________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૧/૯ આવી ગઈ. અનુભવ પછી શું થાય તે બીજો પાઠ ચાલે છે.
“ત્યાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એ બન્ને પુણ્ય તેમજ બન્ને પાપ છે.” વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એમ બબ્બે શબ્દ છે. વિકારી થવાયોગ્ય તે જીવની એક સમયની પર્યાયની યોગ્યતા છે. અને વિકાર કરનાર એ-જૂનાં કર્મનો ઉદય છે. વિકારી થવા યોગ્ય તે ક્ષણિક ઉપાદાનની યોગ્યતા છે-અને તેનું નિમિત્ત કારણ કર્મનો ઉદય આદિ છે. કહે છે કે-આ જે વિકારી થવા યોગ્ય શબ્દ છે તે આત્માનું અકર્તાપણું પ્રસિદ્ધ કરે છે.
આ સાધક થયા પછીની વાત ચાલે છે. સાધક થવા માટે તો નવ તત્ત્વથી ભિન્ન એકલા શુદ્ધાત્માને જાણ્યો. તે વખતે નવ તત્ત્વનું લક્ષ પણ નથી. જ્ઞાન નવ તત્ત્વને જાણતું પણ નથી. શુદ્ધનયનો વિષય એકલો શુદ્ધાત્મા છે અને તેમાં સમ્યકદર્શન પ્રગટ થાય છે. સમ્યકદર્શન થતાં સમ્યકજ્ઞાન પ્રગટ થાય છે તો પ્રમાણજ્ઞાન પ્રગટ થયું તે દ્રવ્યને પણ જાણે અને પર્યાયને પણ જાણે.
સાધક થયો તે પર્યાયને કેવી રીતે જાણે છે તે આમાં ખૂબી છે. પુણ્યના પરિણામ એટલે ભાવ પુણ્ય થવા યોગ્ય થાય છે. થવા યોગ્ય થાય છે તેનો અર્થ એ કે-તેનો કરનાર કોઈ નથી. આત્મા ઉપાદાનપણે પણ કરનાર નથી અને આત્મા નિમિત્તપણે પણ કરનાર નથી.
ઉપાદાનપણે પર્યાયનો કરનાર કોણ? ક્ષણિકઉપાદાન તે ઉપાદાન કર્તા છે. તે નૈસર્ગિક સ્વયમેવ ઉત્પન્ન થાય છે–તેને થવા યોગ્ય થાય છે તેમ કહેવાય. નવ તત્ત્વો નૈમિત્તિક પર્યાય છે. નૈમિત્તિક પર્યાય હોય તો તેમાં નિમિત્તકારણ હોવું જોઈએ. જો નિમિત્ત કારણ વિના પર્યાય થાય તો તે સ્વભાવ થઈ જાય-એટલે પારિણામિકભાવ થઈ જાય, પણ આ પર્યાયો પારિણામિક ભાવ નથી. આ ચારેય પર્યાય કર્મ સાપેક્ષ છે. કર્મ સાપેક્ષ હોય તો કર્મ નિમિત્ત હોય...હોયને હોય જ. ઉપાદાન કર્તા પર્યાય અને નિમિત્ત કર્તા કર્મ અને આત્મા કેવળ જાણનાર અકર્તા. કેવળ..જાણનાર. નૈમિત્તિકને પણ જાણે તથા નિમિત્તને પણ જાણે. નૈમિત્તિક હોવા છતાં તે પરાધીન નથી. થવા યોગ્ય થાય છે તે સ્વાધીનતા બતાવે છે.
અહીં આ જ્ઞાન પ્રધાન કથન છે. દષ્ટિ પ્રધાન કથનમાં વ્યાપ્ય-વ્યાપક પુદગલની સાથે છે. આમાં વ્યાપ્ય-વ્યાપક પુદગલની સાથે નથી. જ્ઞાન પ્રધાન કથનમાં થવા યોગ્ય થાય છે. ભાવ પુણ્ય સત્ અહેતુક થવા યોગ્ય થાય છે–તો જ ક્ષણિક ઉપાદાન સિદ્ધ થાય. ભાવ પુણ્ય ક્ષણિક ઉપાદાન હોવાથી આત્મા તેનો ત્રિકાળ ઉપાદાન કર્તા નથી. જો ત્રિકાળી ઉપાદાન કર્તા હોય તો તન્મયપણાનો દોષ આવે-અને પરમપરિણામિકભાવ નૈમિત્તિક રૂપ થઈ જાય, એમ તો બનતું નથી. તેથી ઉપાદાનકર્તા આત્મા નથી.
બીજું આત્મા નિમિત્તકર્તા હોય તો નિત્યકર્તાપણાનો દોષ આવે. તો તો પુણ્ય જ થયા કરે.પુણ્ય પલટીને પાપ પણ કોઈ દિવસ ન થાય–તેથી નિમિત્તકર્તા પણ નથી.
હવે બે પ્રશ્ન ઉભા થાય છે પરિણામનો ઉપાદાન કર્તા કોણ? અને નિમિત્તકર્તા કોણ? આ બે પ્રશ્ન ઉભા થયા. ઉપાદાન કર્તા કોણ તો કહે છે-ક્ષણિક ઉપાદાન. “થવા યોગ્ય’ શબ્દ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com