________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮
પ્રવચન નં. ૧૦ જ્ઞાયક છું' – તો અનન્ય થઈને જાણી લીધું. શ્રદ્ધા એમ થઈ કે - હું અન્ય છું. અન્ય તો કાયમ રહે છે – શ્રદ્ધા ભેળસેળ કરતી નથી. શ્રદ્ધા પર્યાયની સામે પણ જતી નથી. અન્ય રહે તો અનન્યનું જ્ઞાન સાચું અને અનુભૂતિ ન થાય તો જ્ઞાયક લક્ષમાં ન આવે – તો પ્રતીતિ ક્યાંથી થાય ?
અનુભવના કાળમાં જાણેલાની પ્રતીતિ થાય છે. હવે જાણેલાની પ્રતીતિ કહી તો ક્યારે જાણે આત્માને? કે-અનન્ય થઈને જાણે. શ્રુતજ્ઞાન જુદું રહીને ન જાણી શકે. શ્રુતજ્ઞાન આત્મા થઈને આત્માને જાણે. શ્રુતજ્ઞાન હવે શ્રુતજ્ઞાન રહેતું નથી. શ્રુતજ્ઞાન આત્મા થઈને આત્માને જાણે છે. તે જુદું રહે – તેવો ભેદ પણ ન રહે, તે આત્મા થઈ જાય છે તેને કથંચિત્ અભેદ કહેવામાં આવે છે. નિર્વિકલ્પજ્ઞાનના કાળમાં સમ્યકદર્શનનો જન્મ થાય છે. અનન્યના કાળમાં જ સમ્યકદર્શનનો જન્મ થાય છે. જ્ઞાન અનન્યરૂપે પરિણમે છે ત્યારે શ્રદ્ધા અનન્યને સ્વીકારતી નથી, અન્યને સ્વીકારે છે. આહા...હા! અન્ય રહે ત્યાં સુધી જાણવામાં ન આવે તે પોઈન્ટ અગત્યનો હતો. એક સમયનું કામ છે – એક સમયમાં બધું થઈ જાય છે.
પ્રવચન નં - ૧૦
તા. ૨-૧૨-૮૯ શ્રી સમયસારજી શાસ્ત્ર છે તેની તેર નંબરની ગાથા છે. આ ગાથામાં ભૂતાર્થનયથી નવ તત્ત્વને જાણતાં સમ્યક્દર્શન થાય છે. આ ગાથા સમ્યક્દર્શનની છે. સમ્યક્દર્શન કેમ થાય અને સમ્યફદર્શન થયા પછી જ્ઞાન નવ તત્ત્વને જાણે છે તે બે વાત આ ગાથામાં બતાવવી છે.
અગિયાર નંબરની ગાથામાં એકલા ભૂતાર્થના આશ્રયે સમ્યકદર્શન થાય છે ત્યાં એટલું જ લેવાનું છે. અહીંયા વિષય તો એનો એ જ છે-ભૂતાર્થને આશ્રયે સમ્યકદર્શન થાય છે પણ સાથે-સાથે વિશેષતા એ છે કે ભૂતાર્થને આશ્રયે સમ્યફદર્શન તો થયું પણ સાથે સમ્યકજ્ઞાન પ્રગટ થયુ; તે અતીન્દ્રિયજ્ઞાન નવ તત્ત્વના ભેદને જેમ છે તેમ જાણે છે.
તેર નંબરની ગાથામાં બીજી એ વિશેષતા છે કે ભૂતાર્થનયથી નવ તત્ત્વને જાણતાં સમ્યક્દર્શન થાય છે. કેવળ નવ તત્ત્વને જાણતાં સમ્યક્દર્શન થાય છે તેમ ન લખતાં; (નવા તત્ત્વની) આગળ વિશેષણ મૂક્યું કે-ભૂતાર્થનયથી નવ તત્ત્વને જાણતાં એટલે કે નવ તત્ત્વથી ભિન્ન શુદ્ધાત્માને જાણતાં સમ્યક્દર્શન થાય છે. કેમકે ટીકામાં લખ્યું છે કે-કેવળ શુદ્ધનયથી શુદ્ધાત્માને જાણતાં. શુદ્ધનયનો વિષય એકલો શુદ્ધાત્મા છે. -તેનો આશ્રય કરતાં સમ્યકદર્શન થાય છે, તેની સાથે સમ્યકજ્ઞાન પણ થાય છે. તે અતીન્દ્રિયજ્ઞાન નવતત્ત્વને થવા યોગ્ય થાય છે તેમ જાણે છે. દ્રવ્યને જાણે છે અને પર્યાયને પણ જાણે છે. એટલે સાથે સાથે નવ તત્ત્વોનું જાણપણું પણ આ ગાથામાં ઉમેર્યું છે.
હવે શુદ્ધાત્માનો અનુભવ થયા પછીની વાત ચાલે છે. અનુભવ કેમ થાય તે વાત ઉપર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com