________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૨૯૧ જે પરિણામ બહિર્મુખ દશામાં ઉત્પન્ન થાય છે – તેનાથી આત્મા ભિન્ન છે.
- આ આત્મા, શુભાશુભ ભાવોથી રહિત હોવાથી તે પ્રમત્ત – અપ્રમત્ત તેવી બે પ્રકારની દશા અને વિસ્તાર કરોતો ચૌદ ગુણસ્થાન તેનાથી પણ રહિત છે. પોતાના જ્ઞાનાદિ ગુણોથી સહિત છે તેવો જે શુદ્ધાત્મા તેને દૃષ્ટિમાં લેતાં – અનુભવમાં લેતાં, તેના સંસારનો અંત આવે છે. અથવા મોક્ષમાર્ગ શરૂ થાય છે. “સમ્યકદર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષમાર્ગ' તે શુદ્ધાત્માના લક્ષે-આશ્રયે પ્રગટ થાય છે.
અગિયારમી ગાથામાં - ભૂતાર્થને આશ્રયે સમ્યક્દર્શન કહ્યું. ભૂતાર્થને આશ્રયે જીવ સમ્યક્દર્શન પામે છે વ્યવહારના સઘળોય અભૂતાર્થ છે તેમ ૧૧મી ગાથામાં ફરમાવ્યું. ૧૧ગાથા જૈન દર્શનનો પ્રાણ છે.
વ્યવહારનય અભૂતાર્થ એટલે શું? જેટલી પર્યાયો ઉત્પન્ન થાય છે કે વ્યય થાય છે. તેનો આત્માના ત્રિકાળી સ્વભાવમાં અભાવ છે. પર્યાય પર્યાયમાં છે પણ પર્યાય દ્રવ્યમાં નથી. આવું ભેદજ્ઞાન કરતાં તેનું લક્ષ પર્યાય ઉપરથી ખસી જાય છે, અને સામાન્ય ત્રિકાળી જ્ઞાયક ભાવમાં ઉપયોગ લાગે છે - ત્યારે શુદ્ધાત્માનો સાક્ષાત અનુભવ થાય છે. અનુભવથી ધર્મ થાય છે. કોઈ ક્રિયાકાંડ કે દેહ, મન, વાણી કે શુભાશુભ ભાવ તે કોઈ આત્માના હિતનું કારણ નથી.
૧૧ મી ગાથામાં ભૂતાર્થના આશ્રયથી સમ્યક્દર્શન કર્યું. ૧૨ મી ગાથામાં સમ્યકદર્શન થતાં, સવિકલ્પ દશામાં જ્યારે જીવ આવે છે ત્યારે કોઈ કોઈને...કોઈ વખતે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન કહ્યો. દ્રવ્યને જાણ્યા પછી જ પર્યાયનું જાણવું એ સમ્યકજ્ઞાન છે. દ્રવ્ય સ્વભાવને છોડીને પર્યાયને જાણે તો પર્યાય દષ્ટિ-મિથ્યા દષ્ટિ થઈ જાય છે. માટે પ્રથમ દ્રવ્યની સન્મુખ થઈને જ્ઞાયકને જાણો અનુભવ્યો.
પોતાના સ્વસંવેદન જ્ઞાનથી આત્માને જાણો. ઈન્દ્રિયજ્ઞાનથી આત્મા જાણી શકાતો નથી. ( અનુભવના કાળે) એક નવું જાત્યાંતર જ્ઞાન ઉત્પન્ન થાય છે. ઉપયોગ તો બધાની પાસે છે. હવે ઉપયોગનો દૂર ઉપયોગ કરે છે તો - ઈન્દ્રિયજ્ઞાન થાય છે. ઉપયોગનો સઉપયોગ કરે તો અંતર્મુખ થાય. જે જણાય છે તેને હું જાણું છું. જ્ઞાયકભાવ સદા બાળગોપાળ બધાને આત્મા જણાય રહ્યો છે. એટલો તો તેણે જ્ઞાનીઓ પર જિનવાણી ઉપર વિશ્વાસ રાખવો પડશે. આહા...હા..! એવો આત્મા જ્યારે જણાય છે – અનુભવાય છે ત્યારે તે નિર્વિકલ્પમાં લાંબો ટાઈમ રહી શકતો નથી. અનાદિ મિથ્યાષ્ટિ જીવને પ્રથમ અનુભવ થાય ત્યારે લાંબો સમય આત્મામાં રહેવાતું નથી. સવિકલ્પદશામાં આવે છે, પરિણતી ચાલુ રહે છે. અને શુદ્ધોપયોગ છૂટી જાય છે ત્યારે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન ટેમ્પરરી –કામ ચલાવે છે.
હવે તે સાધક આત્મા, ફરીને પરિણામને જાણવાનું બંધ કરીને આત્મામાં ફરીફરી (વારંવાર) સ્થિર થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com