________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦
પ્રવચન નં. ૧૦ છે. તે ક્ષણિક ઉપાદાનનું દ્યોતક છે. જ્યાં ઉપાદાનની વાત આવે ત્યાં સર્વત્ર ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન તેમ લગાવવું. તો થવા યોગ્ય થાય છે તે પર્યાયની સ્વતંત્રતા છે, અને નૈમિત્તિક પર્યાય છે માટે તેમાં નિમિત્ત હોય. નિમિત્તનું જ્ઞાન કરાવે છે. નિમિત્તથી થતું નથી.
ભાવ પુર્ણ થાય છે તે-ત્રિકાળી ઉપાદાનથી પણ નહીં અને નિમિત્તથી પણ નહીં. નિમિત્ત જો ઉપાદાન કરે તો તો પર્યાય પરાધીન થઈ જાય. કર્મનો ઉદય નિમિત્તકર્તા છે, તે ઉપાદાન કર્તા નથી. જો ઉપાદાન કર્તા હોય તો થવા યોગ્ય થાય છે તે શબ્દ રહેતો નથીએટલે કે પર્યાય પરાધીન થઈ જાય. અને કર્મનો ઉદય નિમિત્ત કર્તા ન હોય તો સ્વભાવ થઈ જાય. જો તમે નિમિત્તકર્તા સિદ્ધ ન કરો તો ભાવ પુણ્ય આત્માનો સ્વભાવ થઈ જાય. થોડી રહસ્યવાળી વાત છે.
થવા યોગ્ય થાય છે તેમાં નિમિત્તકર્તા કર્મ છે. (કર્તા અને કારણ) બે શબ્દ વાપર્યા છે તેમાં થોડું રહસ્ય છે. થવા યોગ્ય થાય છે અને તેમાં નિમિત્ત કર્તા કર્મ છે. તેમાં ભગવાન આત્મા જે નિષ્ક્રિય છે એ તો ભાવ પુણ્યનો કર્તા નથી. હવે ઉપાદાનપણે આત્મા ક્યારે કરે !? કે-નિજભાવને છોડે અને પરભાવમાં જાય તો શુભભાવને કરે-પણ એમ તો બનતું નથી તો તો આત્મા જડ થઈ જાય. આત્મા ઉપાદાનપણે તો ન કરે, પણ એમાં (આત્મામાં) નિમિત્તપણું છે કે નથી? જો (આત્મામાં પુણ્યના પરિણામનું) નિમિત્તપણું હોય તો નિત્યકર્તાનો દોષ આવે, અને તો તો સ્વભાવ થઈ જાય. તો તો પુર્ણ થયા જ કરે, પુણ્ય પલટીને પાપ જ ન થાય. માટે ઉપાદાન કર્તા પણ નથી અને નિમિત્ત કર્તા પણ નથી.
તો હવે તેમાંથી બે પ્રશ્ન ઉભા થાય-ઉપાદાન કર્તા કોણ અને નિમિત્ત કર્તા કોણ? ભગવાન આત્મા ઉપાદાન કર્તા નથી અને નિમિત્ત કર્તા પણ નથી ! તો પછી કર્તા કોણ છે? કે અંતર્ગભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ તે ઉપાદાન છે તેનું, અને નિમિત્ત તો કર્મનો ઉદય, ઉપશમ, ક્ષય, આદિ. નિમિત્ત કારણ કર્મ છે અને ઉપાદાન કારણ ક્ષણિક પર્યાય છે.
હવે એ નિમિત્તને તમે ઉપાદાન કર્તા માનો તો થવા યોગ્ય રહેતું નથી. પર્યાય પરાધીન થઈ ગઈ, પર્યાય સત્ ન રહી. તો તો જેવો કર્મનો ઉદય તેવું પરિણમન થાય. કર્મના ઉદયને અમે નિમિત્તકર્તા કહીએ છીએ-ઉપાદાન કર્તા નહીં. કેમકે ઉપાદાન કર્તા બે ન હોય ઉપાદાન કર્તા એક હોય. માટે પર્યાયનો કર્તા ક્ષણિક ઉપાદાન છે અને નિમિત્તકર્તા કર્મ છે.
એક ઉપાદાન કર્તા અને એક નિમિત્ત કર્તા. ઉપાદાન કર્તા ત્રિકાળી દ્રવ્ય નથી અને કર્મ પણ નથી. તત્ સમયની યોગ્યતા તે ક્ષણિક ઉપાદાન છે. પર્યાયનો કર્તા પર્યાય છે-તેના પકારક તેમાં સ્વતંત્રરૂપે છે; થવા યોગ્ય થાય છે. “નૈસર્ગિક” શબ્દ મૂક્યો એટલે ખલાસ સત્-અહેતુક થઈ ગઈ–નિશ્ચયથી. વ્યવહારે તે પર્યાય સહેતુક-નૈમિત્તિક છે. આ તો ગૂઢ શાસ્ત્ર છે.
અત્યારે આપણે પાયાથી શરૂ કરીએ છીએ પછી બધામાં વિસ્તાર કરવાની જરૂર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com