________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૦૫
પ્રતિપાદન કરવું હોય ત્યારે એમ જ કરે. (શ્રોતા- ભાઈ ! તમે પણ હાથમાં જે કેસ આવે છે તેનું બરોબર પ્રતિપાદન કરો છો) એમ જ્ઞાન જેના પક્ષે વાત કરે છે ૧૦૦% તેમ છે તેમ કહે.
–
આહા! ધ્યેયપૂર્વક શેય થાય છે ને!? જ્ઞાન બધું જાણે છે- કથંચિત્ રહિત પણ છે અને કથંચિત્ સહિત પણ છે. જે જ્ઞાન સર્વથા રહિત કહે છે તે જ કહે છે કે – કચિત્ સહિત છે. જ્ઞાન કહે છે ધ્યાન દઇને સાંભળો બરાબર સર્વથા સહિત હું કહેતો નથી. કેમકે સમ્યગ્દર્શનથી સર્વથા સહિત હોય તો, તો...પર્યાયનો તો ઉત્પાદ-વ્યય, ઉત્પાદ-વ્યય થયા જ કરે છે – તો આત્માનો નાશ થઈ જાય. આહા..હા! આ જૈનદર્શન છે.
–
જો કથંચિત્ શબ્દ કાઢી નાખે તો ગોટાળો થઈ જાય-કંચિત્માં તો મર્મ છે. –શ્રદ્ધાના વિષયમાં સ્થંચિત્ લગાડે તો ગોટાળો થાય, અને જ્ઞાનના વિષયમાં કથંચિત્ ન લગાડે તો પણ ગોટાળો થાય. હવે એ સમજવું જોઈએ કે જ્ઞાન અત્યારે શ્રદ્ધાની બાજુથી વાત કરે છે કે જ્ઞાનની બાજુથી બોલે છે. તેના હાથમાં અત્યારે કયો કેસ છે તે સમજણમાં આવી જાય તો અવિરોધ વાત છે – તેમાં વિરોધ નથી.
હવે શ્રદ્ધાનો કેસ જ્યારે હાથમાં હોય ત્યારે પર્યાય અડતી નથી, સ્પર્શતી નથી, સર્વથા ભિન્ન છે-પર્યાયનો આત્મામાં અભાવ છે. પર્યાય પરદ્રવ્ય છે તેથી (ધ્રુવમાં) છે જ નહીં, તે અવિધમાન છે. જ્ઞાનના હાથમાં અત્યારે કયો કેસ છે-નિશ્ચયનો કે વ્યવહારનો બસ.
જ્ઞાન જ્યારે વ્યવહારની વાત કરે ત્યારે બરાબર કરે. પર્યાય દ્રવ્યથી અનન્ય છે. અનન્ય ન થાય તો અનુભૂતિ નહીં થાય. અનુભૂતિ નહીં થાય તો-શ્રદ્ધા નહીં થાય. અનુભૂતિના કાળમાં શ્રદ્ધા પ્રગટ થાય છે. અનન્યમાં અનુભૂતિ થાય છે અને અનુભૂતિમાં સમ્યગ્દર્શનનો જન્મ થાય છે. અન્ય વખતે જ અનન્ય થઈ જાય છે. અન્ય છે એમ શ્રદ્ધામાં આવતાં અનન્ય થઈ જાય છે. અનન્ય થાય છતાં અન્ય રહે છે- એ જૈનદર્શનનો મર્મ છે.
આહા..હા! જ્યારે (શુદ્ધ પર્યાયથી ) અનન્ય થાય છે ત્યારે અનુભૂતિ થાય છે. અન્ય રહે ત્યાં સુધી અનુભૂતિ થતી નથી. દ્રવ્ય અહીંયા અને પર્યાય ત્યાં એમ નથી. (બન્ને જુદાજુદા નથી ) એટલે કે અનન્યના કાળમાં અનુભૂતિ થાય છે; અને અનુભૂતિના કાળમાં શ્રદ્ધા પ્રગટ થાય છે-કે-હું પર્યાયથી અન્ય છું. આહાહા...! શ્રદ્ધા અન્યની છે જ્ઞાન અનન્યનું થઈ જાય છે. સમય એક છે.
અત્યારે જ્ઞાન કોનો કેસ હાથમાં લ્યે છે... શ્રદ્ધાનો કેસ ચાલે છે કે જ્ઞાનનો કેસ ચાલે છે–બસ તેમાં મર્મ છે. તેના હાથમાં જેનો કેસ છે તેને બરાબર લડે છે હોં!
જ્ઞાન શ્રદ્ધાને એમ કહે છે કે-તું સર્વથા ભિન્ન કહે છે તે બરાબર છે; પણ જો તું સર્વથા જ્ઞાનમાં લગાડીશ તો અનુભૂતિ નહીં થાય. શ્રદ્ધા કહે છે-હું તારા પક્ષમાં નથી આવતી. હું તો સર્વથા ભિન્નમાં જ રહું છું, અને તું તારામાં રહે બરાબર છે. જ્ઞાન શ્રદ્ધાને કહે છેતને મુબારક હો! પણ તું મારા વિષયમાં ડખલગીરી કરીશ નહીં. હું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com