________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯)
પ્રવચન નં. ર૬
માનીએ છીએ. ઉપાદાનને કર્તા માનીએ છીએ. કળશમાં પ્રશ્ન ઉઠયો કે એક કાર્યમાં બે કારણ હોય છે!? હા, ભાઈ ! બરાબર બે કારણ હોય છે એક ઉપાદાન કારણ હોય છે અને એક નિમિત્તકારણ હોય છે.
ઉપાદાન કારણ કોણ? (કળશમાં) માટીનું દષ્ટાંત આપ્યું છે. ઘડો થાય છે ને! ઘડાની પર્યાય છે ને!? તે અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ પરિણમતી પરિણમતી ઘટરૂપ પર્યાય પ્રગટ થાય છે. આ જે ઘડો થયો ને તેનું ઉપાદાન કારણ ઘટની પર્યાય છે અને નિમિત્ત કારણ કુંભાર છે. માટી છે તો ઘડો થાય છે તેવું છે નહીં, અને ઘડો થાય છે ત્યારે નિમિત્ત કારણ પણ છે. એકલી એકલી માટી ઘટરૂપે પરિણમતી નથી. એ માટી ઘટની પર્યાયનો કર્તા પણ નથી ને કારણ પણ નથી.
એકવખત મુંબઈમાં વાંચનમાં આ વાત કરી, કે કુંભારથી તો ઘડો થતો નથી પણ માટીથી પણ ઘડો થતો નથી. તો યુગરાજજીના દીકરા મીઠુભાઈ બેઠા હતા તેણે કહ્યું ભાઈ ! આ શું કહો છો !? ઘટની પર્યાય થાય છે તે નક્કી વાત છે. તે સસલાના શીંગડા નથી. ભલે તેની અતિ એક સમયની છે. તેનો કર્તા કુંભાર તો નથી પણ તેનો કર્તા માટી પણ નથી. કર્તા, કર્મ, ક્રિયા બધું તેમાં થાય છે તે તેના પકારકથી-ક્ષણિક ઉપાદાનથી થાય છે.
એક નિમિત્ત-ઉપાદાનની ચર્ચાનું પુસ્તક નીકળ્યું છે. તેમાં ડૉ. ભારિલજીની પૂત્રીએ લેખ લખ્યો છે. કાર્યની ઉત્પત્તિમાં નિયમ કારણ યોગ્યતા જ છે.' કાર્યની ઉત્પત્તિમાં નિયમથી કાર્ય હોય તો તત્ સમયની યોગ્યતા છે. ત્રિકાળી સ્વદ્રવ્ય પણ નહીં અને પર દ્રવ્ય પણ નહીં. તો પરિણામ પરથી દષ્ટિ છૂટીને ત્રિકાળી દ્રવ્ય ઉપર આવી જશે. અને આત્મા સાક્ષાત જ્ઞાતા થઈ જશે. આ કરવા જેવું છે.
પરિશિષ્ટ-૨ પ્રવચન નં. ૨૬
તા. ૨૩-૧૨-૮૯ આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. તેમાં પ્રથમ જીવ નામનો અધિકાર છે. સમયસારનો અર્થ છે – પ્રત્યેક આત્માઓ રાગાદિ ભાવકર્મથી રહિત છે. અનાદિ અનંત રહિત છે. એક સમય પણ ભગવાન આત્મા રાગથી સહિત થઈ શકતો નથી. તેમ આઠ પ્રકારના કર્મ, શરીરાદિથી પણ ભિન્ન છે.
મંગલાચરણમાં આ વાત કરી છે. – નમઃ સમયસારમાં શુદ્ધાત્માને નમસ્કાર કરું છું. તે શુદ્ધાત્મા કેવો છે?! નમસ્કાર કરવા યોગ્ય જે શુદ્ધાત્મા છે તે શુદ્ધ શા માટે છે?! તે અનાદિ અનંત શુદ્ધ શા માટે રહી ગયો ?
અનાદિ અનંત વસ્તુનો જે સ્વભાવ છે, જ્ઞાનાનંદ પરમાત્મા શુદ્ધાત્મા તે – ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી રહિત છે. રહિત થશે તેમ નહી. માત્ર તેની સાથે સંયોગ સંબંધ છેતાદામ્ય સંબંધનો અભાવ છે. શુદ્ધાત્મા જ્ઞાન ને આનંદથી તાદાભ્ય છે. પુણ્યને પાપના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com