________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬
પ્રવચન નં. ૧૮
ય
જ્યારે શુભભાવ થાય છે ત્યારે બાહ્ય સંયોગ કેવા હોય છે? તો કહે છે–ચારિત્રમોહનો ઉદય તેને બહારમાં હોય છે. હવે તે ઉદયને જો નિમિત્તકર્તા માને તો એ પર્યાય નૈમિત્તિક થઈ જાય અને થવા યોગ્ય થાય છે-ક્ષણિક ઉપાદાનથી તો (કર્મનો ઉદય) નિમિત્તમાત્ર થઈને ખરી જાય.
પહેલાં નોકર્મનો દષ્ટાંત આપ્યો, અહીં કર્મનો દષ્ટાંત આપ્યો. જયસેન આચાર્ય ભગવાને સમયસારમાં ૧OO નંબરની ગાથામાં લીધું છે કે-જો ચારિત્રમોહના ઉદયથી રાગ થતો હોય તો કોઈ દિવસ રાગની-નિવૃત્તિ ન થાય. તો અજ્ઞાની એવી દલિલ કરે છે કે રાગ (ચારિત્ર મોહના ઉદયથી) થાય છે એમ અમે નથી કહેતા, પણ નિમિત્ત વિના થાય જ નહીં ! તેને અમે કહીએ છીએ કે નિમિત્ત વિના જ થવા યોગ્ય થાય છે. તું પહેલા નિરપેક્ષ લે પછી સાપેક્ષનું જ્ઞાન તે વ્યવહાર છે. નિરપેક્ષને ઉડાડીશ તો (કર્મનો ઉદય) નિમિત્ત નહીં રહે પરંતુ કર્તાકર્મ થઈ જશે. આ થનાર અને કરનારની ચોખવટ ચાલે છે.
પુણ્ય થવા યોગ્ય થાય છે. શુભભાવ તેના કાળ ક્રમે આવે છે ને જાય છે. એ શુભભાવ થવાનું કારણ કોણ છે? આત્મા પણ નથીને કર્મ પણ નથી. પહેલાં તું તત્ત્વને નિરપેક્ષ જો. નિરપેક્ષ એટલે નિશ્ચય, પછી જ્ઞાનીઓ સાપેક્ષનું જ્ઞાન કરાવે છે. ક્યા સંયોગમાં ઉપાદાને કામ કર્યું એટલું જ. સંયોગથી કાર્ય થતું નથી.
કોઈ સગાવહાલાંની તમારી ઉપર ચીઠ્ઠી આવી, તે વાંચીને ક્રોધ થયો છે કે-ક્રોધનો કાળ હતો ને ક્રોધ થયો છે. માટે એ ચીઠ્ઠીએ ક્રોધ કરાવ્યો નથી એ ચીઠ્ઠી ક્રોધમાં નિમિત્ત પણ નથી. પહેલાં નિરપેક્ષ નક્કી કરી લે. નિરપેક્ષ એટલે સને કોઈ હેતુ ન હોય. ક્રોધની પર્યાય સત્-અહેતુક તે થવાકાળે થઈ છે. કોઈએ અપમાન કર્યું અને અહીંયા ક્રોધ થયો તો.. અપમાનના શબ્દો આવ્યા માટે ક્રોધ થયો છે તેમ છે નહીં. અપમાનના શબ્દો આવ્યા માટે ક્રોધ થયો? તો અહીંયા ક્રોધ થયો એટલે તેને તેના ઉપર ક્રોધ થઈ ગયો? શું કહ્યું? અહીંયા ક્રોધ થાય અને તેના ઉપર ક્રોધ ન થાય અને ક્રોધ નિર્જરી જાય.
ફરીથી–કોઈએ અપમાનનો શબ્દો કહ્યો તો ક્રોધ થઈ જાય. પ્રવિણભાઈ ! ક્રોધ થયો તે ફેકટ-હકીકત છે. તે વખતે ક્ષમાનો ભાવ નથી પણ, ક્રોધનો ભાવ જે થાય છે તે શબ્દથી થયો નથી. શબ્દ કર્તા અને ક્રોધને અહીંયા કાર્ય થયું એમ નથી. શબ્દ ક્રોધનો કર્તા તો નથી પણ નિમિત્તકર્તા એ નથી. શબ્દને ક્રોધનો જો તું નિમિત્તકર્તા માનીશ તો તને નિમિત્ત ઉપર ગુસ્સો આવશે અને ક્રોધની પરંપરા જળવાશે.
ક્રોધ થવા યોગ્ય થાય છે. પેલા શબ્દથી અહીંયા ક્રોધની ઉત્પત્તિ થઈ નથી, તો પેલો પદાર્થ વ્યવહારે જ્ઞાનનું ઝેય બની જશે અને આ ક્રોધની નિર્જરા થઈ જશે. શબ્દ નિમિત્ત નહીં લાગે તો ક્રોધ તો ખરી જશે. જો (શબ્દથી થયો) એનાથી થયો...એનાથી થયો તેમ લાગશે તો સંસારની પરંપરા ચાલુ રહેશે. આત્માથી થાય તો ક્રોધ ટળે નહીં, અને (શબ્દથી) એનાથી થાય તો ક્રોધ પરાધીન થઈ જાય તો થવા યોગ્ય સત્ત રહેતું નથી. સર્વજ્ઞની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com