________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૨
પ્રવચન નં. ર૬ હવે આપણે તેર નંબરની ગાથા લેવાની છે. તેમાં ભૂર્તાથનયે નવ તત્ત્વને જાણ તો સમ્યકદર્શન થશે. તેનો અર્થ એમ થયો કે અભૂતાર્થનયે નવ તત્ત્વનું શ્રદ્ધાન તો જીવે અનંતવાર કર્યું છે, જ્ઞાન પણ કર્યું છે – જે અનાદિથી ચાલતો પ્રવાહ છે.
શ્રી તત્ત્વાર્થસૂત્રમાં આવે કે - સાત તત્ત્વનું અથવા નવ પદાર્થનું શ્રદ્ધાન તેને સમ્યક્દર્શન કહેવાય. હવે આમાં આગળ જો “ભૂતાર્થ” શબ્દ ન લગાડવામાં આવે તો તે (સાત તત્ત્વોનું જ્ઞાન) સમ્યકદર્શનમાં નિમિત્ત પણ થતું નથી. જો ભૂતાર્થન નવ તત્ત્વને જાણે તો તે આત્માની સન્મુખ થતાં આત્માનો અનુભવ થાય–ત્યારે નવ તત્ત્વને નિમિત્ત કહેવામાં આવે છે. એવું અદભૂત સ્વરૂપ છે.
“ભૂતાર્થનયે નવ તત્ત્વોને જાણવાં' તેમાં નવ તત્ત્વની આગળ વિશેષણ ભૂતાર્થ મૂક્યું છે. આ “ભૂતાર્થ', વિશેષણ દિગમ્બર શાસ્ત્રોમાં પણ ક્યાંય જોવામાં આવતું નથી. ઘણાં શાસ્ત્રોનું મેં અધ્યયન કર્યું છે. વયોવૃદ્ધ પંડિતજી ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રીને મેં પૂછેલું કેભૂતાર્થનયે નવ તત્ત્વને જાણતાં સમ્યક્દર્શન થાય છે. એવી રીતે “ભૂતાર્થ' શબ્દ બીજે ક્યાંય છે? તેઓએ કહ્યું-એક સમયસારની ૧૩ મી ગાથામાં જ છે.
તેણે ભૂતાર્થનયે બંધ તત્ત્વને પણ જાણ્યું નથી. ભૂતાર્થનયે સંવર, નિર્જરા, મોક્ષને તો તેણે જાણ્યા નથી. પણ રાગને પણ તેણે ભૂતાર્થનયે જાણ્યો નથી. નવ તત્ત્વને ભૂતાર્થનયે જાણવાં, તેમાં પુણ્ય-પાપ-બંધમાં ભૂતાર્થનય લગાડી દેવું. “ભૂતાર્થનય’ શબ્દ આધઃ દીપક છે.
આ સમયસાર શાસ્ત્ર નવ તત્ત્વોનું વર્ણન કરનારું શાસ્ત્ર છે. ૧૨ ગાથા સુધી પીઠિકા કહી. ૧ર ગાથા સુધીમાં કોઈ સંક્ષેપ સચિવાળો જીવ! નિકટભવી આત્મા, સમ્યકત્વને પામી જાય છે. કદાચિત્ બાર ગાથા સુધીમાં સમ્યકત્વને ન પામ્યો હોય તો તેનો વિસ્તાર કરતાં ૪૧૫ ગાથા કહી. હવે જે ૪૧૫ ગાથામાં નવ તત્ત્વોનું સ્વરૂપ આવવાનું છે એના નામ કરણની વિધિ તેરમી ગાથામાં છે. તેર ગાથામાં નવ તત્ત્વના નામ કહ્યાં.
હવે કહે છે કે-એ નવ તત્ત્વોને તું સાપેક્ષથી જોઈ રહ્યો છે, તેને નિરપેક્ષથી જો. નવ તત્ત્વ પર્યાય છે. પર્યાય હોવા છતાં સત્ છે. સત્ છે તેથી અહેતુક છે. પહેલાં સને અહેતુક જાણ! નિરપેક્ષ જાણ. નિરપેક્ષ જાણ્યા પછી સાપેક્ષનું જ્ઞાન થાય તેને વ્યવહાર કહેવામાં આવે છે.
આચાર્ય દેવ કહે છે-નવ તત્ત્વનો વિસ્તાર હું કરીશ આસવ, બંધનું સ્વરૂપ પણ કહીશ. તેથી આસવ-બંધને પ્રથમ નિરપેક્ષ જાણજે. જો નિરપેક્ષ નહીં જાણ તો આત્મા આસ્રવ-બંધનો કર્તા છે તેવી મિથ્યાબુદ્ધિ થઈ જશે. અદ્દભૂત ગાથા છે.
નવ તત્ત્વોને ભૂતાર્થનયથી જાણ! તેમ કહ્યું. તો નવ તત્ત્વો તો વ્યવહારનયનો વિષયછે-ભેદ છે. તેને વળી ભૂતાર્થન-પરમાર્થન-નિશ્ચયનયે કેમ જાણવાં તે પ્રશ્ન ઉભો થાય. આ નવ તત્ત્વના ભેદ પોતે વ્યવહારનયનો વિષય છે. તે વ્યવહારનયના વિષયને એટલે એકએક પરિણામને સત્-અહેતુક જાણ. તેનો આત્મા કર્તા નથી. નવની કર્તા બુદ્ધિ છોડવા જેવી છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com