________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૧૫ થઈ ગઈ છે. એ વિષય ત્યાં પુના ખૂબ સરસ આવી ગયો કુદરતી.
તેમણે પ્રશ્ન સારો કર્યો હતો...કે-રાગ નવાં કર્મબંધમાં નિમિત્ત થાય છે? કે-ના, (નિમિત્ત નથી થતો.) આ તો નૈમિત્તિક ભાવ છે. આનું (રાગનું) નામ નૈમિત્તિક છે. તે (રાગ) થવાયોગ્ય થાય છે અને કરનાર એટલી જ સંધિ છે. જૂનાકર્મમાં માત્ર “કરનાર' લીધું છે, ત્યાં “થનાર' બીજું છે–એમ નથી લીધું. જૂનાં કર્મને કરનાર લીધું છે. નવાં કર્મ આ (રાગના) નિમિત્તે થનાર છે તેમ નથી. એટલે કરનાર લીધું, થનાર ન લીધું. (જૂનાં કર્મને) નિમિત્ત લીધું; પણ નવાં કર્મને નૈમિત્તિક ન લીધું. અહીંયા જે (રાગ થયો) તે નિમિત્ત અને નવાકર્મ તે નૈમિત્તિક તેમ છે જ નહીં. જે એમ લ્યો તો તો નવાં કર્મ (બંધનની) પરંપરા ચાલુ જ રહે તો પછી જ્ઞાની શેનો? આ તો જ્ઞાનીની વાત છે. આ બહુ માર્મિક વાત છે.
અહીંયા તો આગ્નવના નિરોધપૂર્વક સંવરની વાત છે. આસ્રવપૂર્વક બંધની વાત નથી. આ તો છૂટવાની વાત છે. કોઈ કોઈ વખતે કુદરતી વાત નીકળી જાય છે, તેમાંય ગજાબેને પ્રશ્ન કર્યો અને એમાં આ વાત નીકળી.
સંવરરૂપ થવા યોગ્ય (સંવાર્ય) અને સંવર કરનાર (સંપાદક) –એ બન્ને સંવર છે.” અહીંયા સંવર થયો તો સામે કર્મનો અભાવ થઈ ગયો-એટલે કર્મ આવતાં રોકાઈ ગયા. ત્યાં દ્રવ્ય સંવર અને અહીંયા ભાવ સંવર, નૈમિત્તિકમાં સંવર અને નિમિત્તમાં શું થયું? કેનવાં કર્મ આવતાં અટકી ગયા-તે દ્રવ્ય સંવર થયો. તેને કર્મનો ઉપશમ, ક્ષય કહો. નવાં કર્મ આવ્યા જ નહીં.
નવાં કર્મ કેમ આવ્યા નહીં? કેમકે અહીં શુદ્ધતા થાય છે તે નૈમિત્તિક છે. તે શુદ્ધતાનું નિમિત્ત કારણ ભગવાન આત્મા પણ નથી. સંવર થવા યોગ્ય થાય છે–તેનો આત્મા કરનાર નથી. સમ્યકદર્શન થયું ત્યારે દર્શનમોહનો અભાવ છે તેનું નામ દ્રવ્ય સંવર. આ સંવરને જૂનાં કર્મની સાથે સંબંધ છે–પણ નવાં કર્મ સાથે કાંઈ જ સંબંધ નથી. જુઓ ! આસ્રવ પછી સંવર લીધું. આસ્રવ પછી બંધ ન લીધું. આ સમયસાર વાંચે તેને આસ્રવપૂર્વક બંધ થાય? ન થાય.
અકર્તા અને અકારણ પરમાત્મા તેને ખ્યાલમાં આવ્યો. બે શબ્દ લીધા અકર્તા અને અકારણ. કારણ પણ નહીં અને કર્તા પણ નહીં. થવા યોગ્ય થાય છે–તેનો અર્થ હું જાણનાર છું-હું કરનાર નથી. થવા યોગ્ય શબ્દમાં મર્મ છે.
પ્રશ્ન – (રાગાદિ ) થાય છે તેનો સ્વીકાર છે? ઉત્તર – હા, હું તેને જાણું છું. પ્રશ્ન - તો પર્યાયદષ્ટિ થશે ને?
ઉત્તર – ના, પર્યાયદષ્ટિ નહીં થાય. સાધક બે નયોના વિષયને કેવળ જાણે છે. અકર્તાની શ્રદ્ધાપૂર્વક કર્તાકર્મને જાણે છે. આ તેરમી ગાથા ખૂબ જ માર્મિક છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com