________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪
પ્રવચન નં. ૯ સાથે સ્વસ્વામી સંબંધ ન હોય. જો નાશવાન સાથે નિશ્ચયથી સ્વસ્વામી સંબંધ માને તો પોતાનો નાશ થઈ ગયો. બીજા સમયે પોતાનું અસ્તિત્વ જ ન રહ્યું! કેમકે જેને સ્વ માન્ય તેની સાથે એકત્ર થઈ ગયું. હવે પર્યાય નો તો નાશ થાય છે – તો સામાન્યનો પણ નાશ થઈ જશે. માટે નિશ્ચયનયે તો સ્વસ્વામી સંબંધ જ્ઞાયકની સાથે જ છે – તેમ શ્રદ્ધામાં કાયમ રાખવું. વ્યવહારનયે જોવામાં આવે તો નિશ્ચય રત્નત્રયના પરિણામની સાથે કથંચિત્ સ્વા
સ્વામી સંબંધ છે-તેમાં કોઈ દોષ આવતો નથી. વ્યવહાર શબ્દ લગાડયોને? વ્યવહારે છે અને નિશ્ચયે નથી.
સ્વસ્વામી સંબંધની વાત એકદમ અલૌકિક બહાર આવી છે. કાલાન્તરે પણ જીવ શ્રધ્ધાથી ચુત ન થાય, તેમાં ક્ષાયિક સમ્યફદર્શન થાય. મારું સ્વ તો જ્ઞાયક જ છે. આ જગતમાં બીજું કોઈ મને મારું સ્વ દેખાતું નથી. કહે-આ સમ્યક્રદર્શનની પર્યાય પ્રગટ થઈ ને તે ? આનંદની પર્યાય પ્રગટ થઈને તે ? તો કહે છે-જે પ્રગટ થાય છે તે મને પરદ્રવ્ય છે/જ્ઞાન કહે છે- હું અત્યારે શ્રદ્ધાની વકીલાત કરું છું.
જ્ઞાન અત્યારે શ્રદ્ધાના પક્ષમાં આવીને વાત કરે છે. આ પ્રગટ થતી પર્યાય મને પદ્રવ્ય છે. સમ્યક્દર્શન પરદ્રવ્ય છે. હવે જ્ઞાન જ્યારે વ્યવહારમાં આવીને વાત કરે છે ત્યારે કહે છે કે-જીવનાં પરિણામ જીવથી અનન્ય છે. આ અનુભૂતિ તે આત્મા છે. આ કોઇ અલૌકિક ચમત્કારીક વાત છે. જ્ઞાન જેમ છે તેમ જાણે છે. ચિત્તસ્વરૂપ જીવતો ચિત્તસ્વરૂપ જ છે. તે નવપક્ષ કરતું નથી.
કોર્ટમાં એક જ વકીલ જેણે બીજાનું ખૂન કર્યું છે તેને બચાવવા કેસ લડે. એજ વકીલ બીજા કેસમાં ખૂનીને જેલ અપાવવા લડે. એક જ દિવસે એક વકીલ પરસ્પર વિરુદ્ધ જુદા જુદા કેસમાં બન્ને દલીલ કરી શકે છે. એક જ વકીલ ખૂનીને બચાવવાનો કેસ લડે ત્યારે કહેસાહેબ! તે ખૂની છે તેથી તેને જન્મટીપની સજા થવી જોઈએ. બે કેસ જુદા જુદા, બે વ્યક્તિ જુદી જુદી, બન્નેના દોષ જુદા જુદા તેવા કેસ લડે છે.
તેમ અહીંયા જ્ઞાનની પર્યાય છે તે વકીલ છે. તે જ્યારે શ્રદ્ધાના પડખેથી દલીલ કરે છે. ત્યારે કહે છે–પર્યાય મારાથી સર્વથા ભિન્ન છે. પર્યાય મને અડતી જ નથી. હવે તે જ જ્ઞાન પ્રવચનસાર ૧૭ર ગાથાના વીસમાં બોલમાં-પર્યાય છે તેજ આત્મા છે. આ કામ જ્ઞાનનું છે-શ્રદ્ધાનું કામ નથી હોં !
જ્ઞાન વકીલાત કરે છે-જ્ઞાનની પર્યાય છે તે જ આત્મા છે, તેટલો જ આત્મા છે કેમકે જ્ઞાનથી અનન્ય છે. સમ્યકદર્શન આત્માથી ભિન્ન છે કે અભિન્ન? તો કહે છે
અભિન્ન છે. હવે જ્યારે શ્રદ્ધાના પક્ષમાં આવે છે તો કહે છે-આત્મા મોક્ષની પર્યાયથી ભિન્ન છે. જ્ઞાનમાં સમ્યકદર્શનથી અભિન્ન કહે અને શ્રદ્ધામાં મોક્ષથી આત્માને ભિન્ન કહેઆનું નામ સ્યાદ્વાદ છે.
સ્યાદ્વાદ કેવો છે? જેવું સ્વરૂપ છે તેવું જાણે છે. એવું જાણે અને જ્યારે તેને જે પ્રકારે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com