________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૧૯૭ વાણીમાં માલ બહુ હોય છે. પ્રેમચંદજી!
સમજુ જીવ હોય તેને બીજો ગમે તે રીતે ઉશ્કરે તો પણ તે ક્રોધ કરે નહીં. સામેવાળો ક્રોધ ન કરે તે પણ પેલાને ગમે નહીં. ક્રોધ કરાવવા માટે તો સાસુ વહુને ગમે તેવા શબ્દો બોલે. વહુ સમજુ, હું તો જાણનાર છું ને! આ તો દાખલો છે હોં ! ! આ તો ક્ષણિક ક્રોધ આવ્યો, થવા યોગ્ય થાય છે તેનું કારણ મારો આત્મા નથી. જો આત્મા કારણ હોય તો નિત્યકર્તાપણાનો દોષ આવે-તન્મયપણાનો દોષ આવે. મારો આત્મા ક્રોધમાં નિમિત્તકર્તા હોય તો ક્રોધ કોઈ દિવસ છૂટે નહીં. ત્યારે ક્રોધ થાય છે તે હકીકત છે.
પુણ્યને પાપ તે બે તત્ત્વ છે ને ? આ બે તત્ત્વમાં કોઈ વખતે શુભભાવ થાય અને કોઈ વખતે અશુભભાવ થાય. તેના માટે દષ્ટાંત દેવાય છે. ભાવ ક્રોધ થયો તો તેના શબ્દોથી ક્રોધ થતો નથી. એ શબ્દ એમાં નિમિત્ત પણ નથી. જો શબ્દને તું નિમિત્ત બનાવીશ તો અહીંયા ક્રોધ તો થઈ ગયો. ક્રોધનો વ્યય થઈને નવું કર્મ બંધાશે. અરે ! હું તેમાં નિમિત્ત પણ નથી–હું તો જ્ઞાતા છું, એ તો વ્યવહારે જ્ઞય છે. તો અહીંયા ક્રોધની નિર્જરા થશે નવું કર્મ બંધાશે નહીં અને નિમિત્ત ઉપર ગુસ્સો આવશે નહીં. એને ક્ષમા આપવાનોય ભાવ નથી છતાં ક્ષમા થઈ ગઈ. તેના પ્રત્યે ક્રોધ ન થયો તે તેના પ્રત્યેની ક્ષમા પ્રદાન થઈ ગઈ.
તું મારી સામે ગમે તેવો ક્રોધ કર પણ તારા કારણે મને ક્રોધ થતો નથી. પરિણતિ મારા સ્વભાવમાં ટકતી નથી ને એટલે પરિણતિમાં કષાયનો ભાવ આવે છે. જો પરિણતિ અંદર ટકી જાય તો તેના કાળ ક્રમમાં કષાય ન આવે તેના કાળક્રમમાં વીતરાગભાવ જ હોય.
આ નિરપેક્ષ તત્ત્વ પહેલાં સમજે તે નિશ્ચય અને પછી સાપેક્ષનું જ્ઞાન કરે તો વ્યવહાર કહેવાય. નિરપેક્ષને છોડીને સાપેક્ષનું જ્ઞાન કરે તો તે વ્યવહાર, નિશ્ચય થઈ જાય. ચારિત્રમોહના ઉદયથી રાગ થયો નથી અને આત્માથી પણ રાગ થતો નથી. પર્યાયમાં થવા યોગ્ય થાય છે તેની હા છે પણ બીજાથી થાય છે તેની ના છે.
બીજો કોઈ ચીઠ્ઠી લખે એટલે અહીંયા ઉલ્કાપાત થાય તેમ બિલકુલ નથી. એ શબ્દોને હું જાણતો નથી તેને ચીઠ્ઠી લખનાર પર ગુસ્સો આવે જ નહીં. કદાચિત્ થોડો થઈ આવે તો તે પર્યાયની નબળાઈથી થાય છે. જો તેનાથી ગુસ્સો આવે તો ક્રોધની પરંપરા થઈને કર્મ બંધાય. અહીંયા ક્રોધ ન આવે તો ક્રોધ આવીને નિર્જરી જાય. નિર્જર્યો થકો નિર્જરે છે. તેને જ્ઞાનીને નવો બંધ થતો નથી. ક્રોધના કાળે પણ નવો બંધ ન થાય.
પરિણામ નિરપેક્ષ થવા યોગ્ય થાય છે એમ જે જાણે તેની દષ્ટિ સ્વભાવ ઉપર જાય છે. થવા યોગ્ય થાય છે પરિણામનો હું કરનાર નહીં. પર પદાર્થ પણ તેનો કર્તા નહીં. પર તો ભિન્ન છે ભિન્ન પદાર્થ તારી પર્યાયમાં ઘૂસતા નથી તો કેવી રીતે કરે? મારો જ્ઞાયક ચિદાનંદ આત્મા પણ તેમાં પ્રવેશતો નથી “તરૂપો ન ભવતી” માટે મારો આત્મા ક્રોધને કરનારો નથી. હું ક્રોધમય થઈ જાઉં ને તો તો હું ક્રોધને કરું. સંયોગ-પરપદાર્થ, ચારિત્ર મોહકર્મ કે નોકર્મ તે પર્યાયમાં આવી જાય તો તો કર્તાપણું લાગુ પડે. પણ બિચારા! એ તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com