________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૯૪
પ્રવચન નં. ૧૮
છતાં તે ભાવઈન્દ્રિયનું કારણ નથી. જો દ્રવ્યઈન્દ્રિય કારણ હોય તો કેવળીને પણ ભાવઈન્દ્રિય હોવી જોઈએ. કેવળીને ભાવમન ગયું છે દ્રવ્યમન રહી ગયું. દ્રવ્યમનના આશ્રયે ભાવમન નથી થતું ભાવમન નિરપેક્ષ થાય ત્યારે દ્રવ્ય મનને નિમિત્તમાત્ર કહેવામાં આવે છે. આ પાઠ ચાલે છે ને-પરિણામને તું ભૂતાર્થનયથી જો; નિરપેક્ષ જો–સાપેક્ષ ન જો.
ભાવ પુણ્ય એટલે વિકારી પર્યાય અને દ્રવ્ય પુણ્ય એટલે નિમિત્ત જૂનાં કર્મ. નવે તત્ત્વમાં જૂનાં કર્મ નિમિત્ત છે. નિમિત્ત નથી પણ નિમિત્તમાત્ર છે. નિમિત્ત કહેશો તો નૈમિત્તિક થાય; તો ક્ષણિક ઉપાદાન રહેતું નથી. આહા...હા ! અહીં તો ક્ષણિક ઉપાદાનને સિદ્ધ કરવું છે. દ્રવ્યકર્મ સંયોગમાં હજુ છે પણ તેનાથી પુણ્ય-પાપ થતા નથી માટે તેને નિમિત્તમાત્ર કહેવાય. કુંભારનો દાખલો આપીએ તો ખ્યાલ આવે.
કુંભાર પહેલાં મિથ્યાદષ્ટિ હતો અને હું ઘડાને કરું છું તેવું અહમ હતું-તેવી ઈચ્છા હતી. હવે તેને શ્રીગુરુનો ઉપદેશ મળ્યો તો કુંભાર સમ્યક્દષ્ટ થઈ ગયો. તેનો વ્યવસાય તો રહી ગયો. વ્યવસાયનો અભાવ નથી થતો તથા પ્રકારનો વ્યવસાય તો ચાલુ છે. ઘડાની પર્યાયમાં નિમિત્ત કોણ થાય છે કે-કર્તબુદ્ધિવાળો થાય છે. ખ્યાલ રાખજો કે-જેની કર્તૃત્વબુદ્ધિ છે તે કર્મના બંધમાં નિમિત્ત થાય છે. કેમકે તે પર્યાયનો હું કર્તા છું ત્યારે તે પર્યાય (બંધમાં) નિમિત્ત થાય. હવે પોતે જ્ઞાતા થઈ ગયો અને રાગ તો રહી ગયો તો હવે કર્મબંધમાં જ્ઞાની નિમિત્ત કર્તા થતો નથી-તે તો નિમિત્તમાત્ર છે.
તેમ કુંભારના સંયોગની હાજરીમાં ઘડાની પર્યાય ઘડાની પર્યાયને કરે છે. કુંભારની માત્ર હાજરી છે. કુંભારની હાજરીમાં ઉપાદાન કાર્ય કરે છે. કયા નિમિત્તની હાજરીમાં ઉપાદાને કામ કર્યું-એવાં નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કુંભાર નિમિત્તમાત્ર છે. જ્ઞાની કુંભાર હવે નિમિત્ત થતો નથી. કર્મબંધમાં અજ્ઞાન નિમિત્ત થાય. જ્ઞાનીને કર્મ બંધાય તો પણ તે નિમિત્ત થતો નથી-જ્ઞાની નિમિત્ત ન થાય. જો નિમિત્ત થાય તો સંસાર ઉભો રહે. હવે તે વ્યવહારે જ્ઞાતા થાય છે–ઘટ પર્યાયનો, નિશ્ચયે તો શાયકનો જ જ્ઞાતા છે.
આહાહા...થવા યોગ્ય કષાયની મંદતા અને તીવ્રતા એવાં પ્રકાર છે. ભાવપુણ્યને દ્રવ્યપુણ્ય. ભાવપાપ અને દ્રવ્યપાપ. બન્ને પ્રકારે એક જ સમયે બન્ને જગ્યાએ ભાવ થાય છે. ત્યાં જડકર્મમાં પાપના પરિણામનો અનુભાગ છે. અહીંયા પર્યાયની યોગ્યતામાં પાપના પરિણામ છે. અહીંયા પુણ્યના પરિણામ થાય છે ત્યારે ત્યાં પુણ્યના પરિણામનો આરોપ આવે છે. એવાં બન્નેમાં થનાર અને કરનારનો એક સમયમાં યોગ થાય છે તે નિમિત્તનૈમિત્તિક છે.
પ્રવચન નં - ૧૮
તા. ૫-૯-૯૧
આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે? અને શુદ્ધાત્માનો અનુભવ કેમ થાય ? તે બે વાતથી ભરેલું આ શાસ્ત્ર છે. તેમાં આ તેર નંબરની ગાથા ચાલે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com