________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૦૬
પ્રવચન નં. ૯
અનન્ય કહું તો તું ડખલ કરીશમાં. જ્ઞાન કહે છે – તું મને ક્યાં નડે છે. જ્યારે હું અનન્યને કહીશ ત્યારે અનુભૂતિ થશે અને ત્યારે તારો (શ્રદ્ધાનો ) જન્મ થશે.
શ્રદ્ધા કહે છે- તારે જેમ કરવું હોય તેમ કર, મારાથી તો પર્યાય અન્ય જ છે. હું તેમાં એકની બે થવાની નથી. હું વિચલિત નહીં થાઉં; એમ શ્રદ્ધા કહે છે.
હવે જ્ઞાન શ્રદ્ધાને કહે છે – જ્યારે હું તારા પક્ષમાં તો આવું છું ને ત્યારે હું અન્ય જ કહીશ, પણ અત્યારે હું જ્ઞાનના પક્ષમાં છું- તારા પક્ષમાં તો ઉભો છું, તારા પક્ષમાંથી ખસી નથી ગયો; પણ તારા કરતાં મારો વિષય વધારે છે તેથી હું અનન્ય કહું છું.
આ બહુ સમજવા જેવી રહસ્ય ભરેલી વાત છે. જ્યારે જ્ઞાન કથંચિત્ અનન્ય કહે છે ત્યારે શ્રદ્ધા વચ્ચે આવતી નથી. અને જ્ઞાન પણ શ્રદ્ધાની પડખે ઉભું છે. તે કાયમ ટેકો આપે છે–તું સાચી છો; પણ જ્યારે હું આમ જોઉં છું–એટલે જ્ઞાનને જોઉં છું, તો અનન્યપણું કથંચિત સત્યાર્થ છે. ( શ્રદ્ધાને ) તને સર્વથા સત્યાર્થ કહું છું મને કથંચિત્ સત્યાર્થ કહું છું. તારી પડખે હું અડીખમ ઉભો છું પણ આ બાજુ જોઉં છું ત્યારે અનન્ય થાય છે-અનુભૂતિ થાય છે; તેથી હું લાચાર છું.
મારામાં જ્ઞાનમાં અન્યોન્ય છે. જ્ઞાનમાં અન્ય હોવા છતાં અનન્યપણે જ્ઞાન થાય છે, તેવું પણ મને જ્ઞાન જણાય છે, તેની હું ના કેવી રીતે પાડી શકું?! હું (અનન્યનો ) નિષેધ નહીં કરું. જો હું નિષેધ કરીશ (અનન્યનો ) તો અનુભૂતિ નહીં થાય.
આ રહસ્યમય અંદરની ઊંડી વાત છે. જ્ઞાન પ્રમાણિક છે જેમ છે તેમ કહે છે. તે ખોટું નથી કહેતું. ( અનુભૂતિના કાળે) અનન્યપણે જાણવામાં આવે છે તો તેની ના કેવી રીતે પાડે? અને સર્વથા અન્યમાં અનુભૂતિ ન થાય. કથંચિત્ અનન્ય તેમાં અનુભૂતિ થાય છે. શ્રી સમયસાર ૧૪ ગાથામાં કહ્યું કે શુદ્ધનય કહો – અનુભૂતિ કહો કે આત્મા કહો તે એક જ છે. અનુભૂતિ તે આત્મા જ છે. વસ્તુ એક જ છે. બે સત્ નથી એક જ સત્ લે! આ ઉત્પાદ્યયધ્રુવયુ ંસત્ આવ્યું. અધ્યાત્મપૂર્વક આગમનું જ્ઞાન થાય છે. અધ્યાત્મને છોડીને આગમની શ્રદ્ધા તે મિથ્યા શ્રદ્ધા થઈ જાય છે. આગમના નામે મિથ્યાત્વ પુષ્ટ થઈ જાય છે.
-
આગમ તો પર્યાયથી સહિતની જ વાત કરશે તેમાં પદાર્થની સિદ્ધિ થાય. આગમને કાંઇ પ્રયોજનની સિદ્ધિ નથી કરવી. તેને તો છ દ્રવ્યની સિદ્ધિ કરવી છે. છ દ્રવ્યની સિદ્ધિ કરે તો પર્યાય તેમાંથી બાદ થાય જ નહીં તો તો અન્યમતી થઈ ગયો. અને પર્યાયથી સહિતનું શ્રદ્ધાન કરે તો પણ તે અન્યમતી છે.
કોઇક જીવ પામે છે તેનું કારણ અટપટી વાત છે. એક્દમ સીધી વાત હોત ને તો તો બધા પામી જાત. પણ વાત થોડીક અટપટી છે. પણ તેમાંથી માર્ગ નીકળી શકે છે જો મધ્યસ્થ થઈને વિચારે તો! અત્યારે જ્ઞાન કોની વકીલાત કરે છે કોના પક્ષને રજૂ કરે છે એ સમજવું જોઈએ બસ, તો સમાધાન થઈ જાય.
(શ્રોતા – જેમ સુપ્રિમકોર્ટમાં જજ બેઠા હોયને તે વાત કરતા હોય તેમ આપ ન્યાયધીશ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
-