________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૯૯
કેમકે જ્ઞાન પર લક્ષ અભાવાત્ છે. ૫૨ના લક્ષે આકુળતા થાય. આત્મા ૫૨ને જાણે નહીં તે તો જાણનારને જાણતો પરિણમી જાય છે. અરે! સાધકનું જ્ઞાન તો આત્માને જાણે છે, પણ બાધક-મિથ્યાદષ્ટિનું જ્ઞાન પણ આત્માને જાણતું પ્રગટ થાય છે.
આહા...હા...બાળગોપાળ સૌને ભગવાન આત્મા જણાય છે પણ તેનો તેને નકાર આવે છે. હકાર આવે ને તો કામ થાય. આહા...હા ! થવા યોગ્ય થાય છે અને આ (સંયોગ) એમાં નિમિત્તમાત્ર છે-નિમિત્ત કર્તા નથી. નિમિત્ત એટલે સંયોગ. ઉપાદાન તો સ્વશક્તિ છે અને પરયોગ તેનું નામ નિમિત્ત છે. નિમિત્ત હોય છે બસ. અહીંયા જ્યારે ક્રોધ હોય છે ત્યારે એ પ્રકારે ત્યાં નિમિત્ત હોય છે. અહીંયા જ્યારે ક્ષમા હોય છે ત્યારે ત્યાં કષાયની મંદત્તા કર્મમાં હોય છે. બસ હોય છે એટલું. તે હો તો હો! અરે! મારે શબ્દની સાથે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ નથી. ડાયરેક્ટ (સીધો ) તો નથી પણ ઈનડાયરેક્ટ પણ નથી. ડાયરેક્ટનાં હું શબ્દને જાણતો નથી પણ ઈનડાયરેક્ટ પણ જાણતો નથી. ઈન્દ્રિયજ્ઞાન જાણે એટલે મારે તેને જાણવું પડે તેમ છે નહીં.
શું કહ્યું ? ઈન્દ્રિયજ્ઞાન જાણે માટે મારે ઈનડાયરેક શબ્દને જાણવું પડે એમ નથી. ડાયરેક્ટ તો હું શબ્દને જાણતો નથી, ઈનડાયરેક પણ શબ્દને જાણતો નથી. શબ્દને જાણનારું જ્ઞાન કર્ણઈન્દ્રિય છે તેને હું જાણીને શબ્દને જાણી લઉં તેમ નથી. હું ઈન્દ્રિયજ્ઞાનને જાણતો નથી તેથી શબ્દને પણ જાણતો નથી. હું તો જાણનારને જાણું છું. હું સીધો તો શબ્દને જાણતો નથી પણ ઈનડાયરેક્ટ જે કર્ણઈન્દ્રિય છે-જે કાનનો ઉઘાડ તેના દ્વારા પણ શબ્દને જાણતો નથી. તે ઉઘાડ શબ્દને દિવ્યધ્વનિને જાણે છે. આ વાત અંદર જવાની છે.
વ્યવહારનો પક્ષ બહુ છે-કે દિવ્ય ધ્વનિ સાંભળે તો સમ્યક્દર્શન થાય. એ બધા વ્યવહાર–ઉપચારના કથનો છે. આહા...હા ! ત્યારે સાંભળવું નહીં ! અરે ! સાંભળવું કે સાંભળવું નહીં તે તારા અધિકારની વાત નથી. તારા અધિકારની વાત તો જાણનારને જાણી લે તે અધિકાર છે-એટલો તારો અધિકાર છે.
તે શબ્દને ડાયરેક્ટ તો જાણું નહીં, પણ શબ્દને જે જાણે છે કર્ણઈન્દ્રિયનો ઉઘાડ એને હું જાણું? કહે “ના, કેમકે તે મારા જ્ઞાનનું જ્ઞેય ઈન્દ્રિયજ્ઞાન પણ નથી–તો શબ્દ એ તો દૂર થઈ ગયો. અમારા પરિણામમાં ક્ષયોપશમ ભાવઈન્દ્રિય પ્રગટ થાય છે તેને હું જાણતો નથી. તે મારા જ્ઞાનનું જ્ઞેય નથી. પર્યાય મારા જ્ઞાનનું જ્ઞેય નથી. મારા જ્ઞાનનું જ્ઞેય તો ચિદાનંદ જ્ઞાયક આત્મા તે એક જ જ્ઞાનનું શેય છે-તેનું લક્ષ કરતાં અનુભવ થાય છે.
વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એ બન્ને પુણ્ય અને પાપ છે. લ્યો! બન્ને લઈ લીધા આપણે. આ શુભને અશુભ ક્રોધ, આનાથી આ થાય ને આનાથી આ થાય તેવી રીતે વ્યવહાર દષ્ટિથી તત્ત્વને જોયા છે. પણ પરિણામ થવા યોગ્ય થાય છે અને કોઈથી
(સ્વ-૫૨થી ) થતા નથી તેવી નિરપેક્ષ દષ્ટિથી પરિણામને જોયા નથી. નિરપેક્ષ જુએ તોપર્યાયદષ્ટિ છૂટીને દ્રવ્ય દષ્ટિ થઈ જાય છે. કર્તાબુદ્ધિ છૂટી જાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com