________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૦૭ જેવા લાગો છો.) વકીલ ભલે પક્ષથી વાત કરે પણ ન્યાયધીશ તો પક્ષપાતથી રહિત મધ્યસ્થ છે. વકીલ લડે ત્યારે ન્યાયધીશ પક્ષ ન કરે.
શુદ્ધનયથી નવ તત્ત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે હોં! પર્યાય સર્વથા ભિન્ન રહે તો અનુભૂતિ થાય કે ન થાય? આહા! બાબુભાઈ ઝવેરીએ પૂ. ગુરુદેવને કહ્યું કે - લાલુભાઈએ તો એમ કહ્યું કે – હાથ બળતો હોય તો બરફની પાટ ઉપર રાખી દે! બરફથી જુદો રાખીશ તો શાંતિ નહીં થાય. બરફની પાટ અંદર છે ત્યાં પર્યાયને જરાક અડાડી દે. પછી ગુરુદેવે બાબુભાઈને કહ્યું કે – લાલુભાઈએ આમ કહ્યું !? અમે તો લાલુભાઈને કોઈ દિવસ સાંભળ્યા નથી એમ કહી બાબુભાઈનો વાસો થાબડ્યો. કેમકે (દ્રવ્યદષ્ટિ પ્રકાશ વાંચીને) સર્વથા ભિન્નમાં ચડી ગ્યા તા ને!? એટલે કથંચિત અભિન્નનો પાઠ તેમને આપવો પડ્યો.
સર્વથા ભિન્ન છે તે વાત સાચી છે. પરંતુ કથંચિત્ અભિન્ન છે તે છોડાય નહીં. કથંચિત્ અભિન્ન એટલે વ્યવહાર અભિન્ન. આ તો નિશ્ચયપૂર્વક વ્યવહારની વાત ચાલે છે. સર્વથા અભિન્ન ક્યાં કહીએ છીએ. સર્વથા અભિન્ન કહીએ તો પર્યાયના નાશથી દ્રવ્યનો નાશ થાય. અને કથંચિત્ અભિન્ન ન કહે તો અનુભૂતિ ન થાય; શુદ્ધનયનો પક્ષ રહી જાય પણ પક્ષાતિક્રાંત ન થાય. કથંચિત્ અનન્યમાં મર્મ છે.
ત્યાં વિકારી થવા યોગ્ય”, હવે આ આવ્યો જ્ઞાનનો વિષય. નવ તત્ત્વમાંથી એકને તો કાઢયો અને અનુભૂતિ કરી લીધી તો હવે સમ્યકજ્ઞાન પ્રગટ થઈ ગયું. તે સમ્યકજ્ઞાન એક પડખાંને ઉપાદેયપણે જાણે છે અને બીજા પડખાંને હેયપણે જાણે છે. જુઓ જાણે છે પણ હેય પણે જાણે છે, ઉપાદેયપણે જાણતું નથી. સમ્યકજ્ઞાન પર્યાયને ઉપાદેયપણે ન જાણે પર્યાયને જાણે પણ ઉપેક્ષાપણે જાણે. અપેક્ષા એકની અને ઉપેક્ષા અનેકની. કોઈ ઉપજે કોઈ વિણસે મારે તેની અપેક્ષા નથી. અપેક્ષા નથી તેનો અર્થ જાણપણું આવી ગયું.
અપેક્ષારૂપ એકને અને ઉપેક્ષારૂપ નવને જાણું છું – તેનું નામ સમ્યકજ્ઞાન છે. ઉપજે વિણસે તેનાથી કાંઇ પ્રયોજન નહીં તેનું નામ જ ઉપેક્ષા. સમયસારતો સમયસાર છેઆંધળાની આંખ છે. ભારતનો ભગવાન છે. અદ્વિતિય-અજોડ ચક્ષુ છે. તેને જે ભાવથી ભણશે તેને સમ્યકદર્શન થશે. તેવું તેમાં નિમિત્તપણું છે. આમ તો ચારેય અનુયોગ નિમિત્ત છે, પણ તેમાં દ્રવ્યાનુયોગ અને તેમાં પણ આ સમયસાર.
આહા..હા! સર્વથા ભિન્નની સાથે કથંચિત્ અભિન્ન મળે છે ત્યારે પક્ષીતિક્રાંત થાય છે -તે ધ્યાન રાખજો. સર્વથા ભિન્ન શ્રદ્ધાની સાથે કથંચિત્ અભિન્ન તેવું જ્ઞાન થાય છે–ત્યારે અનુભૂતિ થાય છે.
પ્રશ્ન - કથંચિત્ અભિન્ન ન માને તો અનુભૂતિ થાય જ નહીં ને!?
ઉત્તર - તો અનુભૂતિ ન થાય. અનુભૂતિ ન થાય તો જાણેલાનું શ્રદ્ધાન ન હોય. જાણેલાનું શ્રદ્ધાન ન હોય તો આત્મા જાણવામાં નથી આવ્યો. અનુભવમાં જાણવામાં આવ્યું કે –“હું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com