________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૧૧ નહીં. બધામાં લાગુ થઈ જાય. અત્યારે અશુદ્ધ પર્યાયની વાત છે પછી શુદ્ધ પર્યાયમાં લેશું.
થવા યોગ્ય અને વિકાર કરનાર' તેમાં એક ઉપાદાન અને બીજું નિમિત્ત છે. એ બન્ને પુણ્ય છે-બન્નેનું નામ પુણ્ય છે. નૈમિત્તિક પણ પુણ્યભાવ અને નિમિત્તનું નામ પણ પુણ્યભાવ. અહીંયા (નૈમિત્તિકમાં) પુણતત્ત્વ છે તેથી તેને પુણ્ય કહેવાય.
- હવે ચારિત્રમોહની કર્મની પ્રકૃતિ તો પાપ પ્રકૃતિ છે, છતાં તેને પુણ્ય કેમ કહેવાય? શુભભાવ છે તે પુણ્ય તત્ત્વ છે. પુણ્ય તત્ત્વમાં નિમિત્તપણે ચારિત્રમોહનો ઉદય છે. ચારિત્ર મોનો ઉદય છે તે છે તો પાપ પ્રકૃતિ. ઘાતિકર્મ છે તે પુણ્ય પ્રકૃતિ નથી. છતાં નિમિત્તને પુણ્ય કેમ કહ્યું? એકને પુણ્ય કહો ને એકને પાપ કહો એમ નહીં બન્નેમાં “પુણ્ય' શબ્દ છે.
જુઓ શાસ્ત્રમાં લખેલું છે તે બન્ને પુણ્ય છે. બન્ને પુણ્ય એટલે કોણ ? એક ક્ષણિક ઉપાદાન-જે શુભભાવ થયો તે પુણ્યતત્ત્વ અને નિમિત્ત પણ પુણ્યતત્ત્વ. અહીંયા જેવા પરિણામ હોય તેનો આરોપ ત્યાં આપીને પુણ્ય તત્ત્વ કહ્યું. અશુભભાવ પાપતત્ત્વ હોવા છતાં- કાર્યનો કારણમાં આરોપ આપીને પુણ્ય કહ્યું. અહીંયા કાર્યમાં પુણ્ય છે તો કારણને પણ પુણ્ય કહ્યું. ઘાતિકર્મ પાપની પ્રકૃતિ છે અને શાતાવેદનીયકર્મ તે પુણ્યની પ્રકૃતિ છે. તેથી પુણ્ય તત્ત્વમાં) શતાવેદનીયકર્મની પ્રકૃતિ નિમિત્ત નથી. પાપમાં બેય ઘટશે દર્શનમોહ અને ચારિત્રમોહ બેયમાં ઘાતિકર્મ પણ પુણ્યમાં કેવી રીતે?
શ્રોતા – આ નવી વાત છે. (ઉત્તર) પણ...બન્ને પુણ્ય છે ને? નૈમિત્તિકને પુણ્ય અને નિમિત્તને પાપ પ્રકૃતિ ન લખી-તેને પણ પુણ્ય કીધું. અહીંયાનો (નૈમિત્તિકનો) આરોપ ત્યાં લગાવ્યો (નિમિત્તમાં) તો તેનું નામ પણ પુણ્ય. અત્યારે પુણ્ય પ્રકૃતિનો ઉદય છે બોલો! પુણ્ય અહીંયા થાય છે ને તો નિમિત્ત પણ પુણ્ય છે. પુણ્યમાં ચારિત્રમોહ જ હોય તેમાં દર્શનમોહ નિમિત્ત ન હોય. પુષ્ય તત્ત્વ જે પ્રગટ થાય શુભભાવ તેમાં દર્શનમોહ નિમિત્ત ન હોય. કેમકે દર્શનમોહ તો શ્રદ્ધાની પર્યાય સાથે સંબંધ રાખે છે. અને શ્રદ્ધાની પર્યાયમાં વિપરીતતા આવે તો પાપ જ હોય એમાં પુણ્ય તત્ત્વ નથી. ચારિત્રમાં પુણ્યને પાપ બે છે. કષાયની મંદતા કષાયની તીવ્રતા તે તો ચારિત્રનો દોષ છે.
પાંચ મહાવ્રત પુણ્યતત્ત્વ છે-પાપ તત્ત્વ નથી. કારણ કે મિથ્યાત્વ ગયું તો બન્ને પુણ્ય છે. એક પુણ્યતત્ત્વ (જીવની પર્યાયમાં) પાંચ મહાવ્રતના પરિણામ તે પુણતત્ત્વ, અને કર્મનો ઉદય પણ પુણ્ય તત્ત્વ, તેથી બન્ને પુણ્ય છે. પાપમાં મિથ્યાત્વનું પાપ અને ચારિત્રનું પાપ બન્ને લેશું. અને તેમાં બન્ને કર્મની પ્રકૃતિ પણ લેશું. પણ (નૈમિત્તિક) પુણ્ય છે ત્યારે (નિમિત્ત) માં શું છે? અહીંયા (ગાથામાં) લખેલું છે તેનો અર્થ તો કરવો જોઈએ ને? બન્નેને પુણ્ય કેમ કહ્યું?
હવે ચારિત્રમોહનો ઉદય તે તો ખરેખર પાપ પ્રકૃતિ છે તો તેને પુણ્ય શા માટે કહ્યું? કહે-નૈમિત્તિકનો આરોપ આપીને કહ્યું, તે આરોપિત કથન છે. નૈમિત્તિક જેવું નિમિત્ત એમ. અહીંયા કષાયની મંદતા છે તો (નિમિત્તમાં) ઓને પણ શુભ ઉદય છે–અત્યારે તેને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com