આસ્રવ (૨) દ્રવ્ય આસવ (કરનારમાં) બધામાં જૂનાં કર્મ લેવા-નવાં કર્મની સાથે સંબંધ નથી. ભાવ આસ્રવ રાગ છે તે નૈમિત્તિક છે-તે હજુ નિમિત્ત નથી. જો તેને નિમિત્ત લેશો તો નવાકર્મનો બંધ દેખાશે. જો તેને નૈમિત્તિક લેશો તો તે ખરવા માટે આવે છે. ભાવ આસ્રવને એકલું નૈમિત્તિક જ લેવું-તે નવાં કર્મમાં નિમિત્ત નથી. તેનો જૂનાં કર્મની સાથે સંબંધ છે-તેથી નૈમિત્તિક છે, પણ નવાં કર્મની સાથે કાંઈ સંબંધ નથી. અહીંયા (જીવની પર્યાયમાં) એક સમયની યોગ્યતા અને સામે નિમિત્ત બસ એટલું.
નવાં કર્મ બંધમાં (ભાવાગ્નવ) નિમિત્ત થાય છે, તે વાત જ નથી. જૂનાં કર્મની સાથે નૈમિત્તિકને સંબંધ છે, પણ નવાં કર્મની સાથે નૈમિત્તિકને સંબંધ છે એમ નથી. કેમ? કે-આ જ્ઞાનીની વાત ચાલે છે તેથી.
જ્ઞાની તો થવા યોગ્ય થાય છે તેમ જાણે છે. હું (પરિણામને ) કરું છું તો તે (પરિણામ) નવાં કર્મ બંધમાં નિમિત્ત કારણ થાય. આ નૈમિત્તિક દોષ છે તેનો સ્વીકાર કરે છે. પણ આ દોષ મારો છે તો નવાકર્મ બંધમાં નિમિત્ત કારણ થાય. જ્ઞાનીને નવું કર્મ બંધાતું જ નથી. નૈમિત્તિક છે તે તો ખરી જાય છે.
આ વાત ગજાબેન સાથે નીકળી 'તી. ગજાબેને પ્રશ્ન કર્યો 'તો; રાગ છે તે નિમિત્ત પણ છે અને નૈમિત્તિક પણ છે ને? કહ્યું નહીં. તે એકલું નૈમિત્તિક છે નિમિત્ત નથી. બહુ માર્મિક વાત છે.
ગજાબેને-પ્રશ્ન બહુ સારો કર્યો હતો. નૈમિત્તિકને તમે જૂનાંકર્મની સાથે સંબંધ કહો છો તો તે નવાં કર્મમાં નિમિત્ત કેમ ન થાય? (ઉત્તર) નવાકર્મમાં (રાગ ) નિમિત્ત નથી, કારણ કે તે જ્ઞાની થઈ ગયો છે. હવે તે રાગનો સ્વામી નથી. રાગ થાય છે તે નિર્જરવા માટે આવે છે પણ નવાં કર્મ બંધ માટે રાગ આવતો નથી. સાધકને રાગના નિમિત્તે નવો બંધ થતો જ નથી જા ! રાગમાં એકત્વ હોય તો રાગ (નવાં કર્મ બંધમાં) નિમિત્ત થાય ને? પણ સાધક તો રાગનો જ્ઞાતા છે. નવાકર્મ બંધની પરંપરા તેને તૂટી ગઈ છે, નિર્જરાની પરંપરા ચાલુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com