________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૬૫ આ તો વીતરાગ થવાની પ્રાર્થના છે. કોઈ નવપક્ષ નથી, કોઈ ખેંચતાણ નથી. જો સર્વથા નયોનો પક્ષપાત થયા કરે-આવો છું..આવો છું....આવો છું ને આવો નથી–તો મિથ્યાત્વ જ છે, સમ્યકત્વ નથી. સમ્યકદર્શનમાં પક્ષ ન હોય. પક્ષ તો અજ્ઞાન છે. જ્ઞાનમાં પક્ષ ન હોય. જ્ઞાનમાં પક્ષ હોય ? પક્ષ ન હોય તેને જ્ઞાન કહેવાય.
અહીં કોઈ પ્રશ્ન કરે કે-આત્મા ચૈતન્ય છે એટલું જ અનુભવમાં આવે, તો એટલી શ્રદ્ધા તે સમ્યક્દર્શન છે કે નહીં?”
કોઈ કહે કે-આત્મા તો ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય.ચિચમત્કાર માત્ર છે. એટલું જ અનુભવમાં આવે એટલે એવો જ વિકલ્પ કર્યા કરે, એવું જ અનુમાન કર્યા કરે એવું જ ઈન્દ્રિયજ્ઞાન કર્યા કરે તો એટલી શ્રદ્ધા તે સમ્યકદર્શન છે કે નહીં?
તેનું સમાધાન - ચૈતન્યમાત્ર તો નાસ્તિક સિવાય સર્વ મતવાળાઓ આત્માને માને છે; તેથી આવું ન માનનાર અન્યમતી એટલે નાસ્તિક છે. તે આત્માને નથી માનતા બાકી તો આસ્તિક છે તે માને છે. આત્મા જ્ઞાનસ્વરૂપી છે. જાણનાર છે, ચૈતન્ય છે એ તો માને છે એટલે પોતાને તેવો અનુભવે છે. જાણનાર..જાણનાર.જાણનાર એ તો અનુભવ છે ને!? તો અહીં કહે છે-જાણનાર છું એટલા માત્રથી અનુભવ ન થાય. નાસ્તિક સિવાય બધાયા (મતાર્થીઓ) આત્માને ચૈતન્યજ્ઞાનસ્વરૂપી માને છે. જો એવી શ્રદ્ધાને સમ્યકદર્શન કહેવામાં આવે તો સૌને સમ્યકદર્શન થઈ જશે. આહા...હા! સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર ને માને તે સમ્યકદર્શન. તેનાથી આગળ આત્મા ચૈતન્ય છે તેમ માને તેને સમ્યફદર્શન તો તો બધા જ સમ્યક્દષ્ટિ થઈ ગયા. પણ એ સમ્યક્દર્શન નથી. સમ્યક્દર્શન તે કોઈ જુદી–અપૂર્વ વસ્તુ છે.
“તેથી સર્વજ્ઞની વાણીમાં જેવું પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે” અન્યમતમાં સર્વજ્ઞ ભગવાન જ નથી અને ચૈતન્ય આત્માને માને છે તો તેને સમ્યકદર્શન થતું નથી. ચૈતન્યનું જેવું સ્વરૂપ સર્વજ્ઞ ભગવાનની વાણીમાં-સમ્યક એકાંત અને સમ્યક અનેકાન્ત તેવી વાત બીજે ક્યાંય નથી. બન્ને પડખાંવાળું સ્વરૂપ સર્વજ્ઞની વાણીમાં જ આવ્યું છે. તેથી સર્વશની દિવ્યધ્વનિમાં જેવું પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવું જ શ્રદ્ધાન થવાથી જ નિશ્ચય સમ્યકદર્શન થાય છે એમ સમજવું.
હવે ત્યાર પછી શુદ્ધનયને આધીન” એમ આવે છે ને કે ભગવાન ભક્તને આધીન છે. તેમ અહીંયા કહે છે કે આત્મા શુદ્ધનયને આધીન છે. જ્યાં અંતર સન્મુખ ઉપયોગ થયો છે ત્યાં ભગવાનના દર્શન થાય...થાય ને થાય જ એમ કહે છે. આમ બહાર જોયા કરે તો એ ભક્ત નથી તેથી ભગવાનના દર્શન ક્યાંથી થાય !? ભગવાન ભક્તને આધીન છે. તેમ શુદ્ધનયને આધીન ભગવાન છે. એટલે કે-અતીન્દ્રિયજ્ઞાનમાં જણાય, ઈન્દ્રિયજ્ઞાનમાં આત્મા ન જણાય.
શુદ્ધનયને આધીન સર્વ દ્રવ્યોથી ભિન્ન આહા..હા! સર્વ દ્રવ્યો જે ભિન્ન છે; –તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com