________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮
પ્રવચન નં. ૧૮ બહાર છે. તે તેના ભાવે પરિણમે છે, મારો આત્મા જ્ઞાનરૂપે પરિણમે છે તેમ તેને! હું તો મારા આત્માને જાણતો પરિણમું છું-ક્રોધ આવે છે તેને ઈન્દ્રિયજ્ઞાન જાણે છે. જ્યાં હું ક્રોધને જાણતો નથી તો મારાથી ક્રોધ થયો તે વાત રહેતી નથી.
પર્યુષણના દિવસ આવે છે ને. પ્રથમ ઉત્તમ ક્ષમા થવા યોગ્ય થાય છે તેને ઉત્તમ ક્ષમા વર્તી જાય છે. પરિણામ થવા યોગ્ય થાય છે, મારાથી પણ નહીં ને પરથી પણ નહીં. જેને ઉત્તમક્ષમા-વીતરાગી ક્ષમા પ્રગટ જાય છે-તેની દષ્ટિ દ્રવ્ય ઉપર આવે છે. તેની દષ્ટિ પર્યાય ઉપર રહેતી નથી. થવા યોગ્ય થાય છે તે પર્યાયનાં લક્ષ ન થાય. શરૂઆત ભલે અહીંથી કરી કે-થવા યોગ્ય થાય છે, તે નિમિત્ત છે, અને સમ્યકદર્શન થાય છે તે તેનું ઉપાદાન છે. એ ક્યારે ? કે-દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે ત્યારે થવા યોગ્ય થાય છે તેનો હું કર્તા નથી.
ત્યાં, વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર”, રહસ્યવાળી વાત છે. સમાજમાં તો બધું બને છે ને? કોઈ માન આપે ત્યાં તો ખુશી-ખુશી થઈ જાય. હવે ખુશીના જે પરિણામ થયા તેમાં પેલા શબ્દ નિમિત્ત નથી. પેલી વ્યક્તિ તો ક્યાંયની ક્યાંય રહી–અહીં તો એમાં શબ્દ પણ નિમિત્ત નથી, આત્મા પણ કારણ નથી. હર્ષનું કારણ આત્મા નથી અને શબ્દો પણ નથી. બીજા માન આપે-પધારો! પધારો...! આપે બહું મોટું કામ કર્યું. તું જે મને કહે છે ને તેને હું સાંભળતો નથી. જે સાંભળનાર છે તે હું નથી. કર્ણન્દ્રિય તે હું નથી. તારી શબ્દ મારા સુધી આવતો નથી. એ શબ્દને આડે ઢાલ છે-કર્ણેન્દ્રિય તેને ઝીલી લ્ય છે. ઈન્દ્રિયજ્ઞાન કહે છે રૂક (થોભી) જાવ ! મારા સ્વામી પાસે જવાનો તમને અધિકાર નથી. કન્દ્રિય કહે છે મારો જે સ્વામી છે-ચિદાનંદ પરમાત્મા ત્યાં તારે જવાનો અધિકાર નથી. ઈન્દ્રિયજ્ઞાન કહે છે–આ હું આડો ઉભો છું. શબ્દ મારો વિષય છે પણ મારા પરમાત્માનો વિષય નથી. મારા પરમાત્માનો વિષય પરમાત્મા છે.
આહાહા! શબ્દને ઈન્દ્રિયજ્ઞાન ગ્રહે છે–જાણે છે. શબ્દને જાણવું તેવો જ્ઞાતા-શયનો વ્યવહાર અંદરમાં આવતો નથી. જ્ઞાતા-જ્ઞયનો વ્યવહાર પણ અંદર અને નિશ્ચય પણ અંદર છે. હું જ્ઞાતા ને હું શેય તે વ્યવહાર પણ અંદર છે, અને હું જ્ઞાતા ને હું જ્ઞયની અભેદતા તે પણ અંદરમાં છે. બહારમાં ક્યાં કોઈ છે?
કર્મેન્દ્રિય શબ્દને કહે છે–રૂક જાવ ! મારા સ્વામીનું તું જ્ઞય જ નથી. મારું જ્ઞય છે તે વાત સાચી છે. મારું અસ્તિત્વ પણ થોડો ટાઈમ રહેવાનું છે-કેવળજ્ઞાન થશે પછી મારું અસ્તિત્વ રહેશે નહીં, કેમકે સ્વામીએ ઈન્દ્રિયજ્ઞાનથી ભેદજ્ઞાન કરી લીધું છે. ઈન્દ્રિયજ્ઞાન મારું નથી પછી ઈન્દ્રિયજ્ઞાન રહેશે ક્યાંથી.
આહાહાહા! ઈન્દ્રિયજ્ઞાન...જ્ઞાન નથી. તે પુસ્તક બહુ ઊંચું છે. ઈન્દ્રિયજ્ઞાન છે તે આત્મજ્ઞાન છે તેવી ભ્રાંતિ થઈ ગઈ છે. આત્મા કર્ણેન્દ્રિય વડે સાંભળે છે, ચક્ષુઈન્દ્રિય વડે જાણે છે, રસઈન્દ્રિય વડે ચાખે છે સીધી વાત છે. સીધી વાત નથી. વિપરીત વાત છે. ઈન્દ્રિયજ્ઞાન તેનાં વિષયોને જાણે છે તેને છૂટ છે પણ હું તેને જાણું છું તે સખત મનાઈ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com