________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૯૫
છે. તેમાં ‘ત્યાં’ વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર' તે બોલ ચાલે છે. તેમાં એક ઉપાદાન છે અને એક નિમિત્ત છે.
થવા યોગ્ય શુભભાવ થયો છે. એ શુભભાવ થવાનો હતો તેનો અર્થ-શુભભાવ થવા યોગ્ય થયો છે. એનો સ્વકાળ હતો તો થયો છે. એ શુભભાવનો કરનાર સામે સંયોગ છે-તેને નિમિત્ત કહેવામાં આવે છે.
જેમકે દષ્ટાંત લઈએ તો વધારે ખ્યાલમાં આવે. જ્યારે તમે ભગવાનની પ્રતિમાની સામે જઈને ઉભા છો ત્યારે તમને જિનેન્દ્ર ભગવાન પ્રત્યે શુભભાવ આવે. હવે એ અરિહંતના પ્રતિમાજી એ શુભભાવના ઉપાદાન પણે તો કર્તા નથી. એ અરિહંત પરમાત્મા સાક્ષાત બિરાજે છે- ‘જિન પ્રતિમા જિન સારખી.' તેની સામે આપણે ઉભા છીએ, અહીંયા શુભભાવ થાય છે ત્યારે પ્રતિમાને નિમિત્તમાત્ર કહેવાય-તેને નિમિત્ત ન કહેવાય.
હવે અહીંયા શુભભાવ થયો અને તેમાં પ્રતિમાને નિમિત્ત માનશો તો-બે પ્રકારના દોષ આવ્યા. (૧) તમે અરિહંતની પ્રતિમાને વીતરાગી પ્રતિમા ન માની. જે રાગવાળો-ઇચ્છાવાળો પદાર્થ હોય તેને નિમિત્તકર્તા કહેવાય. જેનામાં રાગ ન હોય તેને નિમિત્ત કર્તા ન કહેવાય.
(૨) અહીં શુભભાવ તો થવા યોગ્ય થાય છે. પ્રતિમા સામે જોયું તેથી શુભભાવ થયો છે અને શુભભાવ થવામાં તે નિમિત્ત કર્તા છે (તેમ નથી) ક્ષણિક ઉપાદાને કાર્ય કર્યું છે અને પ્રતિમા તેમાં નિમિત્ત તેમ નથી. ક્યા સંયોગમાં શુભભાવ થયો-તેટલું જ્ઞાન કરવું તેને નિમિત્તનું જ્ઞાન કર્યું કહેવામાં આવે છે. કોઈ પણ કાર્ય ઉપાદાનમાં થાય તેમાં નિમિત્ત અકિંચિત્કર છે. સંયોગની હાજરી હોય તે વખતે કાર્ય તો પર્યાયમાં થવા યોગ્ય એની સ્વતંત્ર થવાની શક્તિથી થયું છે, તેમાં–શુભભાવમાં તે નિમિત્તે નથી.
પ્રતિમાના દર્શન કરતી વખતે બે ભાવ થયા. એક પ્રતિમાને જાણનારું ઈન્દ્રિયજ્ઞાન થયું અને એક શુભ રાગ થયો. એ શુભરાગ થવા યોગ્ય થાય છે અને તેને જાણનારું ઈન્દ્રિયજ્ઞાન પણ થવા યોગ્ય થાય છે. એ ઈન્દ્રિયજ્ઞાનમાં તથા શુભરાગમાં ભગવાનની પ્રતિમા નિમિત્ત નથી.
પરિણામ સ્વતંત્રપણે થવા યોગ્ય થાય તો અહીંયા કરનાર કેમ લખ્યું ? તો કહે છેઉપાદાને કયા સંયોગમાં કાર્ય કર્યું તેનું જ્ઞાન માત્ર કરાવ્યું છે. હવે જ્યાં સંયોગનું જ્ઞાન કરાવ્યું તો તેનાથી થાય છે તેવી વિપરીત બુદ્ધિ થઈ ગઈ છે.
એમ અંદરમાં ચારિત્રમોહકર્મનો ઉદય લ્યો હવે. ચારિત્રમોહનો ઉદય એ વખતે એના કાળે એની સત્તામાં થાય છે. અહીં એ પ્રકારનો શુભરાગ થયો, તે અજ્ઞાનનું નિમિત્ત પામીને તેવો અનુભાગ કર્મમાં ભૂતકાળમાં બંધાણો હતો. હવે જ્યારે તે ઉદયમાં આવીને ખરે છે–ત્યારે કર્મનો ઉદય શુભભાવ કરાવતો તો નથી પણ શુભભાવમાં નિમિત્ત પણ થતો નથી. જો નિમિત્ત થાય તો નવો બંધ થઈને નિર્જરે-અને નિમિત્ત થયા વિના નિર્જરે તો નિર્જરી ગયું. નિમિત્ત અકિંચિત્કર છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com