________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૮૯ હો કે અભવિ હો ! જ્ઞાન સ્વભાવી આત્મા છે. સહજ જ્ઞાન થાય છે. જ્ઞાનને કરે તો જ્ઞાન થાય તેવું છે નહીં. આત્માનું જ્ઞાન થાય છે તો ઉપચારથી જ્ઞાનનો કર્તા, સમ્યકદર્શનનો કર્તા ઉપચારમાત્રથી કહેવામાં આવે છે. પહેલાં અનુપચાર સમજ પછી ઉપચારની વાત કર.
જે પોતાની મેળે રાગાદિ ભાવને પામતું હોવાથી” –જે મોહ નામનું કર્મ છે તેમાં રાગનો એક અનુભાગ છે-તેમાં રાગનો રસ છે. રાગ થાય છે ત્યાં સુધી બે જગ્યાએ થાય છે. નથી થતો ત્યારે એક પણ જગ્યાએ નથી થતો. “રાગાદિ ભાવને પામતું હોવાથી આત્માને રાગાદિનું નિમિત્ત થાય છે.” એટલે કે આત્મા નિમિત્ત થતો નથી. રાગનો ઉત્પાદુ થાય છે તો તેમાં નિમિત્તકારણ કોણ છે!? “પર સંગ એવ” મોહનો ઉદય તેમાં નિમિત્ત થાય છે. ભગવાન આત્મા તેમાં નિમિત્ત કારણ નથી.
એવાં પરદ્રવ્ય વડે જ શુદ્ધ સ્વભાવથી યુત થતો થકો જ, રાગાદિરૂપે પરિણમાવાય છે.-આવો વસ્તુનો સ્વભાવ છે.” “પરિણમાવાય છે' તો જાણે (આત્મા) નિમિત્ત કર્તા એવી વાત કરી. “જાણે” શબ્દમાં કર્તાકર્મની ભ્રાંતિ થઈ જાય છે “જાણે ' શબ્દનો અર્થ એવો નથી. આ તો ભાના કાગળ છે સમયસારનો ઉકેલ સમ્યક્દષ્ટિ જ કરે છે. બાકી એની ચાંચ ડૂબતી નથી.
આ ભાગવત કથા છે-આત્મકથા છે. સૂક્ષ્મ તો છે, પરંતુ હું જ્ઞાતા છું ને કર્તા નથી તો તારું જ્ઞાન પણ સૂક્ષ્મ થઈ જશે. હું કર્તા છું તેમાં સ્થૂળ થઈ જશે. સ્થૂળ થતાં થતાં પરિણામમાં શું થશે તે પરમાત્મા જાણે. આ ભગવાન આત્મા છે તે તેના નવ તત્ત્વના પરિણામ થાય છે. નવ તત્ત્વ છે. નવ તત્ત્વ નથી તેમ નથી. નવ તત્ત્વનો ઉત્પાદ હોવા છતાં તેનું કારણભગવાન આત્મા નથી. આત્માને તેનું કારણ ન કહો.
આ કર્મ બંધાય તેનું કારણ હું છું; હાથ-પગ હાલે છે તેનું કારણ હું છું કર્તા તો નથી પણ હાથ હાલે છે તેનું કારણ હું છું. કર્તા તો નથી પરંતુ હાથ હાલે ત્યારે નિમિત્ત કારણ હું છું. હાથ હાલે છે ને પગ ચાલે છે તેનો હું કર્તા તો નથી; રમણભાઈ ! પરંતુ હુલતા હાથનો હું નિમિત્ત છું. તો ગયો દુનિયામાંથી. આ પગ ચાલે છે તે આપ મેળે ચાલે છે, હું ચલાવતો તો નથી; પરંતુ ચાલે છે ત્યારે હું તેમાં નિમિત્ત છું? અરે ! ભગવાન તારી દષ્ટિ ક્યાં ગઈ !? આ સ્થૂળ દષ્ટાંત આપ્યું. હવે સૂક્ષ્મ પરિણામની વાત આવે છે.
રાગ ઉત્પન્ન થાય છે! થાય છે ને! તેની કોણ ના પાડે છે!? જ્યાં સુધી વીતરાગી પરમાત્મા ન થાય ત્યાં સુધી સાધકની દશામાં પરાશ્રિત રાગ પોતાની યોગ્યતા અને તેમાં નિમિત્ત કારણ ચારિત્રમોહનો ઉદય થાય છે. તો જે રાગ થાય છે તેનું કારણ હું છું. આહા ! તું કારણ નથી-કારણ ચારિત્રમોહનો ઉદય છે. તો પછી (રાગનું) ઉપાદાન કારણ કોણ?
શ્રી કળશટીકા કળશ ૧૭૪-૧૭પમાં એવો પ્રશ્ન કર્યો કે આત્મા રાગનું કારણ નથી તો રાગનું કારણ કોણ છે !? તો તેના ઉત્તરમાં કહે છે-કારણ બે પ્રકારના છે–એક ઉપાદાન કારણ અને એક નિમિત્ત કારણ. નિમિત્તને તમે માનો છો કે નહીં!? આ નિમિત્ત કારણની જ વાત ચાલે છે પણ તું નિમિત્તને કર્તા માને તેવું અમે માનતા નથી. અને નિમિત્તને અકર્તા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com