________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨
પ્રવચન નં. ૧૦ અશુભ ઉદય નથી. લૌકિકમાં કહે છે ને કે તેને પુણ્યનો ઉદય આવ્યો. કેમકે અહીં શુભભાવ છે માટે નૈમિત્તિકનો આરોપ લઈને નિમિત્ત એવું કહી દીધું બસ. આ પોઈન્ટ સમજવા જેવો છે. નિમિત્ત ને પુણ્ય કહ્યું તે-આરોપિત કથન છે. નૈમિત્તિકથી જ નિમિત્તની ખબર પડે છે. નિમિત્ત જેવું નૈમિત્તિક નથી હોતું પણ...નૈમિત્તિક જેવું નિમિત્ત હોય છે.
તેમ જ એ બન્ને પાપ છે”, જુઓ! વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર-તેમાં થવા યોગ્યમાં તો એમ જ લીધું તે બન્ને પુણ્ય છે તેમ જ એ બન્ને પાપ છે. વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર પણ પાપ છે. હવે એ જે પાપના પરિણામની જીવની પર્યાયમાં યોગ્યતા થઈ તેમાં બે પ્રકાર ભજે છે. મિથ્યાદષ્ટિને મિથ્યાત્વ હોય હવે આ તો સમ્યક્દષ્ટિ છે તેને તો કોઈ પ્રશ્ન જ નથી.
જ્ઞાની થયો તેને મિથ્યાત્વ ગયું છે, હવે ચારિત્રમોહની કર્મની પ્રકૃતિ છે-તે પાપના પરિણામ છે. આર્તધ્યાન થયું તે પાપના પરિણામ છે. પાપ ભાવમાં નિમિત્ત ચારિત્રમોહની કર્મની પ્રકૃતિનો ઉદય છે. જ્ઞાનીને પણ આર્તધ્યાન તો થાય; તો અહીંયા પાપના પરિણામ છે તો ત્યાં પણ પાપનો ઉદય છે. દર્શનમોહ તો ચાલ્યો ગયો છે એટલે સાધકમાં દર્શનમોહ નથી લેતા.
અહીંયા પાપના પરિણામ થયા, ખાવા-પીવાના-કમાવાના...તો (નિમિત્તમાં) ત્યાં પણ ૫ છે. બન્ને પ્રકારના પાપ-એક ભાવ પાપ અને એક દ્રવ્ય પાપ. એક નૈમિત્તિક પાપ અને એક નિમિત્તરૂપ પાપ-બન્ને જગ્યાએ પાપ થાય છે. અહીંયા જ્યારે પાપ થાય છે ત્યારે ત્યાં પણ પાપ થાય છે. અહીંયા પુણ્ય હોય તો ત્યાં પણ પુણ્ય હોય-એમ અહીંથી (નૈમિત્તિકથી) ત્યાં લેવું, ત્યાંથી (નિમિત્તથી) અહીં (નૈમિત્તિક) ન લેવું.
મિથ્યાદષ્ટિને પાપના પરિણામ થયા. હવે તેને બન્ને પ્રકારના પાપ થાય. મિથ્યાત્વનું પાપ થાય અને ચારિત્રનું પાપ-તીવ્ર કષાય ક્રોધ થઈ ગયો હોય તો બે પ્રકારના પાપ છે. તો સામે બે પ્રકારના નિમિત્ત છે. એક દર્શનમોહ અને બીજો ચારિત્રમોહ. મિથ્યાષ્ટિને માટે અહીંયા બે અને ત્યાં પણ છે. બન્ને પર્યાયમાં પાપ અને ત્યાં ઉદયમાં પણ પાપ. જ્યારે સમ્યક્રદૃષ્ટિ હોય તો તેને ચારિત્રમોહમાં પાપ અને નૈમિત્તિકમાં પાપ. સમ્યફદષ્ટિ અને મિથ્યાદષ્ટિમાં આટલો ફેર છે તે મર્મ છે.
ઘાતિકર્મની બધી પ્રકૃતિ પાપરૂપ છે છતાં અહીં પુણ્ય થાય છે તો ત્યાં પુણ્યનો આરોપ આપ્યો તેમ. કેમકે ઘાતિકર્મની પ્રકૃતિમાં પુણ્યને પાપ એવા બે ભેદ નથી. અઘાતિમાં બે ભેદ છે–શાતા-અશાતા. બીજી વાત એ છે કે-દર્શનમોહમાં પુણ્ય-પાપના બે ભેદ નથી. ચારિત્રમોહમાં અને અહીંયા કષાયની મંદતા–તીવ્રતા થાય છે તો સમકિતીને શુભભાવઅશુભભાવના ભેદ પડે છે અને (ચારિત્રમોહમાં) મંદ–તીવ્રનો આરોપ આવે.
બાકી મિથ્યાદષ્ટિને તો પાપની જ પ્રકૃતિ છે. તે મંદ હોય કે તીવ્ર હોય પાપ જ છે. મિથ્યાદષ્ટિને ગૃહિત મિથ્યાત્વ હોય કે અગૃહિતની મંદતા હોય તો પણ તે પાપ જ છે-કેમકે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com