________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪
પ્રવચન નં. ૫ તેથી આચાર્ય ભગવાન કહે છે કે –એ નવ તત્ત્વોની સંતતિને (પરિપાટીને) છોડી.” નવ તત્ત્વ હો તો હો ! નવ તત્ત્વને લક્ષમાં ન લે; તેને ગૌણ કરી તેનું લક્ષ છોડી દે; આહા ..તેને જાણવાનું સર્વથા બંધ કરી દે. કેમકે નવ તત્ત્વના ભેદને જાણીશ ત્યાં સુધી સમ્યક્દર્શન નહીં થાય, એટલે ત્યાં સુધી વિકલ્પ ઉઠશે અને મિથ્યાત્વ થશે. હવે નવ તત્ત્વના ભેદને લક્ષમાંથી છોડી દે. હુતા નહોતા એકવાર કરી દે ને! કેમકે મારા સાધ્યની સિદ્ધિ નવા તત્ત્વના લક્ષે થતી નથી. નવ તત્ત્વનું લક્ષ છોડાવવું છે, નવ તત્ત્વ છોડાવવા નથી. તે પર્યાય તો સત્ અહેતુક છે. પર્યાયને પર્યાયનું લક્ષ છે ત્યાં સુધી પર્યાય દષ્ટિ છે. પર્યાયનું લક્ષ છૂટયું ને દ્રવ્યનું લક્ષ થયું ત્યાં દ્રવ્યદષ્ટિ થઈ. દ્રવ્યદષ્ટિ તે સમ્યક્રદૃષ્ટિ છે. “નવ તત્ત્વોની પરિપાટીને છોડીને' એટલે નવનું લક્ષ છોડીને-તેને આત્મા માનવાનું છોડીને.
“શુદ્ધનયનો વિષયભૂત એક આત્મા જ અમને પ્રાપ્ત હો.” જુઓ! બે જ વાત છે. (૧) વ્યવહારનયનો વિષય (૨) શુદ્ધનયનો વિષય. એક (વ્યવહારનયના) વિષયનું જ્ઞાન કરાવે છે અને લક્ષ છોડાવે છે. અને બીજું (શુદ્ધનયના વિષયનું) જ્ઞાન કરાવી અને લક્ષ કરાવે છે. આ વર્તુળમાં બસ બે જ વાત છે, ત્રીજી વાત તો છે જ નહીં.
વ્યવહારનયના વિષયમાં નવ હતા ને! અહીં શુદ્ધનયના વિષયભૂત એક આત્મા જ અમને પ્રાપ્ત હો. અમારી દષ્ટિમાં શુદ્ધાત્મા જ આવો. “બીજું કાંઈ ચાહતા (ઇચ્છતા) નથી. આ વીતરાગ અવસ્થાની પ્રાર્થના છે.”
“કોઈ નય પક્ષ નથી.” વીતરાગી પ્રાર્થનામાં કોઈ વિકલ્પ પક્ષ નથી. અમારે આત્મા જોઈએ તે ભાષામાં આવ્યું તેવું કાંઈ વીતરાગી પ્રાર્થનામાં નથી. પણ બીજા જીવોને સમજાવવું શી રીતે!? તેને પક્ષીતિક્રાંતની વિધિ બતાવે છે. વીતરાગી અવસ્થાની પ્રાર્થના છે–અપૂર્વ અવસર એવો ક્યારે આવશે !
જો સર્વથા નયોના પક્ષપાત જ થયા કરે તો મિથ્યાત્વ જ છે.” “સર્વથા ' શબ્દ વાપર્યો. વ્યવહારનયનો પક્ષ તો છોડાવતા આવીએ છીએ, પણ સર્વથા જો નિશ્ચયનયના પક્ષમાં આવી જાય તો પણ મિથ્યાત્વ જતું નથી. કેમકે તેને આખું ધ્યેયપૂર્વક ય થવું જોઈએ ને !? ઉપર કહ્યું કે-સમ્યક્દર્શન તે આત્મા છે-તેમ કહી દીધું છે.
કોઈ સર્વથા એકાંત નયપક્ષમાં ખેંચાય કે-પર્યાયથી રહિત છે, પર્યાયથી રહિત છે; રહિત છે તે વાત સાચી છે પણ (અનુભવના કાળે) પર્યાયથી સહિત પણ થાય છે-તેમ તું જ્ઞાનમાં રાખજે. જો એ સહિતનું પડખું જ્ઞાનમાં ન આવે તો; શુદ્ધનયનો પક્ષ આવ્યો તેને પણ પક્ષમાં કાંઈ આનંદ નથી-આકુળતા છે. ત્યાં તો રાગ-દ્વેષ થાય છે કે આવો છું ને આવો નથી. વિકલ્પ આવે છે તે રાગ-દ્વેષ છે. જેવો છે તેવો વિચારે તો પણ રાગ-દ્વેષ છે. શુદ્ધ છે ને, અશુદ્ધ નથી. જ્ઞાયક છું. ને જડરૂપ નથી એવો વિકલ્પ છે ત્યાં સુધી નયપક્ષ છે. જે જીવ વ્યવહારનયના વિકલ્પને તો છોડે છે પણ નિશ્ચયનયના વિકલ્પને આદરે છે તે જીવ અનુભૂતિને પામતો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com